પૂર્વ કચ્છ એલસીબીની ટીમે એ ડીવીઝન માંધીધામ વિસ્તાર ગળપાદરમાથી ૬૦ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો
ગાંધીધામ : પૂર્વ કચ્છ એલસીબીની ટીમ દ્વારા એ ડીવીઝન વિસ્તારમાથી દારૂનો જથ્થો પકડી પાડવામા આવ્યો છે. પોલીસની યાદીમાં જણાવ્યાનુસાર પૂર્વ કચ્છ એલ.સી.બી ની ટીમ ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. વિસ્તા૨માં
પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે
ગળપાદર ગામે સાંગ નદી પાસે આવેલ ગૌશાળા તથા જુના રેલ્વે પુલની વચ્ચે આવેલ જગ્યામાં સચીન વિનોદભાઇ ચૌહાણ તથા તેના માણસો ભેગા મળી આઈસર બંધ કન્ટેન૨માં મરચાની બોરીઓની આડમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધીત વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે અને આ વિદેશી દારૂનુ હાલે કટીંગ કરી રહેલ છે એવી ચોક્કસ બાતમીની ખરાઇ કરી એલ.સી.બી. ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી આ જગ્યાએ રેઇડ કરી નીચે જણાવ્યા મુજબનાં ઇસમને પ્રોહી મુદામાલ સાથે પકડી
પાડી તેના વિરુધ્ધ તેમજ હાજર નહિ મળી આવેલ ઇસમો વિરૂઘ્ધ ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.માં ગુનો દાખલ કરાવી કાયદેસ૨ની કાર્યવાહી કરી આગળની તપાસ એલ.સી.બી. દ્વારા ચલાવવામાં આવી રહેલ છે.એલસીબીએ (૧) અરબાઝ સ/ઓ સાય૨ાબાનુ શાહમદાર ઉ.વ.૨૨,૨હે.સર્વે નં.૪૪૪, ૨ામદેવપી૨ મંદીરની બાજુમાં, ક્રિશ્ના સોસાયટી, વર્ષામેડી સીમ, વર્ષામેડી તા.અંજાર ગાંધીધામ,(દારૂનો જથ્થો મંગાવનાર)ને પકડી પાડેલ છે. જયારે હાજર ન મળી આવેલ આરોપીઓ (૧) સચિન ઉર્ફે સતલો વિનોદભાઇ ચૌહાણ રહે.ગળપાદર તા.ગાંધીધામ, (દારૂનો જથ્થો મંગાવનાર) (પ્રોહી.બુટલેગ૨),(૨) વિપુલ ઉર્ફે વિશાલ લક્ષ્મણભાઇ પટેલ રહે.ગળપાદ૨ તા.ગાંધીધામ (દારૂનો જથ્થો મંગાવના૨),(૩) સાગ૨ ઉર્ફે વાઘ ઇશ્વરદાસ લશ્કરી ૨હે.ગળપાદ૨ તા.ગાંધીધામ,(દારૂનો જથ્થો મંગાવનાર),(૪) નીખીલ ઉર્ફે નીકલો બીજલભાઈ વિડા ૨હે.ગળપાદ૨ તા.ગાંધીધામ, (૫) આઈશર બંધ કન્ટેન૨ વાળાંના ચાલક/માલીક, રણજીતસિંહ નામનો ઇસમ (દારૂનો જથ્થો મોકલનાર),સહિતને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ઈન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઈન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.ે

Comments