Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ તાલુકાના ૫૦૦૦૦થી વધારે બાળકોને કૃમિનાશક દવા અપાઈ

11 September



ગાંધીધામ : રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ૧૧/૯/૨૫ ના રોજ શાળા અને આંગણવાડી ના તેમજ શાળાએ ન જતા ૧-૧૯ વર્ષ ના તમામ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામા આવી.જે અંતર્ગત ૧-૨ વર્ષ ના બાળકોને આલ્બેન્ડેઝોલ ની અડધી ગોળી(૨૦૦મિ.ગ્રામ) અને ૨-૧૯ વર્ષ ના બાળકોને આખી ગોળી (૪૦૦ મિ.ગ્રામ) ગોળી ભૂક્કો કરીને કે બાળક ચાવીને પાણી સાથે આપવામા આવી.
બાળક સામાન્ય બિમાર હોય,અગાઉ ગમે તેટલી વાર ગોળી ખાધી હોય તો પણ આ દિવસ અવશ્ય ગોળી ખાવા તાલુકા હેલ્થ ઓફિસર અને ર્સ્ંૐ મ.ન.પા ડૉ દિનેશ સુતરિયા દ્વારા અપીલ કરાઈ .ખાનગી શાળા પણ આ બાબત મા આગળ આવે અને વાલીઓ પણ જાગૃત થાય તે માટે અપીલ કરાઈ .તાલુકાના ૫૦૦૦૦ થી વધુ બાળકોને ગોળી આપવામા આવી.સાથે સાથે ૯માસ થી ૫ વર્ષ સુધીના બાળકો વિટામિન છ નો ડોઝ પણ ઉમર મુજબ આંગણવાડી કે નજીક ના હેલ્થ સેન્ટર પરથી અપાયા.વિટામિન છ ની ખામીથી રતાધણાપણુ થાય છે.અને જો લીધુ હોય તો ઓરી ની આડ અસર થતી અટકાવે છે.
આરોગ્ય ની પ્રત્યેક ટીમમા આરોગ્ય કર્મચારી,આશા અને આંગણવાડી સ્ટાફ તેમજ સ્વયંસેવક અને જે તે સ્કૂલના શિક્ષક કામ મા મદદ કરશે.શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત અગરીયા,કંપની વિસ્તાર, રોડ સાઈડ ઝૂંપડપટ્ટી વિસ્તાર મા મોબાઇલ ટીમો કામ કરશે.૧૮ સપ્ટેમ્બર ના રોજ જે બાળકો રહી ગયા છે એમને આપવામા આવશે.નજીક ના આરોગ્ય સેન્ટર પર જઈને પણ ગોળી લઈ લેવા વિનંતી કરાઇ છે.
કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે.જેનાથી બાળકોને લોહીની ઉણપ,કુપોષણ, ભૂખ ન લાગવી,બેચેની,પેટમા દુખવુ,ઝાડા અને ઉલ્ટી,વજન ઘટવુ જે થવાથી બાળક ને ભણવામા મન લાગતુ નથી.

 

Comments

COMMENT / REPLY FROM