Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં અકસ્માતોની વણઝાર : બેના મોત

14 September



બટીયા પુલ નીચે ટ્રેઈલરે બાઈકને ઉડાવતા શરીરના બે ટુકડા થયા : તુણા કંડલા બાયપાસ રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત

ગાંધીધામ : નો રોડ નો ટોલની ઝુંબેશ સાથે પૂર્વ કચ્છમાં ભારે વાહનોના પૈડા થંભી જતા અકસ્માતો પર બ્રેક લાગી હતી. જો કે ગતરોજથી ફરી યાતાયાત શરૂ થતા અકસ્માતનો સીલસીલો શરૂ થયો છે. અલગ અલગ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. 
આ બાબતે ભચાઉ પોલીસમાંથી મળતી વિગતો મુજબ ભચાઉના જુનાવાડામાં રહેતા મનસુખભાઈ વસ્તાભાઈ કોલીએ જણાવ્યું કે, તેમના કૌટુંબીક કાકા માનસંગભાઈ બટીયા પુલ નીચે નુરાની હોટલ સામે સર્વિસ રોડ પર પહોંચ્યા ત્યારે ટ્રેઈલર નંબર જી.જે. ૧ર બીવી ૧૩૬૩ ના ચાલકે પુરઝડપે આવી બાઈક નંબર જી.જે. ૧ર સીઈ ૧૬પ૬ ને ટક્કર મારતા માનસંગભાઈ ટ્રેઈલરના પાછળના જોટામાં આવી જતા શરીરના બે ટુકડા થયા હતા. અકસ્માત સર્જીને ચાલક ભાગી ગયો હતો. જેથી ભચાઉ પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.
આ તરફ તુણાથી કંડલા બાયપાસ રોડ પર વાસણનગર કોલોની સામે અકસ્માત થયો હતો. બી ડીવીઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ અયુબ હાસમ ગાધના જણાવ્યા પ્રમાણે બાઈક નંબર જી.જે. ૧ર  બીઈ ૬પર૯ ના ચાલકે પુરઝડપે બાઈક ચલાવી ફરિયાદીના ભાઈ ઈબ્રાહીમની બાઈક નંબર જી.જે. ૧ર. ડીકયુ ૩૦૧૪ સાથે ભટકાવી અકસ્માતમાં ઈબ્રાહીમને છાતીના ભાગે અને માથામાં ઈજાઓ થતા મોત થયું હતું. જે અંગે બી ડીવીઝન પોલીીસે તપાસ હાથ ધરી છે. 

 

Comments

COMMENT / REPLY FROM