સોયાબીન તેલના જથ્થા સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ
ગાંધીધામ : ભચાઉ પોલીસ દ્વારા સોયાબીનના આધારપુરાવા વિનાના જથ્થાનુ પરિવહન કરનારા ત્રણ શખ્સોને દબોચી લઈ અને આગળની તપાસ હાથ ધરી છે.પોલીસ મહાનીરીક્ષકશ્રી, ચિરાગ કોડિયાસાહેબ, બોર્ડર રેન્જ, ભુજ કચ્છ, તથા પોલીસ અધિક્ષકશ્રી, સાગર બાગમા૨સાહેબ, પૂર્વ-કચ્છ (ગાંધીધામ), તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાસાહેબ, ભચાઉ વિભાગ, ભચાઉનાઓ ત૨ફથી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના
પોલીસ ઇન્સપેક્ટરથી એ.એ.જાડેજા નાઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇકબાલખાન રસુલખાન નાગોરીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગાંધીધામથી ભચાઉ જતા નેશનલ હાઇવે પર આવેલ શિવશક્તિ હોટલની પાછળ બંધ બોડીની સફેદ કલ૨ની ગાડીમાં સોયાબીન તેલનો ગેરકાયદેસર જથ્થો ચોરી અથવા છળકપટથી ભરી અને રાખી મુકેલ છે અને સગેવગે કરવાની ફીરાકમાં છે જે બાતમી હકિકત આધારે ત્રણેય
આરોપી ઓને સોયાબીન તેલના જથ્થા સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. અલગ-અલગ ક્ષમતાવાળા છલોછલ સોયાબીન તેલથી ભરેલ કેરબા નંગ-૧૩ (૫૦ લીટર) ૭૦૦૦૦/-, ખાલી ડેરબા નંગ-૩૮, કેરી સફેદ કલ૨ની બંધ બોડીની ગાડી જેના રજી.નં જી.જે ૧૨ ૨,૦૦,૦૦૦/- મુદ્દામાલ કબ્જે કરેલ છે. આ કામગી૨ી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
.................
પકડાયેલ આરોપીઓ
(૧) જીગરભાઇ કિશોરભાઇ બાવાજી ઉ.વ.૨૭ રહે.શાળા નંબર ૧૫ પાસે અંજાર
(૨) ધર્મેદ્રનાથ રામનાથ બાવાજી ઉ.વ.૫૧ રહે.રામકૃષ્ણ મહાવીર નગર અંજાર
(૩) દીપકભાઈ વિનુભાઈ બાવાજી ઉ.વ.૩૦ રહે.મફતનગર અંજાર

Comments