અંજારમાં દબાણ હટાવ ઝુંબેશ યથાવત
નોટીસો આપ્યા છતાં નહીં હટાવાયેલા વૃંદાવન સોસાયટીની આસપાસના દબાણો દૂર કરાયા
અંજાર : શહેરના અલગ અલગ વિસ્તારોમાં અડચણરૂપ દબાણો નગરપાલિકા દ્વારા હટાવવા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ કામગીરી સતત ચાલુ રહી છે.
આ અંગે મળતી વિગતો મુજબ નગરપાલિકા દ્વારા અગાઉ નોટીસો આપવામાં અવાી હતી. તેમ છતાં લારી ગલ્લા ધારકો દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું. બે દિવસ પૂર્વે પાલિકા દ્વારા ૩૬ જેટલા દબાણો દૂર કર્યા હતા. આજે પાલિકાની ટીમ દ્વારા વુંદાવન સોસાયટી વિસ્તારમાં દબાણ હટાવવા ટીમ પહોંચી હતી. પોલીસ બંદોબસ્તને સાથે રાખીને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર તુષાર ઝાલટિયાના માર્ગદર્શનમાં કામગીરી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં હજુ પણ દબાણ હટાવવાની કામગીરી યથાવત રહેશે. જે દબાણકર્તાઓને નોટીસ આપવામાં આવી છે તેઓ જો સ્વેચ્છાએ હટાવવામાં નહીં આવે તો તે દબાણકર્તાઓનું દબાણ તોડી પાડવામાં આવેશે તેમ જણાવ્યું હતું.

Comments