Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં મેગા ડીમોલીશન અભિયાનનો બીજો દિવસ : ૧૦૦થી વધુ દબાણો પર આજે પણ ફર્યુ બુલડોઝર

16 September

કાયદામાં રહો તો ફાયદામાં રહેશો : કમિશ્નરશ્રીનો સ્પષ્ટ સંદેશ




ગત રોજથી શરૂ કરવામા આવેલ દબાણ હટાવ ઝુંબેશ આજે પણ ગતિમય : બજારમાં મહાનગરપાલીકાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે પણ દબાણો દુર કરાવ્યા : કુલ્લ ૪૦૦ જેટલા નાના-મોટા દબાણો આઈડેન્ટી ફાઈ કરી ફટકારાઈ છે નોટીસ : ૧૦૦ જેટલા ગત રોજ દુર કરી દેવાયા છે તબક્કાવાર હજુ આગળ થતી રહેશે કાર્યવાહી



ગાંધીધામ કોંગ્રેસના આગેવાનો દ્વારા દબાણ હટાવની કામગીરીનો કર્યો વિરોધ, જેસીબીની કાર્યવાહી અટકાવાતા સ્થળ પર હાજર રહેલા અધિકારીઓએ પોલીસની મદદથી કાર્યવાહીની કાયદેસર રીતે આગળ ધપાવી



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટગનર ગાંધીધામ શહેરમાં દબાણ હટાવાની ઐતિહાસીક કામગીરી-મેગા ડીમોલીશનનો ગઈકાલથી આરંભ થવા પામ્યો છે. કમિશ્નરશ્રી મનીષ ગુરવાની દ્વારા દબાણ હટાવાની કામગીરી ખુદ સ્થળ પર હાજર રહી અને ગઈકાલે કરાવવામાં આવી છે. દબાણકારોને સ્વૈચ્છાએ ખસી જવાની સુચનાઓ અપાઈ હતી, સમય આપવામા આવ્યો હતો પરંતુ દબાણો દુર કરવામા ન આવતા અંતે મનીષ ગુરવાનીએ ગતરોજથી આ મેગા ડીમોલીશનનો ધમધમાટ ૬ જેસીબી, ૪ ટ્રેકટર, મનપાના અધિકારી-કર્મચારીઓ મળી ૩૦થી વધુના કાફલાને મેદાનમાં ઉતારી અને ધાક બેસાડતી કાર્યવાહી આરંભી દીધી છે. 
દરમ્યાન જ આજરોજ પણ આ મહા દબાણ હટાવ ઝુંબેશનો ધમધમાટ સવારથી જ શરૂ કરવામા આવ્યો છે. મનપાતંત્રોએ આપેલી વિગતો અનુસાર કુલ્લ ૪૦૦ જેટલા દબાણો આઈડેન્ટીફાય કરવામા આવ્યા છે જેમાથી ૧૦૦ જેટલા ગત રોજ દુર કરી દેવાયા છે વધુ ૧૦૦ પર આજે બુલડોજર ફેરવી દેવામા આવશે અને બાકીના દબાણો પણ તબક્કાવાર દુર કરવામા આવતા રહેશે.
નોધનીય છે કે, શહેરને સ્વચ્છ, દબાણમુકત બનાવવા સહિતના મુદાઓ કાર્યભાર સંભાળની સાથે જ કમીશ્નરની 
પ્રાથમિકતાના હોવાનુ તેઓએ કહયુ હતુ કે, તેની અસર પણ હવે જોવા મળી આવી રહી છે. આ કમિશ્નરશ્રી કોઈ પણ પ્રકારના દબાણને વશ નહી થાય, કોઈ પણ ખોટુ કામ કરશે નહી અને કોઈનુ ખોટું ચલાવશે પણ નહી, કોઈનું ખોટું સાંભળશે પણ નહી તેવી 
છબી વર્તમાન સમયે શ્રી ગુરવાણીની સ્પષ્ટ રીતે સંકુલમાં ઉભી થવા પામી ગઈ છે. આ પ્રકારની મહાદબાણ હટાવ ઝુંબેશના પગલે સંકુલના બીજા 
દબાણકારોમાં પણ ભારે ફફડાટ જ વ્યાપી જવા 
પામ્યો છે. 

............

કમિશ્નરશ્રીની કડક સુચના : સરકારી કામગીરીમાં દખલ કરનારની સામે ફરીયાદ જ દાખલ કરો


ગાંધીધામ નગરપાલીકાના પૂર્વ નગરસેવિકા તથા જિલ્લા ભાજપના પૂર્વ મહીલા પ્રમુખ દિવ્યાબા

જાડેજા દબાણ દુર કરવાની કાગમીરીના બીજા દિવસે વિરોધમાં આવતા તંત્રએ તેમને પણ કડક

સુચનાઓ આપી, અટક કરી અને કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ જ રખાઈ



ગાંધીધામ : આજ રોજ દબાણ હટાવની ચાલી રહેલી કામગીરી બાબતે કમીશ્નર શ્રી ગુરવાનીએ દબાણ ઈન્સપેકટર ગાયત્રીપ્રસાદ જોશીને સુચનાઓ જ આપેલી હોવાનુ સામે આવ્યુ છે. કે સરકારી તંત્રની કામગીરીમાં જે કોઈ પણ નડતર રૂપ બને તેમની સામે સીધી ફરીયાદ જ દાખલ કરવાની સ્પષ્ટ અને કડક સુચના જ આપી હોવાનુ માલુમ પડી રહ્યું છે. આજ રોજ દબાણ હટાવ કામગીરીના બીજા દીવસે જેસીબી પાસે આવી અને કામગીરીને અટકાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. તેમાં ખાસ કરીને ગાંધીધામના દબાણ હટાવ ઝૂંબેશમાં તંત્રની કામગીરીમાં દખલગીરી કરનાર ભાજપના પૂર્વ મહીલા જિલ્લા પ્રમુખ દીવ્યાબા જાડેજાને પણ કાર્યવાહીમાં નડતરરૂપ ન થવાની તંત્રએ કડક તાકીદ-સુચના આપી કાર્યવાહી રાબેતામુજબ ચાલુ જ રાખતા ઉપસ્થિતી સૌ જોનારાઓમાં પણ મનપા તંત્ર અને કમિશ્નરશ્રી મનીષ ગુરવાનીની શહેર-સંકુલને સ્વચ્છ બનાવવાની કટીબદ્ધતાનો ચમકારો પ્રાપ્ત થવા પામી જ ગયો હોવાનો વર્તારો જોવાયો હતો.

...........


ગાંધીધામ દબાણ હટાવવામાં સાચાવર્ગનો કચવાટ


અધિકારીશ્રી તો માનવતાવાદી છે : બની બેઠલા નેતાઓ થકી જ થયું બંટાધાર
જો સાચુ ચિત્ર સમજાવ્યુ હોત, તો ઓટલા-સાઈનબોર્ડની બચાવી શકયા હોત.!



દબાણ હટાવ કામગીરીમાં નટવરલાલ જેવા બની બેઠેલા નેતાઓના લીધે અમુક સાચા વર્ગે પડયા પર પાટું વાગવા સમાન સ્થિતીનો સામનો કરવાની આવી ગઈ નોબત




મનપા તંત્રએ તો વેપારીઓને સાચો સમય આપ્યો જ હતો, ખરી રજુઆતો કરવી, ઓટલાઓ ભારે વરસાદમાં જળભરાવથી જ બચવા બનાવાયા છે, સાઈનબોર્ડ પણ જો દબાણમાં નડતર ન હોય તો ન તોડવામાં આવે, મોંઘા હોય છે સાઈનબોર્ડ, વધુ નુકસાની વેપારીઓને વેઠવી ન પડે, તેવી સમજાવટ ભરી રજુઆત જો બની બેઠલા આગેવાનો-નેતાઓએ સમયસર કરી હોત તો ચોકકસથી અધિકારી-તંત્ર મોટું મન રાખત અને વેપારીઓને કેમ ઓછામાં ઓછા નુકસાને દબાણ દુર થઈ જાય તે રીતે જ કામ કરત, પરંતુ બની બેઠેલા નેતાઓમાં નટવરલાલ તો પોતાના ગજવા જ ગરમ કરવામાં પડયો રહ્યો, મને રપ૦૦ આપો, મારા સભ્ય બનો, હું કંઈ જ નહી થવા દંઉ જયારે બીજો બની બેઠલ નેતા એક યા બીજા પ્રકારની ચૂંટણીઓના કાવાદાવામાં જ રહ્યો વ્યસ્ત...ઃ અધિકારીએ વેપારીઓને સમય આપ્યો ત્યારે આ બની બેઠેલા નેતા-આગેવાનો સાચી-સચોટ રજુઆત કરવા અધિકારી પાસે કેમ સામેથી ન ગયા?



વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા બરાબર ન હોવાથી પાણી રોડ-રસ્તેથી થઈને  અંજાર ઉપરનું પાણી આ રસ્તેથી આવે છે, આવી પણ સાચી-હકીકત લક્ષી રજુઆત કોઈએ અધિકારી અથવા તો તંત્ર સમક્ષ ન કરી


ગાંધીધામ : ગાંધીધામની દબાણ હટાવની કામગીરીમાં તંત્રએ તો સમય આપ્યો પણ આપણે જ તક ચુકી ગયા અને તેની પાછળ બની બેઠેલા અમુક નેતાઓના સ્વાર્થી હિતો જ કારણભુત બની ગયા હોવાનો કચવાટ હાલમાં અમુક સાચા વર્ગમાં ભારે રોષ સાથે ઉભો થવા પામી ગયો છે. બની બેઠેલા નટવરલાલ જેવા નેતાઓની બલીહારી થકી વેપારીઓને પડયા પર પાટું વાગવાની સ્થિતી ઉભી થઈ ગઈ હોવાનો વર્તારો પણ હવે જોવામા આવી રહ્યો છે. અહી કચવાટ એ વાતનો ફેલવવા પામી રહ્યો છે કે, ગાંધીધામમાં દબાણ હટાવાની જે કામગીરી થવા પામી રહી છે તે એકપક્ષીય તો કરવામા નથી આવતી, અધિકારીશ્રી રૂબરૂ ઘણાને મળ્યા, ખુદ સ્થળ નિરિક્ષણ કર્યુ, નિયમ આધારીત નોટીસો આપી,રજુઆત કરવાનો સમય અને તક આપી, એ સમયમાં કોઈ જ ફરકર્યુ નહી, સ્વૈચ્છાએ દબાણ હટાવ્યુ નહી, ત્યારે જ તો નીયમ આધારીત આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાચો વર્ગ કહી રહ્યો છે કે, જયારે અધિકારીશ્રીએ સમય આપ્યો હતો ત્યારે રજુઆત કરવા કોઈ કેમ આવ્યા નહી? તે સમયે બની બેઠેલ નેતા-આગેવાન પોતાના ગજવા ગરમ કરવામાં પડી ગયા હતા. કહેતા ફરતા હતા કે મને રપ૦૦ આપો, મારા સભ્ય બનો, હું તમને અને દબાણોને કંઈ જ થવા નહી દુઉ, તો વળી બીજો બની બેઠલ નેતા સંકુલની ચુંટણીઓમાં ખુદના રાજકીય રોટલા શેકી લેવામાં વ્યસ્ત પડયો હતો. આવા રોટલોઓ બની બેઠેલા નેતાઓ પોતાના ઉલ્લુ સીધા કરવા માટે શેકતા રહ્યા, તયા સુધી તંત્રએ અને અધિકારીએ આપેલો સમય વીતી ગયો અને દબાણની કાર્યવાહી તત્રને હાથ ધરવી જ પડી. ખરેખર તો જરૂર હતી, કે આ અધિકારીશ્રીને મળી, આગેવાની લઈ, સાથે બધાય એક થઈ અને રૂબરૂમાં સમજાવવાની, વાત મુકવાની જરૂર હતી કે, સાહેબ આર્કેટના દબાણો હટાવવામાં આવે છે તે તો યોગ્ય જ છે, પરંતુ જે ઓટલા બનાવવામા આવ્યા છે તેના પાછળનું કારણને સમજવુ જોઈએ. વરસાદી પાણીના નાળાઓનો અહી નિકાલ નથી, હવે વરસાદની પેટર્ન પણ બદલાઈ ગઈ છે, એકધારો ખુબ વરસાદ પડે છે ત્યારે અહી પાણી ઘણુ બધુ ભરાઈ જતુ હોય છે, ગાડી પણ ડુબમાં જાય એટલુ પાણી ભરાતુ હોયછે.ઘુટણસમા પાણી ભરાઈ જવા પામતા હોય છે. દુકાનોમા પણ પાણી ભરાઈ જવા પામતા હતા એટલા માટે આ સમસ્યાઓનો નિરાકરણ લાવવા જ ઓટલા બનાવ્યા હતા, જો કોઈ વેપારી આગેવાન આ રીતે રજુઆત કરી હોત તો અધિકારીશ્રી તો માનવતાવાદી વલણ ધરાવનારા છે, ચોકકસથી દબાણ હટાવમાંવેપારીઓના હિતોને ઓછુ નુકસાન થાય તેવુ મોકળુ મન રાખી શકે તેવા છે. પરંતુ અફસોસ કે બનીબેઠેલા નટવરલાલ જેવા નેતાઓ, પોતાના જ ગજવા ગરમ કરવામા પડયા રહ્યા, વેપારીઓના હિતોને તેઓએ કોરાણે જ મુકી દીધુ, અને રજુઆત કરવાની તસ્દી જ ન લીધી.

............





 

Comments

COMMENT / REPLY FROM