Trending News
સ્થાનિક સમાચાર

અંજાર પોલીસે જીઆઈડીસીના ગોડાઉનમાંથી ૮૧.૦ર લાખનો દારૂ જપ્ત કર્યો

17 September



આરોપીઓ હાથ ન લાગ્યા : સ્વિફટ કાર કબજે કરાઈ  

ભુજ : મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે ૧.ર૯ કરોડનો દારૂનો જથ્થો પકડાયા બાદ પૂર્વ એલસીબીએ ગાંધીધામના ગળપાદરમાંથી ૬૦ લાખનો દારૂ પકડાયા પછી અંજારના જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે ૮૧,૦૬,૭ર૦ નો દારૂ ઝડપી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રોહિબિશનની બદી નાબૂદ કરવા અપાયેલા હુકમને અનુસંધાને અંજાર પોલીસ મથકના પીઆઈ એ.આર.ગોહિલને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી પ્લોટ નં. ૬૯ વાળા ગોડાઉનમાં અનિલકુમાર બુદ્ધારામ બિશ્નોઈ તથા નરેશકુમાર કાલુરામ, દેવારામ પ્રેમારામ, દિનેશકુમાર સાગરરામ, દિનેશકુમાર મોહનલાલ બિશ્નોઈ તથા સુનિલકુમાર જગદિશકુમાર બિશ્નોઈ (રહે. તમામ રાજસ્થાન) દ્વારા સુનિલ બિશ્નોઈના કબજાના ગોડાઉનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સાગરીતો સાથે મંગાવ્યો હતો. તે બાતમીના આધારે રેડ કરતા એક સફેદ કલરની સ્વિફટ ગાડી કબજે કરાઈ હતી. ગોડાઉનમાંથી મેકડોવેલ્સ નંબર ૧ વ્હિસ્કીના ક્વાર્ટરીયા પ૧૮૪ કિંમત રૂા.૧૪,રપ,૬૦૦, મેકડોવેલ્સ નંબર ૧ વ્હિસ્કીની બોટલ ૧૮૦૦ કિંમત રૂા.૧૯,૮૦,૦૦૦, ઓલ સિઝન વ્હિસ્કીના ક્વાર્ટરીયા ૪૮૦૦ કિં.રૂા. ૧૧,૭૬,૦૦૦, કિંગફિસર સ્ટ્રોંગ બિયરના ટીન ૬ર૮૮ કિંમત રૂા.૧૩,૮૩,૩૬૦, ટુબર્ગ સ્ટ્રોંગ બિયરના ટીન ૧૪૮૮ કિંમત રૂા.૩,ર૭,૩૬૦, મેડુસા પ્રીમીયર સ્ટ્રોંગ બીયર ૬૭ર ટીન કિંમત રૂા.૧,૩૪,૪૦૦, સફેદ કલરની સ્વિફટ ગાડી નં.જીજે૧૬ - એફએ-૭૦૭૭ એક કુલ ૮૬,૦૬,૭ર૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જ્યારે આરોપીઓ પોલીસને હાથ લાગ્ય ન હતા. અંજાર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM