મુંદરા કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વોના કાળાધોળા : શૈનીજી લાલઆંખ કરે તો દેશવ્યાપી કૌભાંડ ખુલે
ભારતભરમાં ર૦૦૦ કરોડથી વધુના ભોપાળા આવશે બહાર
મુંદરામાં ા૦ કરોડનું એન્ટીડમ્પીંગ ડયુટીકાંડ : કસ્ટમના ભ્રષ્ટબાબુઓ વિના દાણચોરી અસંભવ!
મુંદરામાં મિસડીકલેરેશન કારો બેફામ : ડીઆરઆઈના દરોડા :રપ૦ કરોડનું કૌભાંડ ખુલ્યું : વધુ ખુલાસા થશે
ખાટલે મોટી ખોટ : કસ્ટમના અમુક ભ્રષ્ટ તત્વોની મીલીભગત ન હોય તો પછી આ કન્ટેઈનર મુંદરા બંદરથી બહાર નીકળ્યા જ કેવી રીતે? એન્ટી ડમ્પીંગ ડયુટી નાખેલી છે તે અહી સેવારત કસ્ટમના જવાબાદરોન શું ખબર ન હોય..? તેવુ બને ખરુ..? ન માત્ર મુંદરા બલ્કે દેશના અન્ય પોર્ટ પર પણ એજન્સીઓએ કરવી જોઈએ ઘનિષ્ઠ તપાસ અને આવા કન્સાઈનમેન્ટ કલીયર તો નથી થયાને તેની કરવી જોઈએ વેળાસર તપાસ
કચ્છ ઉપરાંત અમદાવાદ, અને બેંગ્લુરુમાં પણ ડીઆરઆઈ ત્રાટકી : ચીની હાઇડ્રોલિક બ્રેકર્સ મલેશિયાથી મુન્દ્રા આયાત કરવાનું ૨૫૦ કરોડનું કારનામું ઝડપાયું : વાંધા જનક દસ્તાવેજો પણ ઝપ્ત કરાયા
ગાંધીધામ : કચ્છમાં આવેલા બંદરો પર દાણચોર ટોળકી એક મુકીને બીજા મોડસ ઓપરેન્ડીથી સ્મગલીગના કારસ્તાનોને સતત વેગ આપી જ રહ્યા હોય તેમ અહી છુટાછવાયા કારનામાઓ ઝડપાવવા પામી જ રહ્યા છે. વર્તમાન સમયે મુંદરા કમીશ્નર તરીકે શ્રી નિતિન સૈની સેવારત રહેલા છે અને તેઓ કડક અધિકારીની છબી ધરાવી રહ્યા છે. હાલમાં કંડલાનો કમિશ્નર પદનો ચાર્ઝ પણ તેઓની પાસેથ રહેલા છે. દરમ્યાન જ મુંદરામાં એજન્સીને મળેલી બાતમી અનુસાર દરોડો પાડી અને એન્ટી ડમ્પીંગ ડયુટીના કરોડોના કૌભાંડનો ભાંડાફોળ કરી દીધો છે. ત્યારે અહી જાણકારો કહી રહ્યા છે કે આ પ્રકારના કૌભાંડોને અંજામ આપવામાં કસ્ટમના ભ્રષ્ટ કારસ્તાનીઓની દોવરણી, દોરીસંચાર, ભાગબટાઈ અને મીલીભગત વિના સંભવ જ ન બને.વાત કરીએ થયેલી કાર્યવાહીની તો રાજયના મુન્દ્રા પોર્ટ ઉપર મલેશિયાથી આપાત થયેલા પ૫થી વધુ હાઈડ્રોલિક બ્રેકર્સ એન્ડ
પાટ્ર્સની આયાત કરવાના કૌભાંડ ડીઆરઆઈએ ઝડપી પાડ્યું છે, જેમાં અંદાજે ૨૫૦ કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરીનું એક આખું રેકેટ ચાલતું હતું. સમગ્ર કેસની તપાસ દરમિયાન ડીઆરઆઈના અધિકારીઓએ ગાંધીધામ બેગ્લુરુ અને અમદાવાદના મણિનગરમાં દરોડાપાડીને મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે. હકીકતમાં તો તપાસ એ જ કરવી જોઈએ કે ,હાલમાં મણીનગરની માનસી ઈક્વિપમેન્ટના માલિકોએ બેંગ્લોરની પાર્ટી સાથે મળીને કેટલા કન્ટેનરો આયાત કર્યા અને કોને કોને વેચાણ કર્યા તેની તમામ વિગતો ભેગીકરાઈ છે. નજીકના દિવસોમાં અમદાવાદ, બેંગ્લુરુના બંને આયાતકારની ધરપકડ થવાની આશંકાઓ પણ પ્રબળ બની છે. જાણકારો કહી રહ્યા છે કે, મુંદરા કસ્ટક કમિશ્નર
શ્રી નિતિન શૈની કડક અધિકારીની છબી ધરાવી રહ્યા છે, આ પ્રકારના મલેશીયાથી દેખાડીને મુંદરાથી બહાર નીકળી ગયેલા કન્ટેઈનરો મામલે જો ઘનિષ્ઠ તપાસ કરાશે તો માત્ર મુન્દ્રા
પોર્ટ ઉપર જ નહીં મુંબઈ દિલ્હી બેંગલોર રાજસ્થાનના
વેપારીઓને પણ વેચાણ કરાયા હોવાની વિગતો બહાર આવી છે.અને દેશભરમાં ફેલાયેલા ર૦૦૦ કરોડથી વધુના મોટા કૌભાંડનો ખુલાસો થવા પામી શકે તેમ છે.
