Trending News
સ્થાનિક સમાચાર

છે..ને.ચમત્કારને જ નમસ્કાર! નો-રોડ-નો ટોલના કચ્છના ટ્રાન્સપોર્ટર-ચેમ્બર ઓફ કોમર્સની સંયુકત લડતની અસર : કલેકટરશ્રીએ યોજી બેઠક : ૩ દિવસ ટોલ વસુલાત માફીની ઘોષણા

13 September

ટ્રાન્સપોર્ટર એકતા જીંદાબાદના નારાથી સામખીયાળી ટોલ નાકું ગુંજી ઉઠયું



કચ્છ કલેકટરશ્રી ડો. આનંદ પટેલ, એસપીશ્રી સાગર બાગમાર તથા નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓએ આજે સવારે યોજી સંયુકત બેઠક : ૩ દિવસમાં માર્ગમાં તમામ ખાડાઓ પુરી દેવા અને
 આગામી ૧પ દીવસમાં રસ્તાઓ ચુસ્ત-દુરસ્ત કરી દેવાની બાંહેધરી બાદ ટ્રાન્સપોર્ટરોએ હડતાળ સંપન્ન કરી, સામખીયાળી ટોલનાકા પરથી વાહનોની અવર-જવર થઈ શરૂ : કચ્છ ઓલ ટ્રાન્સપોર્ટર એસો.ના આગેવાનોએ હડતાલ સંપન્ન કર્યાની કરી જાહેરાત : ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુંજે પણ ગુજરાત સરકાર સહિત સૌનો વ્યકત કર્યો આભાર


ગાંધીધામ : કચ્છમાથી અંદાજીત વાર્ષિક બે કરોડથી વધુની ટોલની વસુલાત નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા કરવામા આવી રહી છે તે ઉપરાંત પણ રસ્તાઓ ખખડધજ, ઠેર ઠેર ખાડાઓ, જેના લીધે વધતા જીવલેણ અકસ્માતો ઉપરાંત વાહનોને નુકસાન અને ઈંધણનો બગાડ સહિતના અનેકવિધ પ્રશ્નો લાંબા સમયથી કચ્છના ટ્રાન્સપોર્ટરોને સતાવતા હત.ા પાછલા એકાદ માસથી આ બાબતે રજુઆતો કરવામાં આવતી હતી, ઉપરાંત પણ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા કોઈ જ પ્રકારની દાદ આપવામં આવતી ન હોય અને પાડા પર પાણી રેડાતુ હોય તેમ ટ્રાન્સપોર્ટરની કોઈ માંગણી-લાગણી સાંભળવામા આવતી ન હતી. અને નાછુટકે પાછલા પંદરેક દીવસથી કચ્છના ઓલ ટ્રાન્સપોર્ટ સંગઠન એટલે કે વિવિધ ટ્રાન્સપોર્ટરો એક છત નીચે આવી અને નેશનલ હાઈવે ઓથોરીટી સામે નો રોડ નો ટોલની ઝુંબેશ હાથ ધરી હતી જેમાં ગઈકાલથી સામખીયાળી ટોલ નાકે અગાઉથી અપાયેલી ચીમકી અનુસાર ચક્કાજામ કરવામાં આવ્યા હતા જેની મોટી અસર ઠેર ઠેર પડવા પામી ગઈ હતી. દરમ્યાન જ આ બાબતે ગુજરાત સરકાર, નેશનલ હાઈવે ઓથોરીટીના ગાંધીનગર સ્થિત અધિકારીશ્રીઓ તથા કચ્છ કલેકટરશ્રી અને એસપીશ્રીઓની ગત રોજ તથા આજ રાજે સવારે સામખીયાળી ટોલ નાકે બધબારણે મહત્વપૂર્ણ બેઠક યોજવામા આવી હતી જે બેઠકમાં થયેલ ચર્ચા પરામર્શ પછી જણાવાયુ છે કે, આગામી ૩ દીવસમાં કચ્છમાં કાર્યરત ચાર ટોલનાકાઓ પરના રસ્તાઓ રીપેર કરી દેવામા આવશે અને  આ ત્રણ દીવસ સુધી ટોલ માફીની જાહેરાત કરવામા આવી રહી છે. આ પ્રકારની જાહેરાત થવાની સાથે જ ટ્રાન્સપોર્ટ એકતા જીંદાબાદના નારાથી સામખીયાળી ટોલનાકુ ગુંજી ઉઠયુ હતુ. 
આ તબક્કે કન્ટેઈનર ટ્રાન્સપોર્ટર એસોના આગેવાનશ્રિએ સૌ સૌ ટ્રાન્સપોર્ટરને સંબોધન કરતા કહ્યુ હતુ કે, રોડ-રસ્તા મામલે ૩૬ કલાકથી જેઓ હડતાલને સહકાર આપી રહ્યા છે તે બધાયને અભિનંદન આપું છુ. નો રોટ રો ટોલની ઝુંબેશ ગત ૧પ દીવસથી આપણે ચલાવી રહ્યા છીએ, આ લડત એક મંચ પર અને એક બેનર નીચે તમામ ટ્રાન્સપોર્ટર આવ્યા તેબદલ પણ સૌ પ્રત્યે તેઓએ આભારની લાગણી દર્શાવી હતી.ગત રોજથી સામખીયાળી ટોલ નાકા પર આ લડત શરૂ કરી હતી, પોલીસ પ્રશાસન-રાજય સરકાર પણ આ લડતમાં મદદરૂપ હતા. ગત રોજ રાત્રીના દસ વાગ્યે કલેકટરશ્રી, એસપીશ્રિઓ અને નેશનલ હાઈવે ઓથોરીટીના ગાંધીનગર સ્થિતી અધિકારીઓ પણ કચ્છ દોડી આવ્યા, અહી આ બાબતે બેઠક થઈ  અને આજ રોજ પણ બેઠક થઈ અને નો રોટ નો ટોલની વાત પ્રશાસન-નેશનલ હાઈવે માની લીધી હોવાનુ તેઓએ કહ્યુ હતુ. તેમણે કહ્યુ કે નેશનલ હાઈવેના જે ચાર ટોલ કચ્છમાં આવે છે તેમાં ત્રણ દીવસ ફ્રી ટોલ કરીને આપ્યા છે. આ ટોલનાકાના રસ્તાઓને મેન્ટેન્નસ કરવામા આવશે, ત્રણ દીવસ કોઈએ એક પૈસો પણ ટોલ પેટે આપવાનો નથી. શ્રીજાડેજાએ આ બાબતે ગુજરાત સરકાર પ્રત્યે પણ આભાર વ્યકત કર્યો હતો.આગામી સોમવાર રાત્રીના ૧ર વાગ્યા સુધી ટોલ ફ્રી ગાડીઓ ચલાવવાની છે. ગાધીધામ ચેમ્બર ઓફ કોમર્સનો પણ આ તબક્કેથી ટ્રાન્સપોર્ટર દ્વારા આભાર વ્યકત કરવામા આવ્યો હતો.


...................


જિલ્લાના ઉજજવળ ભવિષ્ય માટે લીધો અભુતપૂર્વ નિર્ણય

કચ્છ કલેકટરની સમયસુચકતા સરાહનીય :
મધ્યસ્થીપૂર્વક નિર્ણયથી મોટો હાશ..કારો..!


