Trending News
સ્થાનિક સમાચાર

જીએસટી રીફોર્મસ : કચ્છના ઓટોમોબાઈલ સહિતના લકઝરીયસ ક્ષેત્રો માટે જાયે તો જાયે કહાં ની કફોડી સ્થિતી

10 September

આ ક્ષેત્ર માટે નેકસ્ટ ઝેન જીએસટી ફાયદો બની કે કોયડારૂપ..!


નેકસ્ટ ઝેન જીએટી રીફોર્મના જે મુખ્ય પાંચ ફાયદાઓ ગણાવાય છે તે પૈકીના સરળ ટેક્ષ સિસ્ટમ તથા ઈઝ ઓફ ડુઈગ બિઝનેસ શું ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે ખરેખર હાલમાં સાક્ષાત થાય છે ખરા? સૌથી મોટો સવાલ

૧પમી ઓગષ્ટના લાલકિલ્લા પરથી જીએસટીના સ્લેબ બાબતેનો સંકેત અપાયો, તેની સપ્ટે. પ્રથમ સપ્તાહમાં જાહેરાત કરાઈ પરંતુ અમલવારી રરમી સપ્ટેમ્બર પ્રથમ નોરતેથી રાખી હોવાથી સર્જાઈ છે વિવિધ ગુંચવાણો : ઓટોમોબાઈલ સેકટર-ડીલર્સ હવે નવી ગાડીઓનો મોલ ઉપાડે તો કયા જીએસટીના વેચાણના આધારે ઉપાડે? હાલમાં જે સ્ટોક છે તેનું વેંચાણ કઈ રીતે કરે? ગણપતિ-નવરાત્રી-દસેરા જેવા મહોત્સવ ધમધમીરહ્યા છે, ઓટોમોબાઈલ ક્ષેત્રની સિઝન જ કહેવાય, તેવામાં હવે જીએસટી રીફોર્મસની ગુંચ ડીલર્સ માટે બની છે શિરદર્દ સમાન : જો ગણેશ ઉત્સવ દરમ્યાન જ તેની અમલવારી કરી દીધી હોત તો હજુય ડીલર્સ ત્વરિત રીતે નિર્ણય લઈ શકયા હોત, આઈટીસી પણ સરકાર ન આપતી હોવાથી સમસ્યાઓ વધારે વકરી


