Trending News
સ્થાનિક સમાચાર

માંડવીના વાંઢ પટ્ટા માં બોકસાઈટ કૌભાંડનો પર્દાફાશ

10 September



કોડાય પોલીસ તથા ફલાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક શ્રી મેહુલ શાહની ટીમની મધરાતે ખનીજચોરો સામે કરેલી લાલઆંખ ભરી કાર્યવાહી સરાહનીય

કોડાય પોલીસે મોડી રાતે બોલાવ્યો સપાટો : બોકસાઈટ ભરેલો ટ્રક, હિટાચી મશીન સહિત મુદ્દામાલ ઝડપી પાડ્યો : બોકસાઈટ સહિતના ખનીજચોરોમાં ફેલાયો ફફડાટ


ધોધમાર વરસાદમાં જ ખનીજચોરીનો નવો કીમીયો : વરસાદ દરમ્યાન ચોરી કરે અને પકડાય કે દરોડા પડે તો ખાડાઓ પાણી ભરાઈ ગયા હોવાથી માપણીમાં તંત્રને પડે મુશ્કેલી : જેના લીધે સેટીંગ કરવુ કે ચોરી કરવી બની જાય વધુ સરળ


ગોણિયાસર પટ્ટામાં બોકસાઈટનો નાનો ભાઈ લેટરાઈટની પરમિશનો લઈ અને બોકસાઈટના ગેરકાયદેસર ખનન વચ્ચે પોલીસે કરેલી કાર્યવાહી સુચક


કચ્છમાંથી રેવલે માર્ગો પણ મોટા પ્રમાણમાં ખનીજનું રોયલ્ટી સાથે થાય છે પરિવહન : રોયલ્ટી જેની ભરાય છે તે જ ખનીજનું પરિવહન થાય છે કે પછી અન્ય કોઈ ખનીજની થાય છે હેરફેર.ઃ અહી પણ સરપ્રાઇજ તવાઈ છે જરૂરી


કચ્છભરના અલગ અલગ વિસ્તારોમાથી બોકસાઈટનું ગેરકાયદેસર ખનન કરી અને ધાણેટી નજીક રથી ચાર ગામડાઓમાં તેનો મોટા પાયે ગેરકાયદેસર સંગ્રહ કરવામાં આવતો હોવાની વાતે ગરમી પકડી



ગાંધીધામ : માંડવી તાલુકાના વાંઢ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે પણ ખનિજ માફિયાઓ બોકસાઈટની ચોરી કરી રહ્યાં હોવાની બાતમીને આધારે કોડાય પોલીસે તાત્કાલ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે મોડી રાત્રે પાડેલા દરોડા દરમિયાન ૨ ટ્રક અને ૧ હિટાચી મશીન કબજે લીધાં છે, જેમાંથી એક ટ્રક બોકસાઈટ ભરેલું હાલતમાં ઝડપાયું હતું. પ્રાથમિક અંદાજ મુજબ જપ્ત કરાયેલ મુદ્દામાલની કિંમત લગભગ રૂ. ૭૦ થી ૭૫ લાખ જેટલી થાય છે.ખાનખનીજની ફ્લાઈંગ સ્ક્વોડને જાણ થતાં મેહુલ શાહની ટીમ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી અને સમગ્ર મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.ભારે વરસાદની પરિસ્થિતિમાં પણ ખનિજ ચોરો બેફામ રીતે ચોરી કરતા હોવાના કિસ્સાથી તંત્ર સતર્ક બન્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


.....................



ગુણીયાસરથી વાંઢના સીમાડામાં કોડાય પોલીસે ખનીજચોરી ઝડપી

જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત :


૧. એક્સકેવેટર મશીન - મોડલ નં. ઠઝ્રસ્ય્-૨૧૦.
૨. પટ્ટાવાળો ટ્રક - નં. ય્ત્ન-૧૨-છરૂ-૪૬૪૫.
૩. ખનિજ (બોકસાઈટ) ભરેલો ટ્રક - નં. ય્ત્ન-૩૮-ર્છં-૦૩૦.
૪. ટ્રક - નં. ય્ત્ન-૩૮-ઝ્ર્‌-૫૦૨૪.


ગાંધીધામ : ગુણિયાસરથી વાંઢ જતાં રસ્તા પર આવેલ સીમ વિસ્તારામાંથી ખનિજ (બોકસાઈટ) ચોરી પકડી પાડી કાર્યવાહી કરનાર કોડયા પોલીસ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરાડિયા સાહેબ, ડી.વાય.એસ.પી. ભુજ શ્રી વિમલસિંહ વિહોલ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંદકા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજના સૂચન મુજબ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવાના હેતુસર સતત સતર્કતા રાખવામાં આવી રહી છે. તેના અનુસંધાને કોડયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી. ખારડી સાહેબના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન માહિતીના આધારે ગુણિયાસરથી વાંદ જતાં રસ્તા પાસે આવેલા સીમ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનિજ (બોકસાઈટ) ચોરી થતાં હોવાની જાણ થઈ હતી. તાત્કાલિક રેડ કરીને સ્થળ પરથી એક હિટાચી મશીન તથા બે ટ્રક સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. કુલ મળીને અંદાજિત રૂપિયા લાખોનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




...............


બોકસાઈટ ખનન કયા આધારે કર્યું?


ગાંધીધામ :  બોકસાઈટ ખનન કરવા પર પ્રતિબંધ લગાવેલો છે એકમાત્ર સરકારી સાહસ જીએમડીસી ની કંપની બોકસાઈટ ઉત્ખનન કરવાની પરવાનગી મળેલી છે આ ઉપરાંત પ્રાઇવેટ પાર્ટીઓ ને બોકસાઈડ ઉત્ખનન કરવું હોય તો અનેક પ્રકારની મંજૂરીઓ મેળવવી 
પડતી હોય છે તો પછી કોણે પોલીસે ઝડપે ઓક્સાઈડ નું ખનન કરનારા તત્વો કયા આધારે બોકસાઈટ ભરી રહ્યા હતા?


.................


ચોરાઉ બોકસાઈટ સપ્લાય કયાં થતો હતો?


ગાંધીધામઃ કોડા પોલીસે માંડવીના વાંઢ વિસ્તારમાંથી પકડી 
પાડી બોકસાઈટ ચોરીનો પર્દાફાશ કર્યો છે ત્યારે સવાલ થાય છે કે ભારે વરસાદની સ્થિતિમાં પણ જો આ રીતે બિન્દાસ બોકસાઈટ ચોરી કરી તેનો પરિવહન હેરફેર થતી હોય તો સામાન્ય દિવસોમાં આ બોક્સાઈટ ખનીજ માફીઆઓએ કેટલો પ્રતિબંધિત બોક્સાઈટ અહીંથી ઉછળી લીધો હશે? અહીં તપાસ એ પણ થવી જોઈએ કે બોકસાઈટનો ગેરકાયદેસર જથ્થો ક્યાં જઈ રહ્યો હતો? કોને સપ્લાય કરવામાં આવી રહ્યો હતો . ચોરાવ  બોકસાઈટ ખરીદનારાઓ સામે પણ લાલ આંખ ભરી બેસાડતી કાર્યવાહી કરવી જ ઘટે.


..................


પશ્ચિમ કચ્છ ન્ઝ્રમ્એ થોડા સમય પહેલા પકડયુ હતુ..


 એ જ ખનીજચોર જીતીયા ટોળકીએ ફરી પોત પ્રકાશ્યું?

જો આ કેસમાં પણ જીતીયાનું જ નામ ખુલે તો કલેકટરશ્રીએ આવા ખનીજમાફીયાઓની સામેકરવી જોઈએ ધાક બેસાડતી લાલઆંખ : ફરી ફરીને બોકસાઈટ જેવી ચોરીઓને અંજામ આપનારાને બક્ષાય નહી


પશ્ચીમ કચ્છ એલસીબીએ પકડાયા બાદ પાંચ-સાત લાખનો દંડ કરીને છોડી મુકયા બાદ ફરીથી આ જ ગેંગ ખનીજ ચોરીમાં સક્રીય થઈ ગઈ કે શું?



ગાંધીધામ : માંડવીના વાંઢ પટ્ટામાં થોડા સમય પહેલા જ ખનીજચોરી પકડાઈ હતી. અહી પશ્ચીમ કચ્છ એલસીબીએ થોડા સમય પહેલા જ દરોડો પાડી અને ખનીજ-બોકસાઈટ ચોરી જડપી પાડી હતી. જાણકારો કહી રહ્યા છે કે, ફરીથી એ જ સ્થળેથી કોડાય પોલીસે દરોડો પાડીને બોકસાઈટ ચોરીનો ખુલાસો કરી દીધો છે. જાણકારો કહી રહ્યા છે કે, જો અહી ઘનિષ્ઠ તપાસ કરવામા આવશે તો જીતીયા ટોળકી ભણી જ આ બોકસાઈટ ચોરીનો પણ રેલો લંબાવવા પામી જશે.



..................


તો ગઢશીશા પોલીસ શું કરી રહી હતી?

ગાંધીધામ : વાંઢ વિસ્તારમાં ખનીજચોરો બેફામ બનીને ચોરીઓ કરી રહ્યા હોય તેમ પાછલા પાંચ-સાત માસમાં જ અહી અલગ અલગ એજન્સીઓ દ્વારા સતત કેસ કરવામા આવી રહ્યા છે. હાલમાં પણ અહી કોડાય પોલીસે દરોડો પાડી બોકસાઈટનો જથ્થો પકડી પાડયો છે તો ગઢશીશા પોલીસ કયાં ઘોરી રહી હતી? તેવા સવાલો જાણકારો કહી રહ્યા છે? વોંઢ અને ગોણીયાસરનો અમુક પટ્ટો આ પોલીસમથકોને પણ લાગુ પડી રહ્યો છે? તો ગઢશીશા પોલીસને આવી ખનીજચોરીઓ કેમ નજરે નથી આવતી? તેવા સવાલો પણ જાણકારો કરી રહ્યા છે.



 

Comments

COMMENT / REPLY FROM