કચ્છભરમાં ખાખીના વહીવટથી ચકલા-પોપટનો જુગાર પુરબહારમાં : કઈક ખેલીઓ થયા બરબાદ
પૂર્વ-પશ્ચિમ કચ્છ એસપીશ્રી ગોર ફરમાવે
ભોગગ્રસ્તોના પરીવારજનો પોલીસને ફોન કરી અને નામ-ઠામ-સ્થળ-સમય બધુ જ આપે છે છતા ખાખીધારીઓને રેઈડ કરી આ અસામાજીક બદી બંધ કરાવાવમાં રસ ન હોય તે રીતે આખ આડા કાન કરી દે છે અથવા તો અમે દરેડો પાડી આવ્યા છીએ, સ્થળ પર કઈ જ મળતુ નથીના ઉડાઈ જવાબો આપી દેતા હોવાનો આ બદીથી બરબાદ થયેલાઓના પરીવારજનો ઠાલવી રહ્યા છે બળાપો.! : ચકલા પોપટવાળા તો કહેતા ફરે છે કે અમે
તો પોલીસમાં ટોચથી માંડી અને લાગતા વળતાગ બધાયને તગડા હપ્તા આપીએ છીએ, જયા જવુ હોય ત્યાં જાવ અમારો કોઈ વાળ પણ વાંકો નહી કરી શકે..!
ઓનલાઈન મોબાઈલ આઈડીથી ઉપરાંત નાની નાની હાટડીઓ અને દુકાનો ભાડે રાખીને ચકલા જુગારના હાટડાઓ બન્યા બેફામ : પોલીસતંત્રની ચુપકીદી અથવા તો સમ ખાવા પુરતો પણ આવા જુગાર પર કેસ ન કરવો બની રહ્યુ છે વધારે અકળાવનારૂં
ભુજ સમીપે માનકુવા પટ્ટામાં વથાણ ચોક આસપાસમાં જ ચકલા પોપટના મોટા મોટા પડ જમાવતો નરેન્દ્ર કોણ? આ નરેન્દ્રથી જ આઈડી લઈ અને કોઠારા પટ્ટામાં એન્ટ્રપ્રાઇજના નામે પાટીયાઓ ઝૂલાવી અને ચકલા પોપટના પડ મંડાવતો કિરણ?
ગાંધીધામ : એકતરફ કેન્દ્ર સરકાર ઓનલાઈન ગમીંંગને લઈને કડક કાયદાઓની અમલવારી કરાવી અને ડ્રીમ ઈલેવન જેવા કઈક અસામાજીક સડ્ડાઓને કાબુમાં કરવાના પ્રયાસ કરી રહી છે ત્યારે બીજીતરફ સરહદી કચ્છમાં ઓનલાઈન ગેમીંગના ભાગરૂપે જ ચકલા પોપટ જુગાર પાછલા બે-ચાર માસથી પુરજોશમાં ધમધમી ઉઠી હોવાની રાવ સામે આવવા પામી રહી છે. ગાંધીધામથી લઈઅને ભુજ-અબડાસા-માંડવી સુધી આ ચકલા પોપટ જુગારનો નેટવર્ક વકરી ચુકયો હોવાનુ ચર્ચાય છે અને તેમા કયાંક ને કયાંક ખાખીની મીઠીનજર રહેલી હોવાનુ પણ મનાય છે.
ભોગગ્રસ્તોમાથી બહાર આવતી ચર્ચાઓ અનુસાર ઓનલાઈન ચકલા પોપટનો જુગાર હાલમાં પાછલા બે માસથી કચ્છભરમાં પુરબહારમાં ખીલી ઉઠવા પામ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, બહારની કોઈ કંપની છે તેની પાસેથી ગાંધીધામના શખ્સોે મુળ લાઈન લીધેલી છે અને તેઓ પાસેથી આઈડી મેળવાઈ રહી છે. હાલમાં ભુજ પાસે માનકુવા શહેરમાં વથાણ ચોક જયા ગાયો બેઠી હોય છે ત્યા જ એક નાનકડી હાટડી-દુકાન જેવુ છે તેમાં બેસાડીને રૂબરૂમાં આ ચકલાપોપટનો જુગાર ખેલાવવામા આવી રહ્યો છે. આવો જ બીજો અડ્ડો કોઠારા પટ્ટામાં પણ શરૂ કરવામા આવ્યો હોવાનુ ચર્ચાય છે. જાણકારાો કહી રહ્યા છે કે, માનકુવામાં જે પોઈન્ટ ચાલે છે તે નરેન્દ્ર નામનો શખ્સ ચલાવી રહ્યો છે અને અહી રોજની લાખોની હાર-જીતના ખેલ તે કરીરહ્યો છે. મોબાઈલ એપ દ્વારા તથા રૂબરૂમાં આમ બન્ને રીતે આ ચકલા પોપટનો જુગાર રમાડાઈ રહ્યો હોવાનુ ચર્ચા છે. નરેન્દ્ર માનકુવામાં રમાડે છે તેની પાસેથી જ આઈડી મેળવી અને કીરણ નામનો શખ્સ કોઠારા પટ્ટામાં કોઈ એન્ટ્રપ્રાઇજના પાટીયાઓ ઝુલાી અને આ જ સડ્ડો વકરાવી રહ્યો હોવાનુ ચર્ચાય છે. અહી રોજ બરોજ મોટી રકમોના ખેલ પડાઈ રહ્યા છે અને કઈક લોકો બરબાદ થવા પામી રહ્યા હોવાની સ્થિતી પણ બનવા પામી રહી છે. જોવાની વાત એ છેકે , અહી જે લોકો જુગારના પડ ખલી રહ્યા છે તેઓ બરબાદીનાખપ્પરમાં હોમાઈ રહ્યા છે અને તેમના પરીવારજનો સબંધિત પોલીસ વિભાગ, હેલ્પલાઈન નંબર પર કે પોલીસ મથકે જાણ કરે છે તો તેઓની કોઈ વાત ધ્યાને નથી લેવાતી અને કહી દેવાયા છે કે અમે સ્થળ પર તપાસ કરી લીધી છે અને આવુ કંઈ જ ચાલતુ નથી. હકીકતમાં મોબાઈલ આઈડીથી અને દુકાનમાં એમ બન્ને રીતે આવા હાટડાઓ ઠેર ઠેર ચાલી રહ્યા છે. પરંતુ કયાંક ને કયાંક આવા જુગારના હાટડાઓને માટે ઉપરથી જ મોટા પ્રમાણમાં ખાખીના અમુક બની બેઠલા વહીવટદારો સાથે સેટીગ કરેલુ હોવાથી કોઈ જ પ્રકારની ધોષ બોલાવતી કાર્યવાહી અહી કરવામા આવતી નથી.
