Trending News
સ્થાનિક સમાચાર

રાપર નજીક ર.૯ની તિવ્રતાનો આંચકો 

12 September



વહેલી સવારે ૬ઃ૧૪ કલાકે અનુભવાયું કંપન : ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી ૧૬ કિલોમીટર દૂર નોંધાયું

ભુજ : ભૂકંપ સંભવિત ઝોન-પાંચમાં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના - મોટા આંચકાઓ સમયાંતરે આવતા રહે છે. કચ્છના પેટાળમાં અનેક ફોલ્ટલાઈન સક્રિય છે, જેથી અવાર નવાર ભૂકંપ આવતા રહે છે. આજે વહેલી સવારે વાગડ વિસ્તારમાં ફરી ધરા ધ્રુજી ઉઠી હતી. કંથકોટ ગામની પૂર્વ દિશાના ડુંગરાળ વિસ્તારમાં આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આજે સવારે ૬ઃ૧૪ કલાકે રાપરથી ૧૬ કિલોમીટર દૂર દક્ષિણ - પશ્ચિમ દિશાએ ર.૯ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ર૩.૪૯ર અક્ષાંસ અને ૭૦.પપ૧ રેખાંશ પર જમીનથી ૧૮.૩ કિલોમીટરની ઉંડાઈએ કંપન નોંધાયું હતું. ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીક્લ રિસર્ચ સેન્ટર ખાતે રિકટર સ્કેલ પર આંચકાની તિવ્રતા ર.૯ અંક્તિ થઈ હતી. વાગડ ફોલ્ટ લાઈન પર ર૧ દિવસ બાદ ફરી કંપન અનુભવાયું છે. 



...............


વરસાદના કારણે પણ આવી શકે છે આંચકા

કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના પ્રોફેસર ગૌરવ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું કે, કચ્છમાં ખાસ કરીને રાપર અને ભચાઉ વિસ્તારમાં અવારનવાર નાના મોટા આંચકા આવતા રહે છે. પેટાળમાં રહેલી ઉર્જા નિષ્કાશીત થાય ત્યારે આંચકા અનુભવાય છે. પેટાળમાં રહેલા પથ્થરો વચ્ચેની ખાલી જગ્યામાં પાણી ઉતરતા દબાણના કારણે પણ ઉર્જા નિષ્કાશીત થવાથી ભુકંપ આવી શકે છે. વરસાદ આવ્યા પછી જમીનમાં પાણી ઉતરે અને ખાલી જગ્યામાં પાણી ભરાયા પછી પ્રેશરના કારણે આવી ઘટનાઓ બની શકે છે. નાના કંપનો આવવાની ઘટના નોર્મલ ગણવામાં આવે છે. 

 

Comments

COMMENT / REPLY FROM