કચ્છમાં કુખ્યાત બુટલેગરો બેફામ : ત્રગડીના ‘યુવરાજ’ ની ‘ખેપ’ બરકરાર
કચ્છ રેન્જના તટસ્થ આઈજીશ્રી કેમ ન કરે લાલઆંખ..!
સ્ટેટ મોનટરીંગ સેલ જે ત્રગડીના બુટલેગર યુવરાજનો કરોડનો મુદ્દામાલ ઝડપ્યો તે બાદ કોડાય પાસે ૮૦ લાખથી વધુનો દારૂ પકડાયો, છતાં પણ આ યુવરાજ બેફામ દારૂની કરે છે હેરફેર
જિલ્લામાં દારૂબંધી કે, છે દારૂ ‘બદી’ ? યુવરાજનો દારૂ કચ્છ આવતો હતો, બનાસકાંઠા પાસે પકડાતી વેળાએ સુચક સવાલો : દારૂ કયાં જતો હતો ? કચ્છમાં કયાં ઉતરવાનો હતો ? કટીંગ કયાં થવાનું હતું ? ઉપરાંત આ દારૂનો જથ્થો ખાખીના કયા વહીવટદારની રહેમરાહે ઉતરવાનો હતો ? યુવરાજ વોન્ટેડ છે, છતાં પણ દારૂની ‘ખેપ’ ઠલવાય છે, ખાખીધારીની ભાગબટાઈ વખત શકય ન બને.!
ગુજરાતના સૌથી મોટા બુટલેગર અનિલ પંડિત ઉર્ફે પંડીયા, પવનસિંહ ભરવાડથી કચ્છમાં પુનો, રામો, અનોપ રાઠોડ, યુવરાજ, જીતીયો સહિતના મોટા બુટલેગરો મેળવે છે દારૂ : તગડા સેકશનથી મંગાવે છે દારૂ : આ બુટલેગરો કહેતા ફરે છે કે અમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે, ખાખી તો અમારા ખીસ્સામાં છે..!
બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેની સતર્કતા સરાહનીય : બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર એલસીબીની આટલી મોટી કાર્યવાહી સામે આવી’