ગાંધીધામ -કચ્છ માટે સંજીવની રૂપ ટપ્પર ડેમ ઓવરફલો :૩ દરવાજા ખોલવામાં આવ્યા
ગાંધીધામ : પૂર્વ કચ્છ અને ગાંધીધામ સહીત કચ્છને માટે સંજીવની રૂપ ટપ્પર ડેમ ઓવરફલો થવા પામ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહયા છે.કચ્છ જિલ્લાનો મહત્વપૂર્ણ ટપ્પર ડેમ (તા. અંજાર) ભારે વરસાદને કારણે ઓવરફલો થયો છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ડેમના ૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ કારણે પાણીનો પ્રવાહ વધવાની શક્યતા હોવાથી ભીમાસર, પશુડા, મોટી ચીરઈ, નાની ચીરઈ નીચાણવાળા વિસ્તારોમાં રહેનાર ગામલોકોને સતર્ક રહેવા તંત્ર તરફથી સૂચના આપવામાં આવે છેઃ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે નદીકાંઠા તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરે અને તંત્રના માર્ગદર્શનનો પાલન કરે.

Comments