Trending News
સ્થાનિક સમાચાર

વો રોડ વો હોલઃ કચ્છના ટ્રાન્સપોર્ટરોના ચક્કાજામ નેશનલ હાઈવે સામે આંદોલનના મંડાણ : હજારો વાહનોના પૈડા થંભ્યા

12 September


સામખીયાળી પાસે ટ્રાન્સપોર્ટરોએ શાંતિપૂર્ણ રીતે યોજયું આંદોલન


કચ્છ ઓલ ટ્રાન્સપોર્ટ એસો-ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સહિતનાઓ દ્વારા સંયુકત વિરોધ : મોટી સંખ્યામાં વાહનોના પૈડા થંભાવી દેવાયા : વાર્ષીક બે હજાર કરોડનો ટોલ ચુકવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના ૩પ હજાર જેટલા વાહનોના આજે પેંડા થંભી ગયા : પહેલા સારા રસ્તાઓ આપો, પછી જ ટોલ વસુલોની ઉગ્ર બની માંગ

બે દીવસ પહેલા જ લોડીંગ બંધ કરાયા બાદ આજથી લડતના થયા શ્રીગણેશ : આજથી શરૂ થયેલી હડતાલની સીધી આડઅસરો ખાસ કરીને પોર્ટ પરિવહન, આયાત-નિકાસ, ઉદ્યોગો અને વેપાર પર પડી, જો હડતાલના દીવસોમાં વધારો થયો તો સ્થિતી વધુ વિકટ બની શકે



ટ્રાન્સપોર્ટરોની ધીરજની કેસાટી થઈ જવા પામી હતી, રોડ રસ્તાઓ સારા બને પછી જ ટોલ વસુલાય તે માંગ તદન વ્યાજબી જ છે : શ્રી મહેશ પુંજ(પ્રમુખશ્રી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ)


આંદોલનમાં જોડાયેલ સંગઠનો



•ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ • ગાંધીધામ લોકલ ટ્રક ઓનર્સ એસો•કચ્છ ડીસ્ટ્રીક્ટ ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસોસીએશન- ગાંધીધામ • કચ્છ જિલ્લા ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસો. • ટેન્કર ઓનર એન્ડ ઓપરેટર એસો. • કંડલા - મુંદરા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસો. • ગાંધીધામ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસો. • ટ્રક ઓનર વેલ્ફેર ફાઉન્ડેશન - રતનાલ • ન્યુ જીજીટીએ એસોસીએશન - ગાંધીધામ • ટ્રાન્સપોર્ટ વેલ્ફેર ફાઉન્ડેશન ઓફ રાજસ્થાન • કચ્છ ડિસ્ટ્રીકટ ટેકસી એસોસીએશન • કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો. • કંડલા - ગાંધીધામ લોકલ કન્ટેનર એન્ડ ટ્રાન્સપોર્ટર્સ એસો • કંડલા ટેન્ક ફાર્મ એસો. • કંડલા લોકલ બોડી ટ્રાન્સપોર્ટ એસો. • મુંદરા લોકલ ટ્રાન્સપોર્ટ એસો.•ટ્રાન્સપોર્ટ વેલફેર ફાઉન્ડેરશન ઓફ રાજસ્થાન કચ્છ ડીસ્ટ્રીક્ટ• ટ્રકઓનર એસોસીએશન, •ટેક્સી એસોસિએશન કચ્છ, સામાજિક સંસ્થાઓ,  વેપારીઓ તેમજ આમ જનતા આહડતાલમાં જોડાય હતા.


ગાંધીધામ : કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે ટ્રાન્સપોર્ટ એસોસિયેશનો એક મંચ પર આવીને આંદોલનની શરૂઆત કરી છે.
આજે શુક્રવારથી સવારે ૧૦ વાગ્યે સામખિયાળી ટોલ નાકા પર “નો રોડ - નો ટોલ” ચક્કાજામ આંદોલનનો શ્રીગણેશ કરવામાં આવ્યો છે. કચ્છના 
પાંચથી વધુ ટોલ નાકા પરથી રોજના અંદાજે ૪ કરોડથી વધુ ટોલ ટેક્સ વસૂલાત થાય છે, છતાં હાઇવેના રસ્તા ખખડધજ હાલતમાં છે.અનેક રજૂઆતો છતાં માર્ગ મરામત માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોને ભારે મુશ્કેલીઓ તથા આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
કચ્છ જિલ્લામાં રોજગારીના મોટા સ્ત્રોત એવા ટ્રાન્સપોર્ટ જગત દ્વારા આજે કચ્છમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની ખસ્તા હાલત સામે લડતના મંડાણ કરાયા છે. કચ્છના સાત ટોલગેટ પરથી દરરોજ કરોડોનો ટોલટેક્સ વસુલવા છતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સારા રસ્તાઓની સુવિધાના નામે મીડું હોવાથી ટ્રાન્સપોર્ટરો દ્વારા ઉગ્ર વિરોધ સાથે સ્વૈચ્છિક બંધનું એલાન કરાયું છે. 
આંદોલનકારી ટ્રાન્સપોર્ટ સંગઠનના હોદ્દેદારોએ પ્જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ સંગઠન દ્વારા રસ્તાઓની ખખડધજ હાલતને લઈ મોખા ચોકડી પર હડતાલ કરવામાં આવી હતી. જે-તે સમયે ટ્રાન્સપોર્ટરોને ટુંક સમયમાં જ ઉકેલ લાવવાની ખાતરી આપતા લડતને સમેટી લેવામાં આવી હતી. જોકે, ત્યારબાદ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન કરાતા આજથી જિલ્લા વ્યાપી લડતના મંડાણ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી સારા રસ્તાઓની સુવિધા પુરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી લડત અવિરત રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટરોએ જણાવ્યું હતું કે, કચ્છમાં આવેલા ૭ ટોલ ગેટ પર વાર્ષિક રૂા.ર હજાર કરોડની આવક થાય છે પરંતુ રસ્તાઓની હાલત દયનીય છે. રોજિંદા અકસ્માતોમાં અનેક માનવ જિંદગીઓ મોતના ખપરમાં હોમાઈ જાય છે. રસ્તાની ખરાબ હાલતના કારણે વાહનોને પણ મોટું નુકશાન થાય છે. છેલ્લા ૩ માસથી સંગઠનો દ્વારા વિવિધ સ્તર પર રોડ રસ્તાની સુધારણામાટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પગલાં ન લેવાતા આખરે લડતનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગાંધીધામ ચેમ્બર સહિત વિવિધ સંગઠનો દ્વારા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.ટ્રાન્સપોર્ટરો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ લડત શાંતિપૂર્ણ રીતે આગળ વધારવામાં આવશે, પરંતુ હાઇવે ઓથોરિટીની ઉદાસીનતા યથાવત રહી તો આંદોલન વધુ ઉગ્ર બનાવાશે.કચ્છના પાંચથી વધુ ટોલ નાકા પર કચ્છ હાઇવેના ખખડધજ રસ્તાને લઈને ટ્રાન્સપોર્ટરો હાલાકીનો સામનો કરવો પડે છે અને નુકસાન પણ સહન કરવું પડે છે. રજૂઆત કરવામાં આવ્યા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા માર્ગની સુધારણા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ટ્રાન્સપોર્ટરોના અલગ અલગ એસોસિયેશન દ્વારા આ બાબતે આજ થી શુક્રવારથી સામખિયાળી ટોલ નાકા પર સવારે ૧૦ કલાકે ચક્કાજામ કરીને આંદોલનના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.અંદાજે રોજનો ચાર કરોડથી વધુ ટોલ વસૂલ્યા પછી રોડની મરંમત કરવી જોઈએ તે કરવામાં હાઇવે ઓથોરિટી દ્વારા પગલાં ભરવામાં આવ્યા નથી. આ મુદ્દે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી અને જો માર્ગ સુધારણા કરવામાં નહીં આવે તો નો રોડ, નો ટોલ શસ્ત્ર ઉગામવામાં આવ્યુ છે. ટ્રાન્સપોર્ટરોના અલગ અલગ એસોસિયેશન દ્વારા એક મંચ પર આવીને રણનીતિ નક્કી કરી વહીવટી તંત્ર સહિત અલગ અલગ કક્ષાએ, ગાંધીધામ ચેમ્બર સહિતમાં રજૂઆત કરવામાં આવી હતી ગાંધીધામ ચેમ્બર દ્વારા આંદોલનને સમર્થન પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થયા પછી પણ યોગ્ય પરિણામ આવ્યું નથી તેને પરિણામે હવે આંદોલના રણટંકારની નીતિ અનુસાર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા લડતના મંડાણ શરૂ કરવામાં આવ્યા છે.શાંતિપૂર્ણ રીતે પોતાની લડત ચલાવવામાં આવશે અને હાઇવે ઓથોરિટી સામે નારાજગી વ્યક્ત કરીને ન્યાય મેળવવા માટે લડત ઉગ્ર બને તેવા પણ સંકેતો મળી રહ્યા છે.આ હડતાલમાં,ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ , કચ્છ ડીસ્ટ્રીક્ટ ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસોસીએશન- ગાંધીધામ, ધ ટેન્કર ઓનર એન્ડ ઓપરેટર્સ એસોસીએશન,કંડલા મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસીએશન, કચ્છ ગાંધીધામ ગુડસ ટ્રાન્સપોર્ટ એસોસીએશન, ટ્રક ઓનર વેલ્ફેર ફાઉન્ડેશન-રતનાલ, ન્યુ જીજીટીએ એસોસીએશન-ગાંધીધામ, જી જી ટી એ, ટ્રાન્સપોર્ટ વેલફેર ફાઉન્ડેરશન ઓફ રાજસ્થાન, કચ્છ ડીસ્ટ્રીક્ટ ટ્રકઓનર એસોસીએશન, ટેક્સી એસોસિએશન કચ્છ, સામાજિક સંસ્થાઓ,  વેપારીઓ તેમજ આમ જનતા આહડતાલમાં જોડાય હતા.

 

Comments

COMMENT / REPLY FROM