૩ જ દીવસમાં યુદ્ધના સ્તર પર રસ્તાઓના સમારકામ શરૂ કરવાની નેશનલ હાઈવે ઓથોરીટીને આપી કડક સુચના : તો ૭ર કલાક સુધી એનએચઆઈના ચાર ટોલનાકાને કર્યા ટોલ ફ્રી


તમામ ટ્રાન્સપોર્ટર, કૃમચારીઓ, ટ્રકમાલીકો, પરિવહન સંધો તથા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડીસટ્રીઝની એકતાપૂર્વકની રજુઆત-માંગણી-લાગણીને સમજી બેઠક યોજી અને હડતાળનુ કરાવ્યુ સુખદ સમાધાન : કોર કમિટીનું કરાયું ગઠન : રોડ-રસ્તાઓના કામોની થશે સમીક્ષા



ગાંધીધામ : કચ્છના કલેકટરશ્રી ડો. આનંદ પટેલની સુઝબુજભરી કાઠાસુજ સાથેની સમયસુચકતા ફરથી ઝળકવા પામી રહી છે. કચ્છમાં નો રોટ નો ટોલની યોગ્ય અને ઉચિત ઉગ્ર લડત ટ્રાન્સપોર્ટસ દ્વારા હાથ ધરવામા આવી હતી. આ લડતનો સુદખ અંત આજ રોજ કચ્છ કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમં મળવા પામી હતી.
આજરોજ કલેકટર કચ્છ આનંદ પટેલ દ્વારા ઉજજવળ ભવિષ્યની દીશામાં અભુતપૂર્વ નિર્ણય લેવામા આવ્યો છે. માન.કલકેટર તથા પુલીસ અધિક્ષક દ્વારા કોર કમીટીનું ગઠન કરવામા આવ્યુ છે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓને પણ કડક સુચના આપવામા આવી છે. આગામી ત્રણ દીવસમાં યુદ્ધના ધોરણે રસ્તાઓ રીેપેર કરવામા આવે અને તે દરમ્યાન કચ્છમાં આવેલા ચાર ટોલનાકાઓ સામખીયાળી, મોખા, માખેલ, સુરજબારીને આગામી ૭ર કલાક સુધી ફ્રી કરાવ્યા છે. તમામ ટ્રક ડ્રાઈવરો, કર્મચારીઓ, ટ્રકમાલિકો, ટ્રાન્સપોર્ટરા તથા તમામ પરિવહન સંધોની સાથે ઉત્પ્રેરકની ભુમીકામાં રહેલ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સૌ કોઈની વાત-લાગણી-માગણીને કચ્છ કલેકટરશ્રીએ બરાબર સમજી બધાયને સાથે રાખી, બધાયની વાત આજ રોજ સાંભળી અને આ હડતાળનુ સુખદ અંત કરાવ્યો છે.


....................


નો-રોડ-નો ટોલ મુદે ગત મોડીરાતે પણ


ગાંધીધામ : નો રોડ નો ટોલની લડતનો મધ્યસ્થીભર્યો માર્ગ અપનાવાની દીશામાં ગત રોજ મોડી રાતે પણ તંત્ર-પ્રશાસન-એનએચએઆઈ સહિતનાઓ એકશનમાં આવી ગયા હતા. ગઈ કાલે રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યાથી ૧ઃ૩૦ વાગ્યા દરમિયાન કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, નેશનલ હાઇવેના યાદવ સાહેબ (ગુજરાત હેડ) તથા ટ્રાન્સપોર્ટ પ્રતિનિધિઓની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં મહેશ પુંજ - ગાંધીધામ ચેમ્બર પ્રમુખ, મહેશ તીર્થની - ગાંધીધામ ચેમ્બર મંત્રી, શિવજી આહીર - કચ્છ ડિસ્ટ્રીક ડમ્પર એસોસિએશન પ્રમુખ,સામજી આહીર - ટેન્કર એસોસિએશન પ્રમુખ,ભગીરથ સિંહ - કન્ટેનર એસોસિએશન મંત્રી, રાજેશ આહીર - રતનાલ વેલ્ફેર એસોસિએશન પ્રમુખ સહિતનાઓ પણ હાજર રહ્યા હતા.

 

Comments

COMMENT / REPLY FROM