Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં પવનની પાંખે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

08 September



ઔદ્યોગીક પાટનગરમાં વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાયા : વાહન વ્યહવાર થયો બાધિત : લોકો મુશ્કેલીમાં મુકાયા : સંકુલમાં ઠેર-ઠેર ગોઠણભેર પાણી ભરાયા : મનપાની નાળા સફાઈની કામગીરી ફરી આવી શંકામાં


ગાંધીધામ  : આજે વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના બનાવો સર્જાયા હતા. ભારે વરસાદને કારણે ગાંધીધામના મુખ્ય માર્ગોમાંથી એક માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરવો 
પડ્યો હતો.વરસાદના કારણે સંકુલ વિસ્તારોમાં સ્વયંભૂ બંધની સ્થિતિ જોવા મળી હતી અને વાહન વ્યવહાર ઉપર પણ તેની મોટી અસર જોવા મળી હતી. પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.આ સિવાય ભારે વરસાદને કારણે ભુજ-ગાંધીધામ વચ્ચે રોજબરોજ ડેઈલી અપડાઉન કરતા મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને સાપેડા, અંજાર તથા આદિપુર વિસ્તારમાંથી આવતા અનેક મુસાફરો વરસાદને કારણે અટવાઈ ગયા હતા.વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.


..............


સંકુલવાસીઓ જાય તેલ લેવા, મારી દુકાનમાં પાણી ન આવવુ જોઈેએ :
આ રીતે કાર આડશરૂપ કોણે મુકી? તંત્ર કેમ આવા વેપારીનો ન લે ઉઘડો



ગાંધીધામ સંકુલમાં વરસાદ ઠેર ઠેર વરસાદી પાણીએ આફતો સર્જી છે. તંત્રની સાથે આવામાં લોકો ખુદ સ્વયં ભુ હાલાકી ઓછી થાય તેવા પ્રયાાસે થાય છે ત્યારે બીજીતરફ સંકુલના ચાવલા કેફે આસપાસમાં કોઈ દુકાનદારે પોતાની દુકાનમાં પાણી ન ઉતરે તે માટે રોડ વચ્ચોવચ્ચે ગાડીઓ પાર્કી કરી દીધી હોવાની તસવીર દર્શાય છે. જેના લીધે આ વિસ્તારમં ટ્રાફિક જામની પીડાઓ સર્જાઈ જવા પામી હતી. આવી રીતે સંકુલની વ્યવ્થા-પીડાને જોયા વીના માત્ર પોતાનુ જ હિત સાચવનાર દુકાનદાર કાણે હતો? તે તરફ ભોગગ્રસ્તોમાથી ફિટકારવરસવા પામયો હતો.



..................



ગાંધીધામ સંકુલના વિકાસની બોલતી તસવીર..? કમીશ્નરશ્રી વરસતા વરસાદમાં લોકોની વચ્ચે સ્થળ પર રૂબરૂ જોવા મળ્યા..!


કમીશ્નર શ્રી મનીષ ગુરવાણી આજ રોજ ભારે વરસાદ અને સંકુલની જળમગ્નની સ્થિતીએ સરદાર વલ્લભાઈના પુતળા પાસે રૂબરૂમાં વરસાદી હાલાકીને હળવી કરવા સ્ટાફ સાથે સ્થળ પર જોવાયા : સંકુલમાંથી કમિશ્નરશ્રીની કામગીરી પ્રત્યે દર્શાવાતો હદયભાવ : કમિશ્નરશ્રી અને અધિકારી હોય તો શ્રી ગુરવાણી જેવા...જ હોવા જોઈએ..!


અત્યાર સુધીમાં તો મનપાના મોટાપેટવાળા અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને જ વહીવટ ચલાવ્યો છે, અને તેના જ પરીણામે સંકુલ આજે પાણીમાં ગરકાવ છે, પરંતુ હવે રસ્તા પર ઉતરીને કામ કરનાર અધિકારી મળવા પામ્યા છે, ચોકકસથી શહેર-સંકુલનીમોટી વિકરાળ સમસ્યાઓનો કાયમી ઉકેલ ચોકકસથી મળશે જ..મેળશે..!



ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદોગીક પાટનગર ગાંધીધામ સકુલમાં ઠેર ઠેર વરસાદે આફત સર્જ દીધી છે ત્યારે હજુ તો કાર્યભાર સભાળ્યાને સાત દીવસ પણ પુર નથી કર્યા તેવા યુવા કમિશ્નરશ્રી મનીષ ગુરવાણી રોડ-રસ્તાઓ પર વરસતા વરસાદે લોકોની વચ્ચે આજે સવારથી જ પહોચી ગયા છે. ગત રોજ રજાના દીવસે તો તેઓએ લોકોથી રૂબરૂ થયા હતા પરંતુ આજે ખુદ વરસતા વરસાદે સરદાર વલ્લભભાઈ પટેલ વિસ્તાર પાસે પહોચી જઈ અને ત્યાં લોકોની સમસ્યાઓથી રૂબરૂ થઈ અને સ્થળ પરથી જ જરૂરી સુચનાઓ આપી હતી. આ સ્થિતી અને ચિત્રને જોનારા શહેર સંકુલના પ્રબુદ્ધવર્ગ કહ્યુ હતુ કે, આ તસવીર ગાંધીધામ સંકુલના વિકાસનું બોલતુ ચિત્ર કહી શકાય તેમ છે. હવે ગાંધીધામનો વિકાસ બેવડી ઝડપે થવા પામશે. અગાઉના માટેપેટવાળા અધિકારીઓ ગાંધીધામમાં એસી ચેમ્બરમાથી બહાર નીકળવાનુ જ નામ ન લેતા, ઠેકેદારો અને તેમની સાથેની કટકી વ્યવસ્થાઓમાં જ રોકાયેલા રહેતા હતા. પરંતુ ઘણા લાંબા સમય બાદ ગાંધીધામ મનપાને મનીશ ગુરવાણી જેવા અધિકારી મળવા પામ્યા છે અને તેના પગલે હવે ચોકકસથી આ સંકુલનો વિકાસ થશે તેમાં કોઈ મીનમેખ નથી. આ સંકુલને સતાવતી ગંભીર અને વિકાળ સમસ્યાઓનો પણ ચોકકસથી કાયમી ઉકેલ આવીને જ રહેશે.

Comments

COMMENT / REPLY FROM