Trending News
સ્થાનિક સમાચાર

ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતી સામે કંડલા પોર્ટ પ્રશાસન સજજ : એસઓપી અમલી બનાવાઈ

08 September



ડીપીએ-કંડલાના ચેરમેનશ્રી દ્વારા આજ રોજ યોજાઈ મહત્વપૂર્ણ બેઠક : સોલ્ટ-ટીમ્બર સહિતનો કાર્ગો હેન્ડલીંગ છે યથાવત : વરસાદ દરમ્યાન જે કાર્ગો હેન્ડલ થાય તે કરાઈ રહ્યા છે : મરીન-ટ્રાફિક-ઈલેકટ્રીક-સીવીલ સહિતના ઈમરજન્સી વિભાગના અધિકારી-કર્મચારીઓ સતર્ક જ રખાયા છે : ૩ નંબરનુ સિગ્નલ છે યથાવત


ગાંધીધામ : દરીયાઈ ડીપ ડીપ્રેશન રાજસ્થાન, કચ્છના કાંઠા અને પાકીસ્તાનના અમુક વિસ્તારોમાં પર ભારેથી અતિ ભારે રૂપે અસર કરી રહ્યુ છે ત્યારે દશેનુ મહાબંદર પૈકીનુ એક એવુ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલા પ્રશાસન પણ સતર્ક બની જવા પામી ગયું છે. આજ રોજ ડીપીએ કંડલાના ચેરમેન શ્રી સુશીલકુમાર દ્વારા તત્કાળ રીવયુ મીટીંગ યોજવામા આવી હતી અને આવી સ્થિતીએ પોર્ટની એસઓપી જે હોય છે તેને સુરક્ષા અને અગમચેતીના ભાગરૂપે લાગુ કરી દેવામા આવી છે. પોર્ટ પ્રશાસન દ્વારા જણાવાયુ છે કે કાર્ગો હેન્ડલીગ જે થવા પાત્ર છે તે ચાલી જ રહ્યું છે. મીઠુ તથા ટીમ્પર સહિતના કાર્ગો હેન્ડલ કરવામા આવી રહ્યા છે. લીકવીડ કાર્ગો પણ યથાવત ચાલુમાં જ છે. આ ઉપરાંત ઈમરજન્સીમાં જે વિભાગની જરૂરીયાત વધારે રહેતી હોય છે તેવા મરીન, ટ્રાફીક, સીવિલ તથા ઈલેકટ્રીક સહિતના વિભાગો સ્ટેન્ડ ટુ જ રખાયેલા હોવાનુ પોર્ટના પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવયુ હતુ. 
 

Comments

COMMENT / REPLY FROM