ગાંધીધામ : દેશની કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ નેકસ્ટ ઝેન જીએસટી રીફોર્મની જાહેરાત કરવામાં આવી હતી. જીએસટીના જે અલગ અલગ સ્લેબ હતા તેને હવે મીનીમમ અને મેકિસિમમ એવા બેજ સ્લેબ કેટેગરી વાઈજ સરકારે બાયફરકેટ કરી નાખ્યા છે. આ પ્રકારના નિર્ણયથી ઘણી બધી વસ્તુઓ સસ્તી થવાની છે અને તેને આવકાર પણ અપાઈ રહ્યો છે પરંતુ 
જીએસટી રીફોર્મસની જે જાહેરાતો કરાઈ છે તેના લીધે કહી ખુશી કહી ગમનો પણ માહોલ બનેલો છે. કટલાક ક્ષેત્રોમાં રાહતની વાત સામે આવી છે જયારે કેટલાકમાં મોટી ગુંચવણો ઉભી થવા પામી ગઈ હોવાનો વર્તારો જોવાઈ રહ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, ઓટોમોબાઈલ સહિતના ક્ષેત્રો અને લકઝરીયસ આઈટમ્સવાળા વિભાગોમાં મોટી અવઢવ આંતરીક રીતે ઉભી થઈ હોવાનુ ચર્ચાય છે. 
 આ પ્રકારના રીફોર્મને લઈને અસમંજતાસનો માહોલ પ્રસરી જવા પામ્યો હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. 
ગુજરાતના ઓટોમોબાઈલ ડીલર્સ હાલમાં પણ જીએસટીને લગતી વિવિધ ટેકનીકલ સમસ્યાનો તો સામનો કરી જર હ્યા છે પરંતુ પડયા પર પાટુ સમાન સ્થિતી બની હોય તેમ હવે જીએસટી રીફોર્મની સત્તાવાર જાહેરાત બાદ તેમની સ્થિતી બની જવા પામી હનોવાનો કચવાટ સામે આવી રહ્યો છે. આતંરીક રીતે થતા કચવાટની જો વાત કરીએ તો સૌ પ્રથમ તો જે રીતે જીએસટી રીફોર્મસની જાહેરાત કરાઈ છે તે સમયને લઈને જ મોટો કચવાટ ઉભો થયો છે. કારણ કે, ૧પમી ઓગષ્ટના રોજ વડાપ્રધાનશ્રીએ તેનો સંકેત તો આપી જ દીધો હતો, તેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર પ્રથમ માસમાં કરવામાં આવી પરંતુ તેની અમલવારી રરમી સપ્ટેમ્બર એટલે કે પ્રથમ નોરતા-નવરાત્રીથી કરવાનુ કહેવામા આવ્યુ છે. આ સમય ગાળો ઓટોમોબાઈલ જગત માટે મુખ્ય સીઝન પૈકીનો જ બની રહે છે.કારણ કે ગણેશોત્સવ, નવરાત્રી, દશેરા જેવો સમય ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ભારે ગરાકી રહેતી હાય છે અને આ દીવસામાં ગાડીઓના વિક્રમ જનક વેંચાણ થવા પામતા હોય છે. પરંતુ જીએસટી રીફોર્મસની જાહેરાત અને અમલવારી વચ્ચેનો લાંબો સમયકાળ અહીઅવઢવ સર્જવા પામી રહ્યો છે. એકતરફ હયાત સ્ટોક વેંચી નથી શકતા, ગ્રાહકો હવે હાલના સમયે ગાડીઓ ખરીદે તો ઉંચો ટેક્ષ ભરવો પડે તેમ છે, એટલે જીએસટી રીફોર્મની અમલવારી બાદની તારીખમાં ખરીદી કરવાનુ જ મન બનાવે તે સહજ છે, આવામાં નવો સ્ટોક ડીલર્સ કંપનીમાથી ઉપાડી નથી શકતા, કારણ કે, કરોડોની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ એટલે કે આઈટીસીની અટવાયેલી પડી છે. આઈટીસી વિવાદના લીધે ડિસ્કાઉન્ટ, ઈન્સેન્ટિવ, વોરંટી, ફ્રી સર્વિસ અને પ્રમોશનલ સ્કીમ્સ દ્બટ્ઠંષ્ઠરને કારણે છેઙ્ઘૈં દરમ્યાન લાંબા વિવાદો ઊભા થતા હોવાની પણ રાવ આંતરીક રીતે ઉઠતી રહી છે. 
એક એક ડીલરની પાંચ-પાંચ કરોડની આઈટીસી સરકારે છુટ્ટી નથી કરી, તો નવો માલ-ગાડીઓ ડીલર્સ મંગાવે કેવી રીતે? આ ઉપરાંત લકઝરી ગાડીઓના વેંચાણ પર પણ થોડી અસર તો જોવા મળશે જ કારણ કે ર૮ ટકા જીએસટી સાથે સેસ મળીને પ૦ ટકા સુધીનો કર થવા પામી છે. આવામાં કસ્ટમરની ડીમાન્ડ ચોકકસથી ઘટશે અને ડીલર્સના માર્જિનને પણ તે અસર કરવા પામી શકે તેમ છે. રીસેલ વ્હીકલ વેલ્યુએશનના નિયમો સ્પષ્ટ ન હોવાથી પણ અધિકારીઓ સાથે વિવાદો સર્જાઈ શકે છે. આ ઉપરાંત ખરીદારો પણ ટેક્ષ રેટ વધવાથી ખરીદી પ્રત્યે નિરાશા દર્શાવી શકે છે. જે અનસોલ્ડ સ્ટોક પડયો છે તેમાં જીએસટી ભરવાની ફરજ પડી શકે છે. ગ્રાહકો પાસેથી પણ ચુકવણું મોડુ આવતા લિકવીડીટી ક્રંચ પણ સર્જાવવા પામી શકે છે. એક જ રાજયમાં અનેક શાખા ધરાવતા ડીલર્સને અલગ અલગ જીએસટીનંબર લેવાની પણ ફરજ પડતા એ પણ વધારાનો ખર્ચ થવા પામી શકે છે. આ ઉપરાંત મેન્યુફેકચરર તરફથી મળતાઅને ઈન્સેટીવ સ્કીમ પર જીએસટી લાગુ પડવાના મુદે પણ સ્પષ્ટતા ન હોવાથી ડીલર્સ મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે. કચ્છના ડીલર્સ કહી રહ્યા છે કે, જો જાહેરાત થવાની સાથે જ ગણેશ મહોત્સવ પણ સારા જ દીવસો હતા તે દરમ્યાન જ તેની અમલવારી કરી નાખત તો ઘણી બધી ગુંચવણો સર્જાતી અટકી શકી હોત અને નવરાત્રી-દશેરા જેવા તહેવોરામાં ડીલર્સ પણ સારી કમાણી કરવા માટે આગોતરૂ સુચારૂ આયોજન કરી શકયા હોત. અમુક વેપારીઓ અને ડીલર્સ કહી રહ્યા છે કે, નેકસ્ટ ઝૈન જીએસટી રીફોર્મ માટે જે પાંચ મુખ્ય ફાયદાઓ ગણાવાય છે તે પૈકીના બે મુદાઓ જેવા કે સરળ ટેક્ષ અને બીજો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેશ આ બન્ને શું આ ક્ષેત્રને માટે આ સ્થિતીમાં ખરેખર લાભદાયી નીવડશે ખરૂ?


................


ઑટોમોબાઇલ ડીલર્સ પર પડતા પ્રભાવના મુખ્ય પડકારો

૧. ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITS) પર નિયંત્રણ : - ડીલર્સને ખરીદી સમયે ભરેલા GST પર પૂરતો Input tax Credit  મળતો નથી.
- ખાસ કરીને ડિસ્કાઉન્ટ / સ્કીમ / સબસિડી જેવી સેલ્સ પ્રમોશન 
પ્રવૃત્તિઓમાં GST સ્ટ્રક્ચર અસ્પષ્ટ છે.

ર. હાઇબ્રિડ / ઇલેક્ટ્રિક વાહનો માટે કર માળખું : ઈલેક્ટ્રિક વાહનો પર GST  ઓછું છે (૫%), પરંતુ સ્પેર પાટ્‌ર્સ, સર્વિસ અને એક્સેસરીઝ પર ઊંચો ટેક્સ (૧૮-૨૮%) લાગુ પડવાથી ડીલર્સ અને ગ્રાહકો બંને માટે ભ્રમ સર્જાય છે.

 

Comments

COMMENT / REPLY FROM