રાપર - ખડીરમાં જળબંબાકાર
૧૭ ઈંચ વરસાદથી
ડિપ્રેશનની અસર તળે વાગડ પંથકમાં ધીંગી મેઘમહેર : ગત રાત્રે ૧૦થી સવારે ૧૦ સુધી ૧૦ ઈંચ વરસાદ : વહીવટી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં જોતરાયું : ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા : વીજળી અને મોબાઈલ નેટવર્કના ધાંધિયાથી લોકો પરેશાન : વિવિધ સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની કરાઈ વ્યવસ્થા
ભુજ : સમગ્ર કચ્છ પર કાળા વાદળોની સેનાએ ગઈકાલથી ઘેરો ઘાલી અને સમગ્ર કચ્છમાં ભાદરવાના ઉત્તરાર્ધમાં વરસી રહેલા મેઘરાજાને કારણે કચ્છનું જનજીવન જાણે થંભી ગયું છે. રાપર તો જાણે ગઈકાલના વરસાદ ગ્રસ્ત “પંજાબ”માં ફેરવાઈ ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. વાગડની ધરતી જળબંબાકાર થઈ ગઈ છે. વાગડના કેટલાક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. અતિ ભારે વરસાદના કારણે રાપર અનેખડીરના અનેક વિસ્તારમાં વીજળીનો પુરવઠો ખેરવાઈ ગયો છે. સાથે જ મોબાઈલ નેટવર્ક પણ ઠપ થઈ જતા લોકો સંપર્ક વિહોણા બની ગયા છે. બેટમાં ફેરવાઈ ગયેલા રાપર અને ખડીર વિસ્તારમાં ઠેર-ઠેર જળભરાવ થયા છે. રાપર તાલુકા વિસ્તારમાં વિતેલા ર૪ કલાક દરમિયાન ૧૭ ઈંચ જેટલો વરસાદ થતા અત્ર,તત્ર સર્વત્ર જળ જ જોવા મળી રહ્યું છે. કચ્છનું નાનું રણ મહેરામણ ફેરવાયું હોય તેમ મહાસાગરની જેમ પાણી હીલોળા લઈ રહ્યા છે. રાપર અને ખડીર વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તે જાણવા માટે બોટ દ્વારા અંદર જવાના વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે. જોકે અહીં ખાસ એ નોંધ લેવી જ પડે કે આવી કપરી પરિસ્થિતિ વચ્ચે પણ વીજ પુરવઠો જાળવવા માટે પીજીવીસીએલનો સ્ટાફ જીવના જોખમે રાત દિવસ ઝઝુમી રહ્યો છે આમ છતાં પણ અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ જ એવી છે કે લાઈટ ચાલુ કરવાનું શક્ય નહીં બનતા જિંદગીની એક પણ મિનિટ લાઈટ વગર તે પંખા વગર નહીં જીવવા ટેવાયેલા લોકો સ્વાભાવિક રીતે અકળાઈ અને સમજ્યા વગર પીજીવીસીએલ તંત્ર પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે, બીજી બાજુ જિલ્લા કલેક્ટર અને સમગ્ર વહીવટી તંત્ર રાત દિવસ છેલ્લા ૪૮ કલાકથી કંટ્રોલરૂમ દ્વારા અને જે રીતે શક્ય બને તે રીતે પરિસ્થિતિની લોકોને સતત સોશિયલ મીડિયાથી વાકેફ કરી અને માહિતગાર કરી રહ્યું છે એટલું જ નહીં પરંતુ સેવાભાવી સંસ્થાઓ કાર્યકરો અને સરકારી કર્મચારીઓ વગેરેનું સંકલન પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો કેટલાક લોકોએ એવી પણ ફરિયાદ કરી કે તેમની પડખે તો કોઈ નથી આવ્યું. પણ તંત્ર જેમ મને તેમ જલ્દી બધી પહોંચી વળશે એવું જણાવાયું છે. વાગડની શાળાઓ તથા અન્ય ખાનગી સેવાભાવીઓના મકાનો અસરગ્રસ્ત લોકોને આશરો આપવા ખોલી દેવાયા છે. વરસતા વચ્ચે પોતાના પરિવારથી દૂર રહી અને ફરજ બજાવી રહેલા સરકારી તંત્રના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓ તથા શાળા કોલેજોના શિક્ષકો અને ટ્રસ્ટીઓ ખરેખર નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ અનેક સેવાભાવી સંસ્થાઓ જે નહીં પરંતુ રાજકીય પક્ષો પણ એક બની અને સેવામાં લાગી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને કાઉન્સિલરો દ્વારા પોત પોતાની રીતે પણ અંગત લોકોની મદદ માટે પ્રયાસ થઇ રહ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા તો ખૂબ જ વ્યવસ્થિત રીતે આગલે જ દિવસે જિલ્લા પ્રમુખ શ્રી વી કે હુંબલે તાલુકા અને શહેર વાઈઝ સેવાભાવી કાર્યકરોની ગોઠવી અને ખડે પગે લોકોની સેવા માટે તેમને રાખ્યા છે. આજે બપોર સુધી આ લખાય છે ત્યાં સુધી મેઘરાજાની ધોધમાર બેટિંગ ચાલુ જ રહી છે. આજે સાંજ સુધી ચક્રવાત કચ્છ ઉપરથી પસાર થઈ જાય તેવું મનાય છે જો તેમ થશે તો આવતીકાલ પછી ધીમે ધીમે પરિસ્થિતિ સુધરશે તેવું લાગે છે. અત્યારે તો કચ્છના લોકો ઉપર ઘેરાયેલા વાદળા જોઈ જોઈ અને ઘરમાં પણ છવાઈ ગયેલા ધોળા દિવસના અંધારા વચ્ચે હવે વરસાદ વિરામ લે તેવી વિનમણી લોકો કરી રહ્યા છે.
