ભચાઉમાં મિત્રની હત્યા કરનાર હત્યારો પોલીસના હાથે પકડાયો
નાની ચીરઈમાં ઝઘડાના મનદુઃખે પથ્થરમારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો
ગાંધીધામ : ભચાઉના નાની ચીરઈમાં થોડા સમય પહેલા યુવાનની હત્યા થઈ હતી. જેનો આરોપી નાસતો ફરતો હતો જેને ભચાઉ પોલીસે ઝડપી લીધો છે. ગત તા.૧/૯ ના રોજ ભચાઉ તાલુકાના નાની ચીરઈ ગામે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી માથામાં પથ્થર ઘા મારીને યુવાનની હત્યા કરનાર આરોપી શ્યામકુમારની ભચાઉ પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની ભચાઉ પીઆઈ એ.એ.જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે, નાની ચીરઈમાં પરપ્રંતિયની હત્યા થઈ હતી. આ આરોપી લાંબા સમયથી ભાગતો ફરતો હતો. પોલીસને મળેલી બાતમી મુજબ આરોપી અહીં આવ્યો છે. પોલીસે તાત્કાલિક પગલાં લઈ આરોપીને દબોચી લીધો હતો. શ્રી જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે, તા.૧/૯ ના મૂળ તામીલનાડુ હાલે અહીં રહેતા અને રસોઈ બનાવતા પ્રકાશ ધનપાલ પડિયાચીએ ભચાઉ પોલીસને જણાવ્યું કે, તેમના મિત્ર હર્ષ રાજુભાઈ શર્માને બપોરના ભાગે માથામાં પથ્થર મારી હત્યા કરવામાં આવી હતી.
આરોપી ઉત્તર પ્રદેશના શ્યામકુમારસિંહ હરીસિંહ નામના વ્યક્તિ સાથે ઝઘડો થતા આ બનાવને અંજામ આપ્યો હતો અને બાદમાં યુવાનનો દેહ નંદગામ નજીકથી મળી આવ્યો હતો. પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધ્યો હતો. આરોપી શ્યામકુમારસિંહને બાતમી મળતા ભચાઉ પીઆઈ એ.એ. જાડેજા, પીએસઆઈ ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું છે.

Comments