Trending News
સ્થાનિક સમાચાર

ર૦ ઈંચ વરસાદથી વાગડના હાલ બેહાલઃ કલેક્ટરે સ્થાનિક તંત્રનો ઉધડો લીધો 

10 September


કલેક્ટર આનંદ પટેલે હાઈવે, ડેમ સહિતના સ્થળોની મુલાકાત લઈ નુકસાનીની જાત વિગતો મેળવી : મોટા ભાગના ગામોમાં જવાબદારોની ગેરહાજરી, કન્ટ્રોલ રૂમનો મોબાઈલ નંબર ન ઉપડવો, સ્થાનિક તંત્ર મદદે ન આવવા સહિતની ફરિયાદો કરાતા બેઠકમાં તમામ અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટે સૂચના અપાઈ 


ગાંધીધામ : વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ર૦ ઈંચ વરસાદ પડતાં અનેક જાહેર માલ મિલકતને નુકસાન થયું છે જેમાં સામખિયાળી-રાધનપુર નેશનલ હાઇવે, ચિત્રોડ- - રાપર-ધોળાવીરા નેશનલ હાઇવે ધોવાઇ ગયો છે તો મેવાસા તથા અનેક ડેમો વધારે પાણીથી ઓવરફલો થયા છે અનેક જગ્યાએ ડેમ અને રસ્તાઓ તુટી ગયા છે અનેક ખેતરો તથા અન્ય જાહેર માલ મિલકતને ભારે નુકસાન થયું છે તે અંગેની જાત માહિતી મેળવવા આજે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જિલ્લા કલેકટર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. મેવાસા ડેમ તુટી ગયો છે તે સ્થળ તથા ગાગોદર પાસે નેશનલ હાઇવેની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી ઉપરાંત રાપર મામલતદાર કચેરી ખાતે મહેસુલ, પંચાયત, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, નગરપાલિકા સહિતના તમામ વિભાગોના અધિકારીઓની મિટિંગ લીધી હતી અને સ્પષ્ટ સુચનાઓ આપી હતી કે તાત્કાલિક અસરથી આ કામગીરી પૂર્ણ કરવા માટે ટીમો બનાવી કામે લગાડી દો ઉપરાંત જે સ્થળ પર પાણી ભરાયા છે એવી જગ્યાએ દબાણો દૂર કરવા તથા ખેતરોમાં ધોવાણ થયું છે તો ચોમાસુ પાકનું નુકસાન માટે સર્વે કરવા સુચનાઓ આપી હતી. 
રાપર મામલતદાર કચેરી ખાતે કલેક્ટર સમક્ષ વરસાદ દરમિયાન વહિવટી તંત્રની નિષ્ક્રિયતા અંગે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી પોલીસ, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જો કામગીરી કરવામાં ના આવી હોત તો અનેક લોકો તથા પશુઓ મોતને શરણ થયા હોત. રાપર સ્થાનિકે શરૂ કરવામાં આવેલ કન્ટ્રોલ રૂમના નંબર પર કોઇ ફોન ઉપાડવામા આવતા ના હતા તો રાપર તાલુકા ના લગભગ ગામમાં કોઈ જવાબદાર કર્મચારીઓ હાજર ના હતા ઉપરાંત નુકસાની અંગે તથા કર્મચારીઓ બાબતે રજૂઆત કરવામાં આવતા કલેક્ટર દ્વારા તમામનો ઉધડો લેવામાં આવ્યો હતો આગેવાનોએ તાત્કાલિક ધોરણે લોકોને રાહત પેકેજ અંગે રજૂઆત કરી હતી. 
પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલ, રાપર મામલતદાર એચ.બી.વાઘેલા, ગાગોદર પીઆઈ વી.એ.સેગલ, નાયબ મામલતદાર એસ.બી.ઘાસુરા, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.પી રામજીયાણિ, જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ નાયબ કાર્યપાલક જે.એમ.ટાંક, એસ.ટી.ચૌધરી, કાર્યપાલક ઇજનેરશ્રી, પંચાયત સિંચાઈ વિભાગ ભુજ કે.વી. ટેલર, નાયબ કાર્યપાલક ઇજનેર,જળ સિંચન પેટા વિભાગ રાપર બાલાસર પીએસઆઈ વી.એ.ઝા તથા તાલુકાના તમામ જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Comments

COMMENT / REPLY FROM