ગુજરાત પોલીસને મોટી સફળતા : SMC ના નિર્લિપ્ત રાયને શાબાશ છે!
દુબઈથી કુખ્યાત બુટલેગર વિનોદ સીંધીના પ્રત્યાર્પણની મંજુરી : કચ્છ માટે પનોતીરૂપ બનેલ
જાદુગર તુ તો હવે ગ્યો જ.! કઈક કાચાચીઠ્ઠા ખુલશે..!
વિનોદ સીંધી મોઢું ખોલશે એટલે પહેલુ નામ જ જાદુગરનું આવશે : સીંધીને લાવીને પુછજો કે, ડીજીના નામે તેની પાસેથી દારૂની ખેપ માટે કોણ ઉઘરાવતા હતા હપ્તા ? કચ્છ બોર્ડર રેન્જમાં દારૂની ખેપની છુટ પેટે પાંચ-પાંચ કરોડના હપ્તા માસિક કોણે લીધા? કોના નામે ઉઘરાવ્યા? આ બધુ જ પુછાશે અને બહાર આવશે એટલે આવા હપ્તાઓમાથી હાલમાં ૧૦૦-૧પ૦ કરોડનો રીસોર્ટ જાદુગર બનાવી રહ્યો છે તે બધુ જ ગુમાવવાનો તેનો આવશે વારો, વિનોદ સીંધી જેવાઓથી લીધેલા કરોડોના હપ્તાથી જ બની રહ્યો છે આલીશાન રીસોર્ટ.! : જાણકારોની લાલબત્તી
અનેકવીધ ગુનામાં વોન્ટેડ બુટલેગર વિનોદ સીંધીને દુબઈથી ભારત પ્રત્યાપર્ણની પરવાનગી મળી જતા રાજયભરના બેનામી ધંધા કરનારા, ખાખીના વહીવટદારો સહિતઓના શ્વાસ થયા છે અદ્વર
ગાંધીધામ : ગુજરાતમાં દારૂનું વિશાળ નેટવર્ક ધરાવતા અને પોલીસની ધોંસ વધતાં દુબઈ નાસી ગયેલા કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીને ત્યાંથી પ્રત્યાર્પણ મારફતે રાજ્યમાં
પાછો લાવવામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મહેનત અંતે ફળી છે. દુબઈથી આવા મોસ્ટ વોન્ટેડ આરોપીને રાજયમા પરત પ્રત્યાર્પણ કરવાની મંજુરી મળી જવા પામી છે અને હવે તેનું ગુજરાત પોલીસે કોઈ પણ સમયે ગુજરાત-ભારતમા પરત લઈ આવશે અને તેની સત્તાવાર ધરપકડ કરી આગળની પુછતાછ હાથ ધરશે. આ સ્થિતીમાં જાણકાર વર્ગ કહી રહ્યો છે કે, વિનોદ સીંધી પાછો આવશે અને તેની એસએમસી જેવી ટીમના અધીકારીઓ ધોક્કાછાપ પુછતાછ હાથ ધરશે તો કચ્છમાં વિનોદ સીંધીથી દારૂની મસમોટી ખેપો અવિરત મંગાવી અને તેના પેટે કરોડોના હપ્તા લેનારાઓથી લઈ અને તે ટોળકીમાં સંડોવાયેલા કઈકના તપેલા પણ ચડી શકે છે.વાત કરીએ વિનોદ સીંધીની તો રાજ્યભરમાં ડિસ્ટ્રીબ્યુશન પદ્ધતિથી દારૂનું નેટવર્ક ચલાવનાર બુટલેગર વિનોદ સિંધીના સાગરીતોની થોડા સમય પહેલા એક પછી એક સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દબોચી લેતી હતી. જેને લઇને ૩૮ ગુનામાં વોન્ટેડ વિનોદ સિંધી ગત, જૂલાઇ મહિનામાં દુબઇ ભાગી ગયો હતો. જે બાદ જીસ્ઝ્રની ટીમ દ્વારા રાજ્યમાં પહેલી વખત બુટલેગર સામે રેડ કોર્નર નોટીસ ઇશ્યુ કરી હતી. આ બાદ જીસ્ઝ્રની ટીમે દુબઇ એમ્બેસીનો સંપર્ક કરીને પ્રત્યાપર્ણ સંધીના આધારે તેને સતત પરત લાવવાના પ્રયાસોક રી રહ્યા હતા જેને અંતે મંજુરીની મહોર મળી જવા પામી છે. હવે વિનોદ સીંધીને દુબઈથી ગુજરાત લાવવામા આવશે અને જો તેની કડકાઈથી પુછતાછ કરવામા આવશે, તેની પાસે રહેલી ડાયરીઓઝપ્ત કરી અને તેના પાનાઓ ઉથલાવાશે તો ડીજીપીના નામે, ડીજી કચેરીના નામે તેનાથી મોટા મોટા હપ્તા કોણે ઉઘરાવ્યા હતા? કચ્છ બોર્ડર રેન્જમાંથી કોણે કેટલા કરોડના માસીક હપતા કેટલા સમય સુધી તેનાથી લીધા? કેટલો દારૂ તે સમયે ઠલવાઈ ગયો? આ બધી જ છાનબીન હાથ ધરવામા આવશે તો કઈકના તપેલાઓ ચડી જવા પામશે કેટલાયના પગ તળે રેલો આવી શકે તેમ દર્શાય છે. અને કચ્છને માટે પનોતીરૂપ જ મનાતો જાદુગર તો ગયો જ છે. તેમ ચર્ચાય છે. જાદુગરે જે ૧૦૦થી ૧પ૦ કરોડની રકમનો રીસોર્ટ બનાવી રહ્યો છે તે બધુ જ અટકી જવા પામે તેમ છે. કારણ કે આ જાદુગર આવો આલીશન રીસોર્ટ વિનોદ સીંધીઓ જેવા પાસેથી લીધેલા હપ્તાથી જ બનાવી રહ્યા છે!

Comments