Trending News
સ્થાનિક સમાચાર

લાખો માઈભક્તોને આવકારવા માતાનામઢ સજ્જ

14 September

વંદન વંદન આશાપુરા માતને... દેશ અને વિદેશમાં વિખ્યાત રે... કચ્છ દેશની દેવી 



આજે રવિવારે હજારો શ્રદ્ધાળુઓએ માતાજીને શીશ નમાવ્યું : ભુજથી નખત્રાણા, માતાનામઢના પદયાત્રી કેમ્પો સજ્જ : માતાનામઢે ઓધવરામ સેવા સમિતિનો ર૪ કલાક મેગા કેમ્પ ૧૮મી સપ્ટેમ્બરે ખુલ્લો મુકાશે : ગ્રામ પંચાયત દ્વારા પણ તૈયારી


નખત્રાણા : આદ્ય શક્તિની ઉપાસના અને આરાધનાનું મહા પર્વ અશ્વિની નવરાત્રીનો પ્રારંભ આગામી રરમી સપ્ટેમ્બરથી થવાનો છે, ત્યારે પરંપરા મુજબ ર૧મી સપ્ટેમ્બરની મોડી સાંજે ઘટ સ્થાપના વિધિ બાદ માતાનામઢે નવરાત્રી પર્વનો પ્રારંભ થશે.આજે રવિવારે આઠમના રોજ હજારો માઈ ભક્તોએ આશાપુરાને શીશ નમાવ્યું હતું. 
મેનેજર મયુરસિંહ જાડેજાએ ‘કચ્છ ઉદય’ સાથે વાતચીત કરતાં કહ્યું કે, આજે પથી ૭ હજાર ભાવિકો મહાપ્રસાદ લેશે તેવું અનુમાન છે. બીજીતરફ લાખો માઈભક્તોને આવકારવા માતાનામઢ સજ્જ છે. પદયાત્રીને કોઈ તકલીફ ન પડે તે માટે માતાનામઢ જાગીર ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા ઉભી કરાઈ છે. માતાનામઢ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ીપણ ઓધવરામ સેવા સમિતિ દ્વારા ચત્રભુજ કટારમલ કનૈયાલાલ તથા કુણાલ કટારિયા અને જાગીર શાખાના ટ્રસ્ટીઓ રાજાબાવા યોગેન્દ્રસિંહના નેજા હેઠળ વિનોદભાઈ સોલંકી, ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર સહિત સેવકો તડામાર તૈયારીઓમાં જોડાયા છે. ર૪ કલાક કાર્યક્રમ આ કેમ્પ માતાનામઢ નીજ મંદિર પાસે ૧૮-૯ના ખુલ્લો મુકાશે તેમાં ભાવિકોને માટે મનભાવતા મહાપ્રસદાનું ભોજન, લાડુ, મોહનથાળ, બુંદી, ગાંઠિયા, શીરો, ફુલવાડી, ભજીયા સહિતની વાનગી પીરસાશે. બિદડાના ગોર મહારાજ રસોડાની સેવા આપશે. આ કેમ્પમાં મેડિકલ, દવા, ચા- પાણી, આરામ સહિતની સેવા ઉપલબ્ધ કરાશે. રસોડાનો અનાજ, તેલ, ઘી, મરચા સહિતનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવશે. ઉપરાંત ચાચર ચોક ખાતે રાસ ગરબાની રમઝટ જામશે તેવુ પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું. નવરાત્રી મહોત્સવને આખરીઓપ અપાઈ રહ્યો છે. 



...................


માતાનામઢ જાગીર સંચાલિત મેઘા કેમ્પ ૧૮મીએ ખુલ્લો મુકાશે 

નખત્રાણા : માતાનામઢથી એક કિ.મી.ના અંતરે ર૦૦૭થી શરૂ થયેલા માતાનામઢ જાગીર સંચાલિત મેઘા કેમ્પ ૧૮-૯ના માતાનામઢ જાગીર અધ્યક્ષા રાજાબાવા યોગેન્દ્રસિંહજી ખુલ્લુ મુકાશે. આ કેમ્પમાં ૪૦ બાથરૂમ ઉભા કરાયા છે. ર૪ કલાક કાર્યરત પદયાત્રી કેમ્પમાં ન્હાવા, ધોવા, આરામ, ભોજન, મેડિકલ સહિતની સુવિધા ઉભી કરાઈ છે. માતાનામઢ જાગીર અધ્યક્ષ તથા ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો પદયાત્રી કેમ્પમાં સેવા આપી રહ્યા છે. બીજીતરફ ભુજથી નખત્રાણા અને માતાનામઢ સુધી પદયાત્રી કેમ્પોનો પ્રારંભ થઈ રહ્યો છે. આ લખાય છે ત્યારે વાગડથી ભુજ સુધી તો ભુજથી નખત્રાણા વચ્ચે નાના મોટા પદયાત્રી કેમ્પોની કામગીરી શરૂ કરાઈ છે. શ્રાદ્ધ પૂર્વે જ લાખો માથા મા આશાપુરાના ચરણે નમે તેવી વકી છે. 



......................


માતાનામઢ ગ્રામ પંચાયત દ્વારા પ્લોટ વિતરણ સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ 

નખત્રાણા : નવરાત્રી મહોત્સવને લઈ માતાનામઢ ગ્રામ પંચાયત દ્વારા પ્લોટ ફાળવણી સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સરપંચ કાસમભાઈ કુંભારે ‘કચ્છ ઉદય’ને આપેલી માહિતીમાં કહ્યું કે, ગ્રામ પંચાયત દ્વારા ખાણીપીણી, પ્રસાદ, ચા, પાણી, રમકડા, કટલેરી સહિતના વેપારીઓને ૧૭૦ જેટલા પ્લોટ ફાળવાશે. ધંધાર્થીઓને વહિવટીતંત્રના નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. હાલે સીસી રોડ સહિતની કામગીરી પૂર્ણ થઈ છે. ઝાડી કટીંગ, સફાઈ વગેરે ચાલુમાં છે. રોડ લાઈટ, પાણીની સુવિધા અપાશે. હિતેશભાઈ મહેશ્વરી, રામજીભાઈ બ્રાભણિયા, પ્રવિણદાન ગઢવી સહિત ગ્રામ પંચાયતની ટીમ સતત કામે લાગી છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ ઉપરાંત સ્વયંસેવકો પણ ફરજ બજાવશે. 



 

Comments

COMMENT / REPLY FROM