ગાંધીધામની મેઈન બજારમાં દબાણ હટાવનો ત્રીજો દિવસ : વધુ ૬પ જેટલા દબાણો પર બુલડોઝર વાળી થઈ..!
મનપાની ટીમ દ્વારા બુલડોઝર, ટ્રેકટર સહિત ચાવલા ચોક વિસ્તારમાં મેઈન બજારની બન્ને બાજુના પાર્કીગ પ્લોટ ખુલ્લા કરવાની કામગીરીનો આદૃયો વ્યાયામ : સરકારી ત્રણેક શૌચાલયોને પણ દુર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો
અમુક ભોળા લોકો પાસેથી રપ૦૦ના ઉઘરાણા કરીઅને હું તમારા દબાણોને કંઈ જ થવા નહી દંઉ, તેવી
શેેખી મારનારા નટવરલાલની તો કડક અને ચુસ્ત તટસ્થ અધિકારીએ બરાબરની હવા જ ટાઈટ કરી દીધી હોય તેમ હવે નાટકબાજ નટવરલાલ કયાય જોવા જ નથી ડોકાતો..! : જેઓએ રૂપીયા આપ્યા છે તેઓ પણ નટવરલાલને દુરબીન લઈને શોધવા નીકળી પડયા છે, કે દબાણો તો દુર થઈ જ ગયા, ઓટલા-સાઈનબોર્ડ પણ ન બચ્યા, ખોટી ફાંકા ફોજદારી કરનાર નટવરલાલ કઈ બખોલમાં ગુમ થઈ ગયો હવે...તું..!
એકતરફ વધુ દબાણ થઈ રહ્યા છે તેને દુર કરવાની-હટાવવાની ફરીયાદો કોંગ્રેસ કરે છે અને જયારે પગલા લેવાયા છે તો વિરોધ કરવા પણ કોંગ્રેસ જ આવી રહ્યુ છે.. શા માટે આવુ કરાય છે તે પ્રજા હવે બધુ જાણે છે, જયારે કાંગ્રેસના કોઈ બની બેઠેલાઓના દબાણો દુર કરવામા આવી રહ્યુ છે, એટલે વીરોધ કરાય છે તેવુ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે..!
ગાધીધામ : મહાનગરપાલીકા તંત્ર દ્વારા શહેર-સંકુલમાં પાછલા ત્રણ બે દીવસથી મેગા ડીમોલીશનનો દોર હાથ ધર્યો છે. કમિશ્નરશ્રી અહી સતત દબાણકારોની સામે કડકાઈથી કાર્યવાહી કરી રહ્યા છે. આજ રોજ આ દબાણ હટાવ ઝુંબેશનો ત્રીજો દીવસ છે. આજ રોજ સવારે પણ મહાનગરપાલિકા સહિતની અધિકારીઓની ટુકડી મેઈન બજારમાં આઈડેન્ટી ફાઈ કરેલા દબાણોને દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આજ રોજ મેઈન બજારની બન્ને બાજુએ આવેલા પાર્કીંગ પ્લોટ પર જે દબાણોનો ખડકલો થવા પામી ગયો હતો તેને દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સવારથી શરૂ થયેલી કામગીરીમાં અત્યાર સુધીધીમાં ર૦ જેટલા દબાણો દુર કરી દેવામા આવ્યા છે. તો વળી અંદાજીત ૬૦થી વધુ જેટલા દબાણો આજે દુર કરવામા આવનાર હોવાનુ મનપાના સુત્રોએ જણાવ્યુ છે.

Comments