....................
પૂર્વ કચ્છ એસપીના માર્ગદર્શન તળે
રાપર પોલીસની સરાહનીય કામગીરી
રાપર : રાપર શહેરમાં સતર ઈંચ થી વધુ વરસાદ થતાં રાપર શહેર વિખુટુ પડી ગયું હતું રાપર શહેર ને જોડતા રાપર ભીમાસર આડેસર માર્ગ પર પાણી ફરી વળતા બંધ રાપર બાલાસર ધોરાવીરા માર્ગ પર પુલીયુ તુટી જતા બંધ રાપર રામવાવ ભચાઉ રાપર નજીક ફલકુ નદી વહેતી થતાં આ માર્ગ બંધ એક માત્ર રાપર ચિત્રોડ સામખિયાળી માર્ગ ચાલુ રહ્યો હતો પરંતુ આ માર્ગ પર આઇટીઆઇ પાસે કોઝવે મા પાણી વધારે પ્રમાણમાં આવી ગયું હતું એટલે આ માર્ગ પર ધુળ માટી દુર કરવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી રાપર
પીઆઈ જે.બી.બુબડીયા બાબુભાઈ કારોત્રા નરેશ ભાઈ ઠાકોર વિજય ભાઈ કિરણ બારોટ વિક્રમ દેસાઈ મુકેશ સિંહ રાઠોડ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક જેસીબી મશીન દ્વારા કોઝવે ની સાફ-સફાઈ કરી માર્ગ પુર્વરત કરાવ્યો હતો તો ખોડીયાર મંદિર નજીક આવેલ રબારી સમાજ ના વિધાર્થીઓ માટે ની હોસ્ટેલ માં વીસ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં પાણી નો પ્રવાહ વધતા પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી આ વિધાર્થીઓ નુ રેસ્ક્યુ ઓપરેશન કરી સલામત સ્થાને ખસેડવામાં આવ્યા હતા ઉપરાંત રાપર ના આંઢવાળા તળાવ પાસે કોઝવે પાસે નગાસર પાસે ફલકુ નદી પાસે સહીત ના વિવિધ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
....................
કચ્છનું પ્રશાસન તમામ મોરચે સજજ, લોકો
તંત્રને સહકાર આપે : કલેકટરશ્રીની અપીલ
ભારે વરસાદના પગલે કચ્છનું વહીવટીતંત્ર તમામ મોરચે એલર્ટ પર છે : એનડીઆરએફ-એસડીઆરેફની ટીમો તૈનાત કરાઈ છે, શાળાઓ અગમચેતીના ભાગરૂપે બંધ રખાઈ છે, રાપરમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે
ભુજ : કચ્છમાં બે દીવસ ભારેી અતિ ભારે વરસાદની આગાહી સાથે આજ રોજ કચ્છ જિલ્લા કલેકટર દ્વારા પણ જિલ્લાનુ પ્રશાસન તમામ મોરચે અગમચેતીના ભાગરૂપે સતર્ક હોવાનો વીશ્વાસ દર્શાવી અને લોકોને પણ તંત્રની અપીલ-અનુરોધને પુરતો સહયોગ આપવા ટહેલ કરી હતી.
હવામાન વિભાગ દ્વારા સાત અને આઠ સપ્ટેમ્બર માટે વરસાદ માટે કચ્છમાં રેડએલર્ટ જાહેર કરાયો છે. અત્યાર સુધીમાં બે દીવસના આંકડાઓની વાત કરીએ તો ૧૧૭ મીમી સીધી વરસાદ થયો છે જેમાં સૌથી વધારે રાપર તાલુકામાં ૪૦૭ મી.મી.વરસાદ નોધાયો છે. જિલ્લમાં અત્યારે છ રસ્તાઓ અગમચેતીના ભાગરૂપે બંધ કરવામા આવ્યા છે. નવ જેટલા મધ્યમ કક્ષોના સિંચાઈના ડેમ ઓવરફલો છે. અન્ય બીજા નાના અને મધ્યમક સીંચાઈના ડેમો છે તેમં નવા પાણીની આવક છે. શીક્ષણ સંસ્થાઓ આજે બંધ રાખવામા આવી છે. વિદ્યાર્થીઓને આજે રજા આપવામા આવી છે. જયા સુધી બસની વાત કરીએ તો ૧૦ જેટલા રૂટ યાતાયાત માટે બંધ કરાયા છે. જિલ્લામાંથી અત્યારે કોઈ પણ અઘટિત ઘટના બનવા પામી નથી. એનડીઆરએફ અને એસડીઆરએફની એક એક ટીમ કચ્છમાં તૈનાત છે. સ્થાનિક પ્રશાસન અને આ બન્ને ટીમો પુરી રીતે સજજ છે.

Comments