Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં તો બનાસકાંઠાવાળી નથી થતીને? જિલ્લાના કડક-તટસ્થ ડીએસઓશ્રી હાશ્મી કરાવે ઉંડી તપાસ !

09 September




બનાસકાંઠામા ૪૦ હજાર જેટલા બોગસ રેશનકાર્ડનો  ખડકલો મળ્યો, ડીએસઓશ્રીએ કોઈની પણ સાડાબારી રાખ્યા વિના ૪૦ હજાર રેશનકાર્ડ કરી દીધા રદ : રેશનકાર્ડ બનાવવામાં ગાલમેલ કરનાર ટોળકીમાં ફેલાયો છે ગભટરા : કચ્છમાં પણ ભુજ-અંજાર-ગાંધીધામ-ભચાઉ સહિતના  શહેરોના કઈક ભદ્રવિસ્તારોમાં પણ રેશનીંગમાં બોલી રહ્યા છે થોકબંધ રેશનકાર્ડ, પોઝ વિસ્તારમાં આટઆટલા રેશનકાર્ડ-ગરીબી રેખા નીચે જીવતા લોકો આવે છે કયાંથી? કેમ અહી પણ કાર્ડની ક્રોસ ચકાસણીઓ કરવામાં ન આવે? આવકના ખોટા દાખલા, સરકારી કર્મીઓ હોવા ઉપરાંત પણ રેશનકાર્ડ, એકના એક જ પરીવારના અનેક રેશનકાર્ડો અહી પણ બની નથી ગયા ને? : જાણકારોની લાલબત્તી


ગાંધીધામ- કંડલા-આદિપુર સહિતના પટ્ટામાં ગાંધીનગરથી વિજિલન્સની ટુકડીએ ત્રાટકીને બોગસ રેશનકાર્ડનો એકાદ-દોઢ વર્ષ પહેલા જ કર્યો હતો પર્દાફાર્શ : અમુક ગામોમાં તો ઘરોઘર સર્વે કરી અને રેશનકાર્ડ વેરીફીકેશનની તે વખતે સ્થાનીક પુરવઠા વિભાગેને પડી હતી ફરજ

ગાંધીધામ : ગુજરાતમાં પ્રત્યેક જરૂરીયાતમંદને ભોજન મળી રહે તે માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે પરંતુ સસ્તા અનાજના અમુક બની બેઠેલા ભ્રષ્ટ ધનેડાઓની સિન્ડીકેટ દ્વારા આ પ્રકારના સરકારી સસ્તા અનાજને સગેવગે કરવામાં આવતા હોવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી જ રહેતી હોય છે. આ કૌભાંડનામુળમાં બોગસ રાશનકાર્ડ પાયાની ભુમિકા ભજવી જતા હોય છે. દરમ્યાન જ બનાસકાંઠામાં તંત્ર દ્વારા આવા બની ગયેલા ૪૦ હજાર જેટલા રેશનકાર્ડને રદ કરી દીધા હોવાની ધાક બેસાડતીકાર્યવાહી કરવામાઆવી છે ત્યારે સરહદી કચ્છમાં પણ પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, કચ્છમાં વર્તમાન સમયે ડીએસઓ શ્રી હાશ્મી કડક અને તટસ્થ અધિકારીની છબી ધરાવી રહ્યા છે તો તેઓ પણ કચ્છમાં આ જ રીતે કેમ ઉંડી તપાસ કરાવી અને લાલઆંખ ન કરે?
બનાસકાંઠામાં પુરવઠા વિભાગે ૪૦ હજાર બોગસ રીતે બનેલા રેશનકાર્ડન રદ કરી દીધા છે. તો કચ્છમાં પણ આવી રીતે રેશનકાર્ડનો ખોટી રીતે કોઈ લાભ નથી લઈ રહ્યા ને? તે તપાસ કરવી જોઈએ. જરૂરીયાતમંદ લોકોના હકકનું રાશન અહી પણ બોગસ રેશનકાર્ડના આધારે અન્યત્ર પગ નથી કરી રહ્યુ ને? એક જ પરીવારના અનેક રેશનકાર્ડ બનેલા હોવા, આવકના ખોટા દાખલાઓ રજુ કરી અને એપીએલની મર્યાદામાં દર્શાવી અને રેશન ગેરકાયદેસર રીતે સગેવગે નથી કરવામા આવતુ ને? નોધનીય છે કે, ગાધીધામ-કંડલા પંથકમાં આજથી દોઢેક વર્ષ પહેલા આ જ પ્રકારની ફરીયાદોના પગલે ગાંધીનગરથી વિજિલન્સની ટુકડી ત્રાટકી હતી અને બોગસ ડમી રેશનકાર્ડ તેમના હાથે લાગી જવા પામ્યા હતા જે બાદ અમુક ગામોમાં ઘરોઘર જઈ અને રેશનકાર્ડની ખરાઈઓ કરવાની ફરજ સ્થાનિક પુરવઠા વિભાગને પડી હતી. અંગુઠા કોઈના બોલતા હોય અને રેશનકાર્ડ અન્ય કોઈના નામના બનેલા હોય તેવા ઘટનાક્રમો પણ ચર્ચામાં આવવા પામ્યા હતા. ફરીથી રેશનીગના અમુક કાળા બજારીયાઓ અને ભ્રષ્ટ ધનેડાઓ આ મુજબના પ્રકરણોને અંજામ આપવાનુ શરૂ નથી કરી દીધુ ને?  જે લોકો પાત્રતા ન ધરાવતા હોય તેમના જ ઘરોમાં એક જ પરીવારના પાંચથી સાત રેશનકાર્ડ બનેલા તો નથી ને? ખોટા દસ્તાવેજો બનાવી અને રેશનકાર્ડ મારફતે સરકારી અનાજનો ગેરલાભ તો લેવામા નથી આવી રહ્યો ને? જો આ બાબતે અહી પણ ઉંડી તપાસ કરવામા આવશે અને ખાસ કરીને ભુજ-અંજાર-ગાંધીધામ-આદિપુર-મુંદરા-ભચાઉ જેવા વિસ્તારોમાં વક્રદ્રષ્ટી તંત્રએ કરવાની જરૂર છે. નોધીય છે કે, પાછલા ટુંકાગાળામાં જ ડીએસઓશ્રીની સરપ્રાઇજ કાર્યવાહીમાં ગાંધીધામ-આદિપુર-અંજાર-ભુજ- સહિતની રેશનીંગની દુકાનમાં સરકારી અનાજના સ્ટોકમાં ગાલમેલના કિસ્સાઓ સામે આવી જ ચુકયા છે. જો રેશનકાર્ડ ડમી અથવા તો બોગસ બનેલા છે કે કેમ તે બાબતે સામુહીક સરપ્રાઇજ ચેકીંગ કરવામાં આવે તે સમયની જરૂરીયાત બની છે.

Comments

COMMENT / REPLY FROM