Trending News
સ્થાનિક સમાચાર

ગુનાહિત કૃત્યો આચરનારાઓની હિમંત તો જુઓ : ગાંધીધામના તેલચોર કિશોરે પોત પ્રકાશ્યું : ચીટનીશનો ડમી પત્ર બનાવી લીધો!

13 September



ચિટનીસ ટુ કલેકટરનું બનાવટી પત્ર મામલતદારમાં રજૂ કરાતાં કીશોર વાલજી સામે થઈ ફરિયાદ : સુગારિયાનો જમીન વધારો નિયમિત કરવા કૃત્ય કરાયું


આ તો નાયબ મામલતદારની જાગૃતીને અભિનંદન છે કે તેઓએ જોયુ કે,કલેક્ટર કચેરીમાં તપાસ કરાતાં આ પત્ર હજુ તો સહીમાં હોવાનું બહાર આવ્યું હતું અને પત્ર બોગસ રજુ થયાનો વધુ તપાસ બાદ ખુલતા થઈ ફરીયાદ



ગાંધીધામ : અંજાર તાલકુાના સુગારિયા ગામની સીમમાં આવેલી જમીનનો માપણી વધારો નિયમિત થવા અંગે ચિટનીસ ટુ ધી ક્લેક્ટર ભુજનો બનાવટી પત્ર બનાવી તેને સાચા તરીકે મામલતદાર કચેરીમાં રજૂ કરાતાં જમીન માલિક સામે ગુનો નોધવામા આવ્યો છે. ગાંધીધામના અપના નગરમાં રહેનાર આરોપી કિશોર વાલજી અંજાર તાલુકાના સુગારિયાની સીમમાં જમીન ધરાવે છે, જે જમીનનો માપણી વધારો નિયમિત થવા અંગે અંજાર મામલતદાર કચેરીમાં આરોપીએ ચિટનીસ ટુ ધી ક્લેક્ટર ભુજનો પત્ર રજૂ કર્યો હતો અને આ પત્રના આધારે આ અંગેના ચલણમાં સહી-સિક્કા કરાવી આપવા રજૂઆત કરી હતી, જેમાં ચલણ રેવેન્યૂ તલાટીએ રજિસ્ટરમાં નંબર નોંધ્યા હતા અને નાયબ મામલતદાર રાજેશ બાદમાં આરોપીએ બેંકના સહી સિક્કાવાળા ચલણની નકલ રજૂ કરી હતી. બાદમાં પેટા તીજોરી કચેરીથી ચલણ ભર્યા અંગેનો પત્ર અહેવાલ મામલતદાર કચેરીમાં આરોપીએ રજૂ કરેલ ચિટનીસ ટુ પહોંચ્યો હતો. દરમ્યાન ક્લેક્ટરવાળા પત્રમાં ચિટનીસની સહી ન હોવાનું નાયબ મામલતદારના ધ્યાને આવ્યું હતું. કલેક્ટર કચેરીમાં તપાસ કરાતાં આ પત્ર હજુ તો સહીમાં હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં પંચાયત ચૂંટણી, દાખલા, ચોમાસાની કામગીરી દરમ્યાન આ પ્રકરણ બાજુએ રહ્યું હતું. આટલા લાંબા સમય બાદ ક્લેકટર કચેરી કે અરજદાર દ્વારા સહીવાળો પત્ર મામલતદાર કરાયેલ પત્ર શંકાસ્પદ કચેરીમાં ન પહોંચતાં આ રજૂ બનાવટી જણાયો હતો. દરમ્યાન બનાવટી પત્રના આ પ્રકરણમાં મામલતદાર ભગવતીબેન ચાવડાએ વિરેન્દ્રકુમાર ગાંધીધામના કિશોર ગુનો નોંધાવ્યો હતો જેની સામે આજે અંજાર પોલીસ મથકે આગળની તપાસ 
પોલીસે હાથ ધરી છે.આ તબક્કે જાણકારો કહી રહ્યા છે કે, ગુનાહિત કૃત્યો આચરનારા
ઓની હિમત તો જુઓ તેઓ કેટલા ફાટીને ફુલકે ચડી ગયા છે. ચીટનીશ ટુ કલેકટરનો પણ ડમી પત્ર બનાવતા અટકયા નથી? કેટલાકતો વળી એમ પણ કહી રહ્યા છે કે, આ પ્રકરણને અંજામ આપનાર તેલચોરીમં પણ કુખ્યાત રહી ચૂકયા છે. જો કડક તપાસ હાથ ધરવામા આવશે તો એ બાબતે પણ ખુલાસા થઈ શકે છે તેવી પણ વકી સેવાઈ રહી છે.

Comments

COMMENT / REPLY FROM