ભુજની વી.ડી. હાઈસ્કૂલમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિનની ઉજવણી નિમિત્તે જન જાગૃતિ રેલી યોજાઈ
ભુજ : શેઠ ડુંગરશી નાગજી ટ્રસ્ટ સંચાલિત શેઠ વી.ડી હાઇસ્કૂલ ભુજમાં કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમ તથા ઓમ ફાઉન્ડેશન દ્વારા વર્લ્ડ સ્યુસાઇડ પ્રિવેન્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના કલાવૃંદ દ્વારા પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઓમ ફાઉન્ડેશનના સ્થાપક ડૉ દેવ જ્યોતિ શર્મા, કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમના પ્રમુખ ડાો.સુરેશભાઈ પટેલ, કચ્છ જિલ્લાના પૂર્વ શિક્ષણ અધિકારી ડો. મધુકાંતભાઈ આચાર્ય, હેમંતભાઈ ઠક્કર, દિપકભાઈ મકવાણા, જયંતીલાલ વાઘેલા, શાંતિભાઈ પટેલ, પલ્લવીબેન રાઠોડ,અજીતભાઈ ભાનાણી, રમેશભાઈ ભટ્ટ, મનોચિકિત્સક ક્રિષ્નાબેન રાઠોડ અને કરિશ્માબેન પારેખ તથા ટ્રસ્ટના મંત્રી ઉર્મિલભાઈ હાથી ઉપસ્થિત રહ્યા હતા.
સવારે શાળાના મદદનીશ શિક્ષક અશ્વિનસિહ જાડેજા તથા એનએસએસ પ્રોગ્રામ ઓફીસર મયુરભાઈના માર્ગદર્શન હેઠળ ૧૦૦ સ્વયંસેવકોની આત્મહત્યા નિવારણ જાગૃતિ માટે ભુજના જાહેર માર્ગો પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાયામ શિક્ષક પી.બી. ગોહિલ, ઉ.મા.વર્ગોના શિક્ષિકા નિધિબેન જોષી, હિનાબેન ભગદે તથા બી.એડ. તાલીમાર્થી બહેનો જોડાયા હતા. રેલી બાદપ્રાર્થના હોલમાં શાળાના આચાર્ય બ્રિજેશભાઈ ઠક્કરે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી મીઠો આવકારો આપી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.
ડો. મધુકાન્ત આચાર્યએ આજના સમયમાં આત્મહત્યાનું જે પ્રમાણ વધી રહ્યું છે ત્યારે બાળકોમાં, નાગરિકોમાં આ અંગે જાગૃતિ આવે તથા જીવનમાં નકારાત્મકતાથી કેવી રીતે દૂર થઈ જવું?, સાદુ અને સરળ જીવન કેમ જીવવું ? તે અંગે ઉદાહરણો સહિત સચોટ મર્મ સ્પર્શી માહિતી આપી હતી. તો ડો.સુરેશભાઈ પટેલે કચ્છ સ્યુસાઇડ પ્રિવેશન ફોરમ સંસ્થાનો અને સંસ્થાની કામગીરીનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ ડો. દેવજ્યોતિ શર્માએ જીવન જીવવાનો માર્ગ, જીવનની સાચી દિશા અને જીવનની નવી શરૂઆત કેવી રીતે કરવી તે મનોચિકિત્સક પદ્ધતિને અનુસંધાને બાળકોને તલસ્પર્શી માહિતી આપી હતી. બાળકોને મૂંઝવતા પ્રશ્નો તથા તે અંગે જરૂરી સારવાર માટે તેમણે અલગ સમિતિની રચના કરી અને વિદ્યાર્થીઓને મફત સેવા મળી રહે તેવો પોતાનો અભિપ્રાય આપ્યો હતો. ૯ થી ૧૨ ના લગભગ ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને વિદ્યાર્થીઓને પણ કાર્યક્રમ દ્વારા જીવનમાં તણાવમાંથી કેમ મુક્ત રહેવું એ શીખવા મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જશવંત રાઠોડે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સ્ટાફ પરિવાર અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર મયુરભાઈ પટેલ તથા એનએસએસ સ્વયંસેવકો તેમજ સેવક રામજીભાઈ, નવીનભાઈ અને સેતુભાઈએ ખૂબ જહેમત ઉઠાવી હતી. છેલ્લે સુપરવાઇઝર અજીતભાઈ ભાનુશાલીએ સૌનો આભાર માન્યો હતો.
--------

Comments