Trending News
સ્થાનિક સમાચાર

શેરબજારમાં રોકાણના નામે ભચાઉના યુવાન પાસેથી ૪.ર૦ લાખ પડાવી લેવાયા

14 September


ભચાઉ : જિલ્લામાં શેરબજાર અને વધુ વળતરના નામે ઠગાઈના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક યુવાન ભોગ બન્યો છે. જેમાં તેણે ૪.ર૦ લાખ ગુમાવ્યા છે.આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ મુળ બનાસકાંઠાના હાલે ભચાઉના ભવાનીપુરમાં રહેતા લાલાભાઈ શંકરભાઈ રાઠોડે જણાવ્યું કે, અલગ અલગ આરોપીઓ તેમને ફોન અને મેસેજ કરી વિશ્વાસ અપાવી શેરબજારમાં રોકાણ કરી વધુ નફાની લાલચ આપી હતી. વિશ્વાસ કેળવી ફરિયાદીના ખાતામાંથી ટુકડે ટુકડે કુલ્લ ૪.ર૦ લાખ પોતાના ખાતામાં જમાવી કરાવી લેવામાં આવ્યા હતા. પરંતુ હવે રૂપિયા પણ નથી મળ્યા અને વળતર પણ નથી મળ્યું જેથી ગુનો દાખલ કરાવ્યો હતો. અલગ અલગ મોબાઈલ નંબરથી વાત કરનારા રાઘવ પટેલ, રઘુ પટેલ, સાહીલ પટેલ, પ્રદીપ 
બ્રોકર, રાજવંત ચૌધરી તેમજ પેમેન્ટ સ્વીકારનારા યુપીઆઈ ધારકો અને બેંક ખાતાના ધારક સામે ભચાઉ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

 

Comments

COMMENT / REPLY FROM