ગાંધીધામમાં મેગા ડિમોલિશનનો ધમધમાટ શરૂ : દબાણકારો તો હવે ગયા : ગુરવાણીની લાલઆંખ
મનપા કમિશ્નરશ્રીનો સપાટો
ગાંધીધામ શહેરમાં અલગ અલગ જગ્યાએ થયેલા દબાણોને નોટીસો ફટકારી, તેમની સુનાવણી યોજયા બાદ અપાયેલી મહેતલ પૂર્ણ થતા સ્વૈચ્છાએ ન દુર કરાયેલા દબાણો ખસેડવાની કામગીરીનો આજે સવારથી જ મહાનગરપાલીકાની ટીમ દ્વારા કરાયો આરંભ : ચાવલા ચોકમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દુર કરવાની શરૂ કરાઈ કાર્યવાહી : ૧૬૮ જેટલા દબાણો કરાયા છે તારાંકિત
વેપારીઓના બની બેઠેલા નેતા-ઠેકેદારની દુકાન પાસે દબાણો દુર કરવામાં આવ્યા ત્યારે બોર્ડ ન તોડાતો મચ્યો આંતરીક હોબાળો : જો આ બની બેઠલા નેતાની દુકાનનો બોર્ડ ન તુટે તો બાકીઓ વેપારીઓના બોર્ડ કેમ તોડાયા? હવે યા તો આ બની બેઠેલા નેતાની દુકાનનો પણ બોર્ડ તોડો અથવા તો પછી જેમના તોડી નાખ્યા છે તેમને ભરપાઈ કરી આપો, વળતર આપોની ઉઠી છે પ્રબળ માંગ..!
ગાંધીધામ : પૂર્વ્ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલમાં મહા નગરપાલીકાના કમિશ્નર પદે શ્રી મનિષ ગુરવાણીની નિયુકીત થયાની સાથે જ તેઓ એકશનમાં આવેલા છે. સરકાર અને પ્રજાજાનોના હિતાર્થે નીતી નિયમ અનુસારની માળખાગત સુવિધાઓ સંકુલને મળી રહે તે માટે કાર્યભાર સંભાળ્યાની સાથે જ તેઓએ ખુદ રોડ-રસ્તાઓ પર ઉતરી અને લોકો-વેપારીઓની સમસ્યાઓથી અવગત થયા હતા. તેઓએ સંકુલને સાફ-સુથરૂ અને સુંદર બનાવવાની નેમ વ્યકત કરી હતી તો શહેરમાં વકરી ગયેલા નાના-મોટા બધાય
દબાણોને દુર કરી અને ટ્રાફીકને હળવા કરવા તથા સાચા વેપારી-ધંધાર્થીઓની લાગણી- માંગણીને સંતોષવાની વાતને પણ તેઓએ પ્રાથમીકતા અર્પી હતી અને સંકુલમાં વકરી ગયેલા દબાણકારોને નિયમ અનુસારની નોટીસો પાઠવી દબાણો દુર કરવાની મહેતલ આપી હતી. આ અંગે શહેરના વેપારીઓની સાથે શુક્રવારે બેઠક યોજી અને નોટીસ બાદ તેઓની વાત સાંભળવા માટે સુનાવણીનું પણ આયોજન કરાયુ હતુ જેમાં મનપા કમીશ્નરશ્રીએ સ્પષ્ટ જ કહ્યુ હતુ કે, દબાણો સ્વૈચ્છાએ દુર કરો અથવા તો ૧પમી સપ્ટેમ્બર સોમવાર એટલે કે આજથી મનપા તંત્ર આ દબાણો પર બુલડોજર ફેરવવાની કામગીરી શરૂ કરી દે છે.
દરમ્યાન જ મળતી વિગતો અનુસાર ગાંધીધામ મનપાના કમિશ્નરશ્રી મનિષ ગુરવાણીના સીધા જ દીશા નિર્દેશો સાથે આજ રોજ સવારે ચાવલા ચોકમાથીથી આ પ્રકારના મેગા ડીમોલીશન એટલે કે દબાણો દુર કરવાના ધમધમાટનો આરંભ કરી દેવામા આવ્યો છે. આજ રોજ સવારના ચાવલા ચોક વિસ્તારની મહાનગરપાલીકાતંત્રની ટીમ દ્વારા આ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે. અહી મહાનગરપાલીકાના અધિકારીઓ, દબાણ દુર કરનારી ટુકડી સહિતનાઓ સ્થળ પર હાજરી રહી અને શહેર-સંકુલને નડતરરૂપ અતિક્રમણ એટલે કે ગેરકાયદેસર બાંધકામ કરેલા દબાણો દુર કરવાની કાર્યવાહીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. ૧૬૮ જેટલા દબાણો તારાંકિત કરવામા આવ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. દબાણ કામગીરીના પગલે ખોટી રીતે પેશકદમીઓ
કરી અને દબાણો કરી લેનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે તો છે અમુક સાચા વેપારીઓ છે તેમનામાં હાશકારાની લાગણી વર્તાતી જોવાઈ રહી છે. સંજય રામાનુજ ચીફ ઓફિસર,ગાયત્રી પ્રશાદ જોશી દબાણ
ઇન્સ્પેક્ટર લક્ષ્મણ મહેશ્વરી, જીતુ દેવરિયા, ઇલેક્ટ્રિક ુઙ્ઘની ટિમ
નગરપાલિકાની ય્ઙ્ઘટ્ઠ માંથી મનોજ ભાઈ ટીક્યાંની જોડાયા.
................
દબાણ હટાવ સમયે શ્રી ગુરવાણી ખુદ ખડેપગે રહ્યા હાજર
કમિશ્નરશ્રી ગુરવાણીએ દબાણ હટાવાની કામગીરી દરમ્યાન આખીય મેઈન બજાર પગપાળા ચાલીને કામગીરીની કરી સમીક્ષા
કમિશ્નરશ્રી મનિષ ગુરવાણી ખુદ દબાણ હટાવની કામગીરી વખતે સ્થળ પર રહ્યા હાજર. મેગા ડીમોલીશન સમાન ૧૬૮ જેટલા બિનઅધિકૃત દબાણો દુર કરવાની કાર્યવાહી વખતે ગાંધીધામ મનપાના કમીશ્રર મનીષ ગુરવાણી પણ સ્થળ પર પહોચી ગયા હતા અને તેમની ટીમને જરૂરી સચોટ માર્ગદર્શન આપી અને સરકારી હિતમાં આ કાર્યવાહીને પૂર્ણ કરાવી હતી.
............
ભરોસાની ભેંસ પાડા જ જણે, તે
નટવરલાલે પણ સાબીત કરી દેખાડયુ..!
દબાણો દુર નહી કરવા દંઉ, એમ કહી અને ભોળા-નિદોર્ષ અમુક વેપારીઓથી રપ૦૦ના ઉઘરાણા કરનાર નટવરલાલના લીધે અમુક વેપારીઓને બેવડો માર ખમવાનો આવ્યો વારો : રપ૦૦ તો ગયા જ ગયા, કમિશ્નરશ્રીએ કોઈની સાડા બારી રાખી જ નહી અને આજે ધડાધડ સરકાર હિતમાં દબાણો કરી દીધા દુર
દબાણો બાબતે તંત્ર સામે ખોટી ફાંકા ફોજદારી કરનારાના દબાણ પર જ પહેલા ફરી વળ્યું બુલડોજર : પોતાના દબાણો બચાવવા બીજા ભોળા લોકોને આગળ કરનારની દબાણો નહી તોડવા દઉની શેખી ખોટી ઠરી
દબાણો નહી હટવા દંઉની ૪ દિવસની ખોટી આગેવાની લઈને ફરનારા દબાણકર્તાનું જ દબાણ પહેલા તુટયું : આ કમિશ્નરશ્રી કોઈનું સાંભળે એમ નથી, તેવામાં બની બેઠલા આગેવાનોની તો પહેલી જ હવા કાઢશે, તેનો ધાક બેસાડતો દાખલો પણ થયો પુરવાર..!
ભોગગ્રસ્તો ચેતજો, હવે આ નટવરલાલની વાતોમા ન આવતા, હજુ પણ કેસ-કબાલાઓ કરાવવાના નામે પણ ૮-૧૦ હજારની રોકડી કરવાની કરી રહ્યો છે પેરવી :
કમિશ્નરશ્રી પણ તપાસ કરાવે કે આ નટવરલાલ કયો છે, જે દબાણો મુદ્દે તંત્રને ફરી ફરીને પડકાર ફેકવાની કરી રહ્યો છે પેરવી..!
ગાંધીધામ : પૂર્વ કચ્છનુ ગાંધીધામ શહેર સુંદર-સ્વચ્છ બને તે માટે મનપાની ટીમ મદાનમાં ઉતરી ચૂકી છે. ગંદકી, સફાઈ દુર કરવાની સાથે જ બિનઅધિકૃત દબાણો પણ હટાવાવમા આવી રહ્યા છે. મનપા કમિશ્નરશ્રીએ આગોતરી નોટીસો આપીને વેપારીઓની સાથે સુનાવણી યોજી અને આપેલી સુચના અનુસાર આજે જે બિનઅધિકૃત દબાણો છે તે તમામને દુર કરવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. કોઈ જ પ્રકારની કોઈની પણ સાડાબારી રાખવામાં આવી જ ન હોય તેમ અહી કાર્યવાહી તટસ્થ અને પારદર્શિ રીતે ચાલીરહી હોવાનુ સામે આવ્યુ છે.
તો બીજીતરફ દબાણહટાવની આ કામગીરીની વચ્ચે ઉઘરાણાખોર નટવરલાલ પર પણ ફિટકાર વરસતો હોવાનો ગણગણાટ સાંભળવા મળી ગયો હતો. આ નટવરલાલે કેટલાક નિદોર્ષ પાસેથી રપ૦૦નાઉઘરાણા કરી અને હું તમારા દબાણો હટવા જ નહી દઉની શેખીઓ મારી હતી. આ નટવરલાલની આંબાઆંબલીઓમાં ભોળવાઈ ગયેલાઓએ ગત રાત સુધી સ્વૈચ્છાએ દબાણો ન હટાવ્યા અને આજ રોજ તેઓના બિનઅધકિૃત બાંધકામોને બચાવવા આ નટવરલાલ કયાંક ન ડોકાતા સૌએ કહ્યુ હતુ કે, સાચી વાત છેપ્, આ રીતે ભરોસાની ભેંસ પાડા જ જણતી હોય છે, નટરવાલલ પર ખોટો ભરોસો રાખીને બઠા, દબાણો તો દુર થઈ ગયા, રપ૦૦ની રકમ આપી તે પણ ગઈ, નુકસાની વેઠવાનો આજે વારો ઓવ્યો તે તો લટકામાં..!

Comments