Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના ભારતનગરમાં હનુમાન મંદિર પાસે જળબંબાકાર પાછળ કોણ કારણભુત? વરસાદીનાળું કોણે પુરાવી નાખ્યું.?

15 September

મનપાના જવાબદારો ધ્યાને ન લે..!


ભારતનગર જેવા વિશાળ વિસ્તારમાં આખેઆખુ વરસાદી નાળું જ પોતાના સ્વાર્થ કે મતલબથી પુરાઈ ગયુ હોવાની છે ચર્ચા : જેના લીધે વરસાદી પાણીનો કોઈ નિકાલ જ ન રહ્યો હોવાથી પાણી હનુમાનમંદીર પાસે ભરાઈ રહેતા તળાવની સર્જાય છે સ્થિતી : મનપાના દબાણ શાખાના કે અન્ય લાપરવાહોની બલિહારી ગણવી કે આ વિસ્તારના રહેવાસીઓની કમનશીબી?



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ શહેરની વસ્તી એકતરફ અને ભારતનગરની વસ્તી-વિસ્તાર બીજીતરફ. આ વિશાળ વિસ્તાર-વસ્તી ધરાવતા ભારતનગરમાં પાછલા અમુક સમયથી વરસાદમાં જળભરાવ કહો કે જળબંબાકાર તે શબ્દો કદાચ ટુંકા પડી જાય પરંતુ વરસાદમા ભારતનગર આખેઆખું બેટમાં જ ફેરવાઈ જતુ હોવાની જ ગંભીર સ્થિતી સર્જાઈ જવા પામતી હોય છે. આટલો મોટા વિસ્તારની પ્રજા જાણે કે વરસાદના સમયમાં રીતસરનીબાનમાં જ આવી જતી હોય તેવી દયનીય સ્થિતી બની જતી હોય છે. 
ગાંધીધામ શહેરને મનપાની ભેટ મળી જવા પામી છે તેમ છતા પણ ભારતનગર જેવા વિસ્તારોમાં આવા જળભરાવની સમસ્યાનો કાયમી ઉકેલ એકતરફ લાવી જ નથી શકાયો તો બીજીતરફ મન ફાવે તેમ મનસ્વી રીતે વરસાદી નાળાઓ પર દબાણો કરવા કે પછી આખેઆખા વરસાદી નાળાઓ જ દાબી દેવાની ઘટનાઓ પણ બનતી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. 
જાણકારો કહી રહ્યા છે કે, તાજેતરમાં જ ભારે વરસાદ વરસ્યો હતો તે વખતે ગાંધીધામના ભારતનગરમા હનુમાન મંદીર પાસેના વિસ્તારમાં કોઈ પાર્સલવાળાની દુકાન આવેલી છે તેની સામે જ વરસાદી પાણીના નિકાલનુ નાળુ-વહેણ રહેલુ છે, જયા સુધી તે ખુલલુ હતુ ત્યાથી સુધી પાણી બધુ જ અહીથી નીકળી જતુ હતુ પરંતુ એક યા બીજા કારણોસર આ વરસાદી નાણાને કોઈએ આખેઆખું દાબી દીધુ કે પુરી જ નાખ્યુ હોવાની સ્થિતી સર્જાઈ જવા પામી છે. જેના લીધે ભારતનગરમાં વરસાદી પાણી ફરીથી ભરાવવાની મોટી સમસ્યા સર્જાતી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે.
 ભોગગ્રસ્તો પુછી રહયા છે કે, આ વરસાદી નાળુ આખેઆખુ કોણે દાટી નાખ્યુ? તેના પર માટી કોણે ભરી નાખી? કેવા હેતુ સાથે આમ કરવામા આવ્યુ છે? કોને પુછવામા આવ્યુ છે? કોની મંજુરી લેવામા આવી છે? કોઈ એકાદની આ વૃતી અથવા તો પ્રવૃતીના લીધે આખાય ભારતનગર વિસ્તારમાં જળભરાવની સમસ્યા ફરીથી વકરી રહી છે? અન્ય કેટલા લોકોને હાલાકીનો સબબ વેઠવાનો વારો આવી રહ્યો છે?  આ બાબતે વેળાસર જ તપાસ કરવામા આવે અને જો વાત સાચી હોય તો આવુ કરનારાઓની સામે કડકમાં કડક રાહે કામગીરી કરવામા આવે અને તે નાળુ ત્‌ હોય તો તેને ખુલલુ કરવામાં આવે તેવી માંગ પ્રબુદ્ધવર્ગ કરી રહ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM