Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રાના ઝરપરામાં ખારેકના સોદામાં ૯ લાખની ઠગાઈ

11 September



મુંબઈની પાર્ટીએ ત્રણ મહિના પછી પણ પેમેન્ટ કરતા ગુનો દાખલ કરાયો 


ભુજ : કચ્છની ખારેક દેશ-વિદેશમાં જાણીતી છે અને ખાસ કરીને મુન્દ્રા પંથક ખારેકનું હબ ગણાય છે. અહીં આવેલા ઝરપરા ગામમાં ખેડૂતે પોતાની ખારેકનો સોદો કર્યો હતો. જોકે, ત્રણ મહિના પછી પણ પેમેન્ટ ન મળતા ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામમાં રહેતા નારાણ રામ સાંખરા (ગઢવી)ના જણાવ્યા પ્રમાણે મુંબઈમાં રહેતા સુરજ મહેન્દ્ર ઠક્કરે ફરિયાદી પાસેથી ૮,૧૯,૮૧૪ ની ખારેકનો સોદો કર્યો હતો. ખારેક ભરવાના ૧૭પ૦ કેરેટ કિંમત રૂા.૭૪,પ૦૦ તથા ૧પ હજાર બોલેરોનું ભાડું ફરિયાદીએ ચૂકવ્યું હતું. ૯,૦૯,૩૧૪ રૂપિયા ફરિયાદીને આપવામાં આવ્યા નથી. જેથી મુન્દ્રા પોલીસમાં ઠગાઈ ગુનો નોંધાયો હતો. 

Comments

COMMENT / REPLY FROM