Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના કમિશ્નરશ્રી બન્યા મેન ઈન એકશન : આજે ફરી દબાણ-સ્વચ્છતા ગટર-પાણી-ગંદકી મુદ્દે ખુદ રોડ પર ઉતર્યા

11 September

કચ્છના અન્ય અધિકારીઓ મેળવે બોધપાઠ..!



પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ મહાનગરપાલીકાને મળેલા નવનિયુકત કમિશ્નરની કાર્યશૈલીને ઠેર-ઠેરથી મળતો આવકાર : ચાર્જ સંભાળ્યો છે ત્યારથી જ સંકુલની પ્રજા-વેપારીઓ-ટેક્ષપેયરોને રૂબરુ મળી અને તેમની સમસ્યાઓથી થઈ રહ્યા છે અવગત

આજે કમિશ્નરશ્રી મનીષ ગુરવાણીએ ગાંધીધામ-આદિપુર સંકુલના ૬૪ બજાર સહિતના વિવીધ વિસ્તારોની લીધી જાત મુલાકાત , દબાણો દુર કરવા, સ્વચ્છતા, ગટર, વરસાદી નાણા, પાણી સહિતના વિષયો મામલે જાત નિરિક્ષણ કર્યુ : નગરપાલીકાની સલગ્ન અધિકારીઓની ટીમો સાથે જોડાઈ

કેબીનોના દબાણો, કેબીનો વચ્ચે દિવાલો ઉભી કરી અને વરસાદી પાણીના ગાંધીધામ સંકુલના મુખ્ય વહેણે અટકાવવા સહિતના મામલે કમિશ્નરશ્રીએ વિગતો જાણી



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલને મહાનગરપાલિકા તો મળી જવા પામી હતી પરંતુ અહી અધિકારીઓ કામ કરવાની ઈચ્છાશકિતના અભાવ વાળા જ મુકાયા હોય તેવી રીતે પાછલા કેટલાક સમયથી અહી નગરપાલિકા કરતા પણ બદતર અવસ્થા વાળુ વહીવટ ચાલતો રહ્યો હતો. મનપાના અમુક અધિકારીઓની રીતીનીતીઓ એટલી હદે તળીયે ગયેલી હતી કે તે નગરપાલિકાને પણ સારી કહેવાડવી જતી હતી. પરંતુ જયારથી મનપાના કમિશ્નર પદે શ્રી મનીષ ગુરવાણીએ કાર્યભાર સંભાળયો છે ત્યારથી તેઓએ હાથ ધરેલી કાર્યવાહી,  અને તેમની કામ કરવાની શેલી જોઈને સંકુલના લોકોને ગાંધીધામના વીકાસને હવેકોઈ જ અટકાવી શકે નહી તેવો મજબુત આશાવાદ ઉભો થતો જોવા મળી આવી રહ્યો છે. 
શ્રી ગુરવાણીએ ચાર્જ સંભાળ્યાની સાથે જ તડકો-છાંયડો તો ઠીક પણ ભારેથી અતિ ભારે વરસાદની વચ્ચે પણ ખુદ સંકુલના લોકોની વચ્ચે ઉભા રહી અને વરસાદી પાણીના નિકાલ સહિતની કામગીરીમાં ખડેપગે જોવા મળી આવ્યા હતા. તેઓ એસી ચેમ્બરમાં કેબીનમાં બેસીને માત્ર વાતોના વડા કરવામાં નથી માનતા તે તો નકકી થવા પામી ગયુ છે. તેમની કર્મશીલ છબી સકુલવાસીઓને ખુબ જ આકર્ષી રહી છે. દરમ્યાન જ આજ રોજ ફરીથી શ્રી મનીષ ગુરવાણી સવારથી જ ગાંધીધમા-આદિપુર સંકુલમાં વિવિધ પ્રાથમીક માળખાકીય સુવિધાઓની સમસ્યાઓ મામલે રૂબરૂ થવા રસ્તા પર ઉતર્યા હોવાના દ્રશ્યો સામે આવવા પામી ગયા છે. આજ રોજ શ્રિ ગુરવાણી આ વિસ્તારોમાં વકરેલી દબાણો, ગંદકી, ગટર, પાણી, સફાઈ સહીતના વિષયોને અને સેવાઓને જોવા-નિરિક્ષણ કરવા રૂબરૂ ઉતર્યા હતા. ગાંધીધામ સંકુલના વરસાદી પાણીનો જે નિકાલરૂપ છે તે સ્થળ પર કેટલાક કેબીનવાળાઓના દબાણો તથા તે કેબીનોની વચ્ચે દિવાલો બનાવી અને વરસાદી પાણીને અટકાવવાની થયેલી પેરવી સહિતના વિષયો બાબતે પણ તેઓ આજ રોજ રૂબરૂ થયા હતા. તેઓની  આ પ્રકારની કામગીરીથી દબાણકારો તથા નગરપાલીકાના પણ કામચોર અધિકારી અને અમુક કર્મચારીઓમાં પણ હવે રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જાણકારોકહી રહ્યા છે કે ખરેખર જે રીતે શ્રી ગુરવાણી કામગીરી કરી રહ્યા છે તે મુજબની કામગીરી પદ્વતિમાંથી અન્યોએ પણ શબક મેળવવો જોઈએ.




 

Comments

COMMENT / REPLY FROM