.............
આવા કીમીયાઓ કસ્ટમના ભ્રષ્ટ તત્વોને જ ખબર હોય..!
ગાંધીધામ : હાલમાં જે એન્ટી ડમ્પીંગ ડટુટીનું કારનામુ પકડાયુ છે તેમાં જાણકારો કહી રહ્યા છે કે, જૂન ૨૦૨૪ પછી હાઇ ડ્રોલિક બેકર્સ એન્ડ પાટ્ર્સની આયાત ભારતમાં કરવામાં આવે તો તેના ઉપર ૧૬૨ ટકા એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરાઈ છે. તેમ છતાં આપાતકારો કસ્ટમના અધિકારીઓ સાથે મિલીભગત કરીને કન્ટેનરો ક્લિયરન્સ કરતા હતા જેની ચોક્કસ બાતમી મળતા આ પ્રકારની સચોટ કાર્યવાહી હાથ ધરી છે. જો આવી એન્ટી ડમ્પીંગ ડયુટી હોવા છતા પણ કન્ટેઈનરો કલીયર થતા હોય તો તેઓ અર્થ છે કે કસ્ટમના ભ્રષ્ટ તત્વોનો તેમા ચોકકસથી દોરીસંચરા અને મીલીભગત રહેલી હોવી જ જોઈએ.
..........
ચીનથી આયાત કરાયા,દેખાડાયું મલેશિયાથી!
૧૦થી વધુ જેટલા કન્ટેઈનરોને મુંદરામાં હોલ્ડ પર રખાયા, વધુ છાનબીન હાથ ધરાઈ
ગાંધીધામ : જાણકારો કહી રહ્યા છે કે, જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં મલેશિયાથી કેટલા કન્ટેનરો આયાત કરાયા તેની વિગતો માંગીને અંદાજે ૧૦ થી વધારે કન્ટેનરો હાલ મુદ્રા પોર્ટ ઉપર અટકાવી દીધા છે હાઇડ્રોલિક એકર્સ એન્ડ પાટ્ર્સ ચાઇનામાં ઉત્પાદન થાય છે તેમ છતાં મલેશિયામાં ઉત્પાદન થતું હોવાનું બતાવીને મુન્દ્રા પોર્ટ ઉપર આયાત કરીને અંદાજે અઢીસો કરોડની એન્ટી ડમ્પિંગ ડ્યુટીની ચોરી કરાઈહોવાનુ ખુલ્યું છે. ચાઈનાની બનાવટ હોવા છતાં આ હાઇડ્રોલિક બેકર્સ અને પાટ્ર્સ મલેશિયામાં બનતા હોવાચી આયાત કરાયા છે.
................
ગાંધીધામમાં વેલ ગો લાઈન નોર્થ ઈન્ડીયા
પ્રા.લી.માં પણ તપાસ આદરાઈની ચર્ચા
ગાંધીધામ : એન્ટી ડમ્પીંગ ડયુટીમા ઘોટાળાઓને લઈને અમદાવાદ, બેંગ્લોર ઉપરાંત ગાંધીધામમાં પણ એજન્સીઓએ તપાસ હાથ ધરી હાવેાનુ ચર્ચાય છે. ડી.આર.આઈએ અમદાવાદમાં ગોપાલ કોમ્પ્લેક્સ મણિનગર ખાતે આવેલી માનસી ઈક્વિપમેન્ટ અને તેની સાથે સંકળાયેલા ગાંધીધામના વેલ ગો લાઈન નોર્થ ઇન્ડિયા પ્રા.લિ અને બેંગ્લોરના આયાતકારને ત્યાં દરોડા પાડયા છે.

Comments