Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં ૮૧૩૬ કેસોનો નિકાલ આવ્યો 

13 September



ભુજ : કચ્છની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત સફળતા પૂર્વક યોજવામાં આવી હતી. લોક અદાલતમાં કુલ ૩૩૮૮ પ્રી-લીટીગેશન કેસો, સમાધાન લાયક કુલ ૯૬૯ કેસો અને સ્પેશીયલ મેજીસ્ટ્રીયલ સીટીંગમાં કુલ ૩૭૭૯ કેસો, એમ કુલ ૮૧૩૬નો નિકાલ કરવામાં આવ્યો અનેકુલ ૨૪.૧૭ કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા. 
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયધીશ મહિડા દિલીપ પી.ની રાહબરી હેઠળ કચ્છના તમામ તાલુકાઓમાં તથા ફેમીલી કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત સફળતા પૂર્વક યોજવામાં આવી હતી. લોક અદાલતને સફળ બનાવવામાં જિલ્લાના ન્યાયાધીશઓ દ્વારા લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ, વાહન અકસ્માત વળતરના કેસો તથા અન્ય સમાધાન લાયક કેસોમાં અગાઉથી જ સમાધાનની પ્રક્રિયા હાથ ધરી અને કેસોના નિકાલની કાર્યવાહીઓ કરવામાં આવી હતી. આ તબક્કે લોક અદાલતની સફળતા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને જજ બી. એમ. પ્રજાપતીનાઓએ ન્યાયાલયના કર્મચારીઓ, તમામ સ્ટેક હોલ્ડર્સનો તથા વકીલોનો આભાર વ્યક્ત કરેલ છે.
---

Comments

COMMENT / REPLY FROM