કાયદો વ્યવસ્થા - જનહિતની દિશામાં અંજાર પોલીસનું મહત્વપૂર્ણ પગલું
ગાંધીધામ : અંજાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા શહેરની જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અંજાર પોલીસ દ્વારા એક
મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.આરોપી સુલેમાન ઉર્ફે બાબા, જેના વિરુદ્ધ ચિટિંગ, ફ્રોડ, બળજબરીથી મિલકત કબજે કરવી, મારામારી, શરીર સંબંધી ગુના, સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી, એકના ત્રણ ગણા કરવાની લાલચ આપી મિલકત કઢાવી લેવી જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે, તે
પોતાના મોજશોખ માટે નગરપાલિકાની સરકારી જમીન પર ગેરકાયદે ફાર્મ હાઉસ બનાવી બેઠો હતો. જેમાં બે રૂમ, મોટો હોલ, બે કિચન, ખુલ્લી જગ્યા, બાથરૂમ અને પતરા નો મોટો શેડ ઉભો કરાયો હતો.
અંજાર પોલીસ દ્વારા નગરપાલિકા સાથે સંકલન કરી આ ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરવામાં આવ્યું હતું. આ જગ્યાને કાયમી રીતે જનહિતમાં ઉપયોગી બનાવવા માટે અંજાર પોલીસ દ્વારા
નગરપાલિકાને પોલીસ ચોકી બનાવવા દરખાસ્ત મોકલવામાં આવી હતી.નગરપાલિકા તરફથી દરખાસ્ત મંજૂર થતાં હવે અંજાર-ભુજ રોડ પર આવેલા ઓક્ટ્રોઇ નાકા પાસે પોલીસ ચોકીનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે.આ પોલીસ ચોકી કાર્યરત થતા શહેરની જનતાને સુરક્ષા તથા સુખાકારી સુનિશ્ચિત થવા ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ રહેશે.

Comments