..................
ગાંધીધામના પ્રતિપાલથી જિલ્લાભરમાં લેવાય છે આઈડીઃ
ખાખીમાંથી કોની મંજુરી? કોને મળે છે લાખોનો હપ્તો?
કઈ કંપની આ પ્રકારના ચકલા પોપટના જુગારની પ્રતિપાલને આપી છે એજન્સી? આઈડી લેવા માટે ૬૦-૪૦નો રખાયો છે રેશીયો : ૧૦ હજારની બેલેન્સ ભરાવો તો ૬ હજાર ભરી આપે, ૪ હજાર પોઈન્ટ ચલાવનારે ભરવાના.! : પ્રતિપાલ સાથે એક ભુદેવ તરીકે ઓળખાતો શખ્સ પણ પાર્ટનરમાં હોવાની છે ચર્ચા
ગાંધીધામ : કચ્છમાં ફરીથી ચકલા પોપટનો જુગાર પુરબહારમાં ખેલી રહ્યો હોવાની ફરીયાદ સામે આવી રહી છે અને તેમાં જિલ્લાભરના પન્ટરો ગાંધીધામના પ્રતિપાલ પાસેથી આઈડી મેળવી રહ્યા હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, પ્રતિપાલ ઉપરથી કોઈ કંપનીથી લાઈન લઈને બેઠો છે અને તે પેટામાં બધાયને આઈડી આપે છે. પ્રતિપાલની સામે અન્ય એક ભુદેવ તરીકે ઓળખાતો શખ્સ પણ ભાગીદારીમાં હોવાનુ મનાય છે.આ બન્ને દ્વારા કચ્છ આખાયમાં આવા ચકલા પોપટના જુગાર ધમધમાવવા પેટે તગડા હપ્તા ઉચ્ચ કક્ષાએ આપવામા આવી રહ્યા હોવાથી તેમનો કોઈ જ વાળ પણ વાંકો નહી કરી શકે તેવી શેખી ખેલીઓ તથા આઈડી લઈ હાટડા ધમધમાવનારાઓને તેઓ કહેતા ફરે છે? જે રીતે પાછલા અમુક મહીનાઓથી આ બદી કચ્છમાં ઘર કરી ગઈ છે તે જોતા તો પ્રતિપાલની શેખી કયાંક સાચી પણ જણાઈ આવી રહી છે. કહેવાય છે કે પ્રતિપાલ પાસે કોઈ આઈડી લેવા જાય તો ૬૦-૪૦નો રેશીયો રાખેલો છે. તે અનુસાર બેલેન્સ ભરી આપે છે.
.............
આ રીતે ખેલીઓને ચકલા પોપટવાળા લુંટે છે!
મોબાઈલ પર આઈડી પણ મળી જાય, ઘરબેઠા રમી શકો, અથવા હાટડી પર આવે
ગાંધીધામ : ચકલા પોપટના જુગારને લઈને ચર્ચાઓ સામે આવવા પામી રહી છે. આ અસામાજીક બદીઓમાં કેવી રીતે ખેલીઓના ગજગા ન માત્ર ખાલી થઈ જાય છે બલ્કે તેઓની ઘર-મીલ્કતો પણ લુંટાઈ જઈરહી છે. જાણકારો કહે છે કે, ૧૧ રૂપીયાથી તમે તેની ટિકિટ ખરીદી શકો છે. આઠથી દસ જેટલા અલગ અલગ ચોગઠાઓ હોય તેમાંથી પસંદગી કરી અને તેના પર ૧૦ રૂપીયા લગાવવાના અને જો એ લાગે તો ૧૦ના સીધા ૧૦ રૂપીયા મળે. આવામાં જે ખેલીઓ રમાડતા હોય, એટલે કે સંચાલકો હોય તે નાની રકમોમાં ખેલનારે પ્રથમ બે-ચાર દાવ જીતાડી આપે, અને જેવો તે મોટો દાખ ખેલે તેમા તેની પસદગીનુ પત્તુ જ ન કાઢે અને તેને એકજાટકામા જ મોટી રકમમા ખંખેરી નાખે. આવી સ્થિતીએ હારેલો જુગારી બીજા બમણા જોરે રમે તેમ એ રમતો જાય અને હારતો પણ જવાની સ્થિતી સર્જાતી રહેતી હોય છે.

Comments