કટારીયાથી ર.૪૪ લાખનો દારૂ ભરી જામનગર જતી કાર ઝડપાઈ
જોડીયા નજીક ટોલનાકા પાસેથી વિદેશી દારૂ, કાર સહિત ૭.૭૪ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ
ભુજ : ભચાઉ તાલુકાના કટારીયાથી દારૂ ભરી જામનગર પહોંચે તે પહેલા જામનગર જિલ્લા પોલીસે દારૂની હેરાફેરીનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. જિલ્લા
પોલીસ અધીક્ષક ડૉ. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચના મુજબ એલલસીબી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગેની વિગતો મુજબ એલસીબીના પીએસઆઈ સી.એમ.કાંટેલીયા અને પી.એન.મોરીની ટીમને મળેલી બાતમીના આધારે જામનગર-કચ્છ હાઇવે પર તારાણા ગામ નજીક ટોલનાકા પાસેથી કાર્યવાહી કરવામાં આવી. પોલીસે બ્રેઝા કાર જી.જે.૩૭ બી ૯૯૮૧ માંથી ૨૪૦૦ નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં મુસ્તાકભાઈ ખમુભાઈ સફીયા સંધી (રહે. ધુવાવ ગામ) અને સુનીલભાઈ જયસુખભાઈ મકવાણા (રહે. હાપા, જામનગર)નો સમાવેશ થાય છે. કુલ ૭.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂની બોટલો (૨.૬૪ લાખ), બે મોબાઇલ ફોન (૧૦,૦૦૦) અને બ્રેઝા કાર (૫ લાખ)નો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો સાહિલ મોદી અને સદામ ઉર્ફે મુનો સફીયા (બંને રહે. જામનગર) માટે લવાયો હતો. દારૂનો જથ્થો કચ્છના કટારીયા ગામ પાસેથી ભરવામાં આવ્યો હતો. પોલીસે આ બંને આરોપીઓ તેમજ દારૂ ભરી આપનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.

Comments