Trending News
સ્થાનિક સમાચાર

કાસેઝ-કંડલા રોડ પર મહાટ્રાફિક જામનો ત્રાસ : વાહનચાલકો ત્રાહિમામ : ખાખીધારી અંધારામાં?

11 September

પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર ધ્યાન આપે




પાછલા એકાદ પખવાડીયાથી સતત ટ્રાફિક જામની શિરદર્દ સમસ્યા, વાહનચાલકોનો સમય-શકિત, ઈંધણનો થાય છે મોટો બગાડ છતા પણ પોલીસતંત્ર કયાંય ડોકાતુ નથી : 
અહી ટ્રાફિક ચોકી હોવા છતાં ટીઆરબી જવાનો કે પછી ટ્રાફિકવાળા નિંયંત્રણની વ્યવસ્થાઓમાં કયાંય ડોકાતા નથી, :  તંત્રની બેદરકારી સામે નારાજગી



“સમય, પેટ્રોલ અને શક્તિનો વ્યય : કાંસેજ થી કંડલા રોડ ટ્રાફિક સમસ્યા ઉગ્ર બની” : વાહનચાલકો પરેશાન


આજે સવારથી પણ કાંસેજ થી મીઠીરોહાર રોડ પર ફરી ૭થી ૧૦ કીમીનો મોટો ટ્રાફિક જામ : સવારથી વાહનચાલકો પરેશાન - તંત્ર સામે રોષ


ગાંધીધામ : કાંસેજ થી કંડલા રોડ પર રોજિંદા ટ્રાફિક જામ હવે વાહનચાલકો માટે ગંભીર માથાનો દુખાવો બની ગયો છે. કલાકો સુધી ચાલતા ટ્રાફિક જામના કારણે લોકોનો કિંમતી સમય, પેટ્રોલ તથા શક્તિનો વ્યય થઈ રહ્યો છે.જોકે આ રોડ પર ટ્રાફિક ચોકી હોવા છતાં વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સાંજે ૫ થી ૬ વાગ્યા દરમ્યાન લગભગ ૫-૬ નમ્ ના જવાનો અને ૨ ટ્રાફિક પોલીસ કર્મચારી હાજર રહે છે, પરંતુ તેઓ ટ્રાફિક સંભાળવા કરતાં ઉઘરાણીમાં જ વ્યસ્ત રહેતા હોવાની ફરીયાદ લોકમુખેઉઠવા પામી રહી છે. જેના લીધે અહીથી પસાર થતા વાહનચાલકોમાં ભારે નારાજગી ફેલાઈ રહી છે.પરિણામે વાહનચાલકોમાં ત્રાહિમામ મચી ગયો છે અને તંત્રે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરીને રાહત આપવાની માંગ ઉઠી છે.કાંસેજથી કંડલા રોડ પર રોજિંદા ટ્રાફિક જામ વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. અનેક કલાકો સુધી વાહનો અટવાઈ રહેતાં સમય, પેટ્રોલ અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે.મહત્વનું છે કે, આ જ ઝોનમાં ટ્રાફિક ચોકી હોવા છતાં ટ્રાફિક કન્ટ્રોલનો અભાવ જોવા મળે છે. પરિણામે, મોટેરિંગ પબ્લિક ત્રાહિમામ પોકારી રહી છે, અને તંત્રે તાત્કાલિક સજાગ બની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.નોધનીય છે કે, ગાંધીધામ ઝોનથી કંડલા તરફ જતા માર્ગ પર ગઈકાલે રાત્રે ૮.૩૦ વાગ્યાથી ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. કલાકો સુધી જામ હોવા છતાં હજી સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.આવા ટ્રાફિક જામ હવે રોજિંદા બની રહ્યા છે, જેના કારણે વાહનચાલકોને ભારે પરેશાની, સમય અને ઇંધણનો વ્યય થતો જોવા મળે છે. લોકો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણની માંગ કરી રહ્યા છે.આજ રોજ સવારે આઠ વાગ્યાથી પણ 
કાંસેજથી મીઠીરોહાર રોડ પર આજે સવારથી ફરી ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. સવારે ઓફિસના  પીક અવર્સ દરમ્યાન લાંબી વાહન લાઇનો સર્જાતા લોકો પરેશાન થયા હતા. વાહનચાલકોનું કહેવું છે કે આ સમસ્યા રોજબરોજની બની ગઈ છે, પરંતુ ટ્રાફિક વિભાગ તરફથી કોઈ સ્થાયી ઉકેલ જોવા મળતો નથી. નાગરિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક વ્યવસ્થા દુરસ્ત કરવાની માંગ ઉઠવા પમાી રહી છે. તંત્રે તાત્કાલિક અસરકારક પગલાં ભરી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી છે.



...............

કંડલા કોમ્પલેક્ષની આર્થિક નસ સમાન છે આ માર્ગ.!


કંડલાને જોડતો માર્ગ ખખડધજ, ટ્રાફીક જામ રોજીંદુ :
છતા કોઈના પેટનું પાણી નથી હાલતું : રોજની છે પીડા.!


ગાંધીધામ :  કંડલા પોર્ટ તરફ જતા માર્ગ પર પાછલા પંદર વીસ દીવસથી રોજથી ટ્રાફિક જામની રોજીંદી પીડા સર્જાવવા પામી રહી છે. કલાકો સુધી વાહનો ટ્રાફીક જામમા ફસાઈ જવા પામી રહ્યા છે. જેના લીધે મુસાફરોને પણ મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. ખરાબ થયેલા ખખડધજ રોડ-રસ્તાઓ અને તેમાં પણ લાંબો ટ્રાફીક જામ પીડામા વધારો કરી જાય છે. અહી ભારે વાહનોની મોટ અવરજવર રહેવા પામતી હોય છે, રીપેરીંગના અભાવથી અહી નાગરીકો પરેશાન થવા પામી ગયા છે.તંત્રની બેદરકારનીલીધે આ માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા પણ વીખેરાઈ જાય છે. ટ્રાફીક ચોકી હોવા છતા અહી પોલીસકર્મીઓ ટ્રાફીક નિયત્રણમાં ન ડોકાતા શોભાના ગાઠીયારૂપ જ બની રહી હોવાની સ્થિતી સમો આવવા પામી રહી છે. હકીકતમાં આ રોડ કંડલા કોમ્પલેક્ષની આર્થિક ધોરીનસ સમાન જ કહી શકાય તેમ છે, પાછલા પંદર દીવસથી અહી ટ્રાફિક જામની પીડાઓ સર્જાવવા પામી રહી છે છતા કોઈના પેટનું પાણી નથી હાલતુ તે ખુબજ ચિંતાજનક વાત કહી શકાય તેમ છે.

Comments

COMMENT / REPLY FROM