Trending News
સ્થાનિક સમાચાર

કંડલાથી અબડાસા સુધીના વિદેશી કોલસાના કાળા કારોબારમાં થાય કઈક મોટા કડાકા-ભડાકા : રાજસ્થાન સુધી તાર જોડાશે!

10 September

સંઘડના સૌથી મોટા કોલસાચોર કરસન ને ઉઠાવી કડક રીમાન્ડ મેળવે



વાયોર પોલીસની સતકર્તાભરી કાર્યવાહી સરાહનીય : વાયોર પાસેની સિમેન્ટ કંપનીમાં નકલી કોલસો મોકલવાના કૌભાંડમાં કર્યા નવા ખુલાસા : વધુ નામો આવ્યા બહાર : રફીક અને કરસન બન્ને દબોચાયેથી થઈ શકે છે વધુ ખુલાસા 


ખાટલે મોટી ખોટ : અલ્ટ્રાટેક કંપનીના કર્મચારીઓની સંડોવણી વિના આવા કૌભાંડો ન આચરી શકાય? ઘરના ઘાતકીઓ કોણ હતા? તેમના નામો આવવા જોઈએ બહાર? નકલી કોલસો કંપનીમાં આવતો હતો તો મુળ કોલસો-ટ્રક કયાં ગુમ કરવામા આવતી હતી? કયા લઈ જવાતી હતી? સારી ગુણવત્તાનો કોલસો પગ કયા કરી જવાતો હતો? ચોરાઉ આધાર પુરાવા વિનાનો કોલસો ખરીનારાઓ કોણ હતા?


બીજીતરફ આ બાબતે વાયોરના પીએસઆઈ શ્રી કે વી ડાંગરની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, તપાસ ચાલી રહી છે, વધુ નામો ખુલ્યા છે તેઓ સામે કાર્યવાહી ચાલી રહી છે, કંપનીના અમુક કર્મચારીઓની ભુમિકા પણ શંકાસ્પદ હોવાથી એ દીશામાં પણ તપાસ ચાલી રહી છે, તપાસમાં જે સામે આવશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : શ્રી કે વી ડાંગર(વાયોર પીએસઆઈ)



ગાંધીધામ : કંડલા પોર્ટ પર આયાત થતા કિંમતી કોલસામાં ભેળસેળ કરવાના કાળા કારોબાર મામલે વાયોર પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ તપાસ આગળ ધપાવવમા આવતા આ કેસમાં વધુ પાંચ જેટલા શખ્સોના નામો બહાર આવવા પામ્યા છે. પોલીસે કરેલી કાર્યવાહી સરાહનીય જ કહી શકાય તેમ છે. વિદેશી કોલસાની ગુણવત્તામાં ભેળસેળ કરી અને હલકી ગુણવત્તાનો નકલી કોલસો કંપનીમાં ધાબડી દેવામા આવતો હતો જેની અડધોઅડ સિન્ડીકેટના નામો સુધી પોલીસ પહોચી જવા પામી હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. 
એકતરફ ગત ૨૯ જુલાઈના રાત્રે એલસીબીએ આયાતી કોલસો ભરી જતી ટ્રકને નલિયા નજીક પકડી હતી. એ જ દિવસે અલ્ટ્રાટેક કંપનીની સિક્યુરીટીએ ગેટ પર સીલ તોડેલી નકલી નંબર પ્લેટ લગાડેલ ટ્રક ઝડપી લીધી હતી. જે બાદ વાયોર પોલીસ મથકે ટ્રકના માલિક સિદ્ધરાજસિંહ વિક્રમસિંહ પરમાર સામે ગુનો દાખલ કરી તેની અને ટ્રકના ડ્રાઈવર રાવત રામની અટકાયત
કરી હતી.આ મામલે આરોપી ટ્રક માલિકની પૂછપરછમાં કાળા કારોબારનો મુખ્ય સુત્રધાર ટપ્પર ગામનો આનંદ આહીર અને મુળ બરંદાનો અને હાલ ગાંધીધામ રહેતો રફીક લુહારહોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત તેમના સાગરીતો તરીકે સંઘડ ગામનો કરશન અને ગુલામની પણ સંડોવણી સામે આવી છે. પોલીસે આનંદ આહીર અને ગુલામની અટકાયત
કરી હતી. જયારે રફીક લુહારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને કરશન મ્યાત્રાને નોટીસ આપવામાંઆવી છે.
આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, રફીક અને કરસનની ધરપકડ કરી અને તેની કડક તપાસ કરવામા આવે તે જરૂરી બની ગયુ છે. આખેઆખા એમઓ એટલે કે મોડીસ ઓપરેન્ડી પરથી જો પડદો ઉચકાવવા હોય તો રફીક અને કરસનને ઉઠાવવો જરૂરી છે. ન માત્ર એટલુ બલ્કે આ શખ્સોના કડક રીમાન્ડ મેળવી પુછાણા કરવા જોઈએ. જાણકારો કહી રહ્યા છે કે, કોલસા ચોરીમાં કરસન કુખ્યાતી પામેલો છે. તેના છેડા રાજસ્થાન સુધી લંબાયેલા છે. કચ્છમા આવતા વિદેશી કોલસામાં રાજસ્થાન સુધી કરસનનુ નેટવર્ક ફેલાયલુ હોવાનુ ચર્ચાય છે. રાજસ્થાનમાં ભીસ વધે તો કરસન કચ્છમાં આ રીતે વીદેશી કોલસાની ગુણવત્તાઓમાં હેરફેર કરતો ફરી રહ્યો હોય છે અને જો કચ્છમાં ભીંસ વધે તો રાજસ્થાન તરફ વાડાઓમાં આ હેરફેર ગોઠવી દેતો હોવાનુ મનાય છે. વાયોરા પોલીસ કરસન તથા રફીકની કડકાઈથી પુછતાછ કરવામા આવશે તો ઘણુ બધુ બહાર આવશે અને અબડાસાથી રાજસ્થાન સુધી આ રીતે ફેલાયેલા કાળા કોલસાના કારોબારમાં ઘણા નવા કડાકા ભડાકા થવા પામશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.



..............


વાયોર પોલીસે કંડલાથી અબડાસા સુધીના
કોલસા હેરફેરના એમ-ઓનો કર્યો ખુલાસો


ગાંધીધામ : વાયોર પોલીસ દ્વારા કોલસાની ગુણવત્તામા ફેરફાર અંગે થયેલી ફરીયાદની કરેલી ઉંડાણપૂર્વકની તપાસમાં આખેઆખી મોડસ ઓપરેન્ડી જ ખુલી પાડી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. કહેવાય છે કે, કંડલા પોર્ટ પરથી કોલસો ભર્યા બાદ આરોપીઓ ટ્રકને ગાયબ કરી નકલી નંબર પ્લેટ લગાડી અને ભેળસેળ યુક્ત કોલસો ભરેલી ટ્રકને અલ્ટ્રાટેક કંપનીમાં  મોકલાવતા હતા. જોકે એલસીબીએ એક ટ્રક પકડી ત્યારે આરોપીઓએ ભેળસેળ કર્યા વગર ટ્રકનો સીલ તોડીને મોકલાવેલી હતી અને કોઈ અજાણ્યા શખ્સ સીલ તોડ્યું હોય તેવું ચિત્ર દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 


 

Comments

COMMENT / REPLY FROM