દરીયાઈ પટ્ટામાં શંકાસ્પદ હલચલ મુદ્દે મરિન કમાન્ડો ગાંધીધામ વિભાગે યોજયો જાગૃતી કાર્યક્રમ
ગાંધીધામ : તા.૦૯/૦૯/૨૦૨૫ ના સાંજે ૦૪.૦૦ કલાકે દરિયાકાઠાના વિસ્તારના ગામોમાં રહેતા લોકો/માછીમારોને સુરક્ષાથી માહિતગાર કરવા માટે વીરા ગામ ખાતે મરીન સેક્ટર કમાન્ડરશ્રીની કચેરી, ગાંધીધામના પી.આઇ. શ્રી ટી.જે. મિસણ તેમજ પી.એસ.આઇ. આર.બી. ગાગલ અને શ્રી જી.એચ. ચિચોદરા તેમજ મરીન કમાન્ડો દ્વારા જાગૃતતા ફેલાવવા માટે ગ્રામજનો તેમજ માછીમાર ભાઈઓને શંકાસ્પદ બોટને ઓળખવી, શંકાસ્પદ ઈસમોને ઓળખવા, દરિયાકિનારે મળતા શંકાસ્પદ વસ્તુના પેકેટ જેવા કે, સ્ડ્ઢ ડ્રગ્સ, ચરસ-કોફી, હેરોઈન અને સોનું,
શરાબ તેમજ વિસ્ફોટક પદાર્થોની પોસ્ટર દ્વારા માહિતગાર કરેલ તેમજ આવી વસ્તુ મળે અથવા જણાય આવે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા મરીન ટાસ્ક ફોર્સના અધિકારી/કમાન્ડોને જાણ કરવી. જે અંગે મિટિંગનું આયોજન કરેલ જેમાં વીરા ગામના સરપંચશ્રી મહેશભાઈ આહીર તેમજ ઉપસરપંચ સામજીભાઈ આહિર અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Comments