મીઠીરોહાર પુલિયા પર સાઈકલને ટક્કર મારતા આધેડનું મોત
સતાપર રોડ પર છોટાહાથી હડફેટે યુવાનનો જીવ ગયો
ભુજ : પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે. જેમાં પુલિયા પર સાઈકલને ટક્કર મારતા આધેડનું મોત થયું હતું, જ્યારે અંજારના સતાપર રોડ પર છોટાહાથી હડફેટે યુવાને જીવ ગુમાવ્યો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ ભચાઉ-ગાંધીધામ નેશનલ હાઈવે પર એવી જોષી પુલ ચડતા આ બનાવ બન્યો હતો. ફરિયાદી મૂળ યુપીના હાલે ભારતનગરમાં રહેતા અનુજ સંતોષકુમાર વિશ્વકર્માએ જણાવ્યું કે, તેના પિતા સંતોષકુમાર શ્યામલાલ સાઈકલ લઈને જતા હતા ત્યારે રાતના સવા આઠ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર મારવામાં આવતા માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. અકસ્માત સર્જીને ચાલક ભાગી ગયો હતો. જેથી ગુનો દાખલ કરાયો છે. આ તરફ અંજારમાં સતાપર રોડ પર માધવ વિલા પાસે બીજો બનાવ બન્યો હતો. ફરિયાદી ઉત્તર પ્રદેશમાં રહેતા મુનિવ ગુપ્તાએ જણાવ્યું કે, તેમનો દીકરો સત્યપ્રકાશ ગુપ્તા બાઈક નં.જીજે૧ર -ઈએચ -૯૩ર૦ લઈને વેલસ્પન કંપનીથી અંજાર આવતો હતો ત્યારે માધવ વીલા પાસે છોટાહાથી નં.જીજે૩૮ - ટી - ૯રરર ના ચાલકે પૂર ઝડપે આવી બાઈકને સામેથી ટક્કર મારતા અકસ્માતમાં ફરિયાદીના દીકરાને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments