Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના દબાણકારો સામે મનપા તંત્ર એકશનમાં : સ્વૈચ્છાએ દુર કરો, નહી તો સોમવારથી બુલડોજર ફરશે

13 September



ગાંધીધામ મનપાતંત્રએ દબાણકાર વેપારીઓ સાથે યોજી બેઠક : સુનાવણી દરમ્યાન વેપારીઓની મુદતની માંગ ફગાવાઈ : મોટું ઓપેરશન હાથ ધરાવવાની તૈયારી : કેટલાક વેપારીઓ સ્વેચ્છાએ દબાણ હટાવવા દર્શાવી તૈયારી

દબાણ હટાવની મેગા ઝુંબેશ શરૂ થવાના એંધાણથી અમુક સાચા વેપારીઓમાં ફેલાઈ છે ખુશી : દબાણો હટી જવાથી તેઓની અંદર જતી રહેલી દુકાનો પણ થશે ખુલી



ગાંધીધામ :ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ મનપાને કમિશ્નર પદે શ્રી મનીષ ગુરવાણી મળવા પામ્યા છે અને તેઓએ કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી જ શહેર-સંકુલની સુખાકારી માટે એકશનમાં જ રહેલા જોવાય છે. સંકુલમાં વકરી ગયેલી દબાણોની સમસ્યાને દુર કરવાની દીશામાં પણ શ્રી ગુરવાણીએ નિયમ આધારીત કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેઓએ દબાણકારોને નોટીસો આપી હતી જે બાદ આવા વેપારીઓ-દબાણકારોને સાંભળવા માટે સુનાવણીનું પણ આયોજન કરવામા આવ્યુ હતુ. અહી થયેલી બેઠકના ચર્ચા પરામર્શ બાદવેપારીઓ દ્વારા દબાણો દુર કરવાને માટે મહેતલ -મુદત માંગવામા આવી હતી પરંતુ મનપા તંત્ર સરકાર અને પ્રજાજનોના હિતાર્થે આવી કોઈ જ મુદત આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને સ્વૈચ્છાએ દબાણો દુર કરવાની તાકીદ કરી હતી જો એમ નહી થાય તો આગામી સોમવારથી મનપાતંત્ર બુલડોજર ફેરવી નાખશે.ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિભાથી લઈને સંત કંવરરામ ચોક સુધીના દુકાનદારોને ફેબ્રુઆરી-૨૦૨૫માં જ દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ પછી પણ દબાણ યથાવત્‌ રહેતા ગઈકાલે સુનાવણી યોજાઈ હતી.
સુનાવણી દરમિયાન વેપારીઓએ મુદત 
આપવા માટે વિનંતી કરી હતી, પરંતુ મહાનગરપાલિકાએ આ માગણી નકારી કાઢી હતી. નાયબ કમિશનર સંજય રામાનુજ તથા એસ્ટેટ વિભાગના ગાયત્રી પ્રસાદ જોશી દ્વારા વેપારીઓની રજૂઆતો સાંભળવામાં આવી હતી. ત્યારબાદ કમિશનર મનીષ ગુરવાણી સાથે વેપારીઓએ મુલાકાત કરી હતી, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શહેરના હિતમાં દબાણ દૂર કરાશે જ. સાથે જ વેપારીઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કરવા આગળ આવવું જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી.
મહાનગરપાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ, સોમવારથી મોટા પાયા પર દબાણ દૂર કરવાના ઓપરેશનની શરૂઆત કરવામાં આવશે. ખાસ કરીને લારી-ગલ્લાં સહિતના અનધિકૃત દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરાશે.
ગાંધીધામ અને 
આદિપુર વિસ્તારમાં વારંવાર દબાણને લઈને પ્રશ્નો ઊભા થતાં રહે છે. અગાઉ પણ રજૂઆતો પછી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ દબાણ ફરીથી ઉભું થઈ જતાં સમસ્યા યથાવત્‌ રહેતી હતી. હવે મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં લઈને દબાણ મુક્ત શહેર બનાવવા માટે મકકમતા સાથે કાર્યવાહી કરવાનુ મન બનાવી ચુકી હોવાનુ સામે આવવા પામતુ જોવાઈ રહ્યુ છે. 



..........


શ્રી ગુરવાણી કરી શકયા, તો અગાઉના મોટાપેટવાળા
અધિકારી કોની લાજનો કાઢતા હતા ધૂમટો!



ગાંધીધામ : પૂર્વ કચ્છનું ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલ પાછલા અમુક સમયથી વહીવટીતંત્રની ઈશ્છાશકિતના અભાવના લીધે વિવીધ સમ્યાઓની પીડાઓથી સતત ત્રસ્ત બનેલુ હતુ. હવે જયારે શ્રી ગુરવાણી અહી કાર્યરત થયા છે તો ધડાધડ કામગીરીઓ થવાપામી રહી છે. એ પછી સફાઈ હોય કે દબાણો દુર કરવાનો વિષય. ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે, શ્રી ગુરવાણી જો આ રીતે કાર્યવાહી કરી શકે છે તો અગાઉના મોટાપેટવાળા નગરપાલીકાના બની બેઠેલા અધિકારીઓ કેમ ન હોતા કરતા? તેમને કોની લાજનો ધુમટો નડતો હતો?


...................



કમિશ્નરશ્રી કરાવે તપાસ : દબાણ હટાવની લડત પેટે રપ૦૦ રૂપીયા ઉઘરાવનાર નટરવાલ કોણ?


ગાંધીધામ : સંકુલના ભોળા વેપારીઓને સાચી ખોટી આંબાઆંબલી દેખાડી અને લડતો છેડવાનાનામે પોતાના ગજવા ભરતો રહેતો નટવરલાલ સંકુલમાં ભારે ચર્ચામાં આવતો રહેતો હોય છે. હાલમાં નવા કમીશ્નરશ્રી આવ્યા છે અને દબાણો સહિતને તેઓ સરકાર અને પ્રજાના હિતમાં દુર કરીને જ રહેવાના છે તેવા સમયે પણ દબાણ હટાવવાની સામે લડતના નામ રૂપે નાટક રચી અને વેપારીઓથી રપ૦૦ રૂપીયાના ઉઘરાણા કરનાર નટવરલાલ કોણ છે? તે બાબતે પણ કમીશ્નરશ્રીએ તપાસ કરવી જોઈએ. તપાસ કરીને જો ગાંધીધામ સંકુલમાં આ નટવરલાલ ઉઘરાણા કરતો હોવાની વાત સાચી જણાય તો ગેરકાયદેસર ઉઘરાણા કરવા બદલ તેની સામે ફોજદારી કરાવી જોઈએ. જેથી ગરીબ માણસો ફસાય નહી. આવા નટરવાલાલને ખુલ્લા પાડવા જોઈએ. આવા લેભાગુતો તક જોઈ અને પોતાની ઉઘરાણા કરવાની દુકાન ખોલીને બેસી જ જતા હોય છે. અને નિદોર્ષ લોકોને ખોટે ખોટા ફસાવી દેતા હોય છે. એટલે આવા બની બેઠેલા નટવરલાલ પર કડકમાં કડક પગલા લેવા જ જોઈએ તેવી માંગ ભોગગ્રસ્તો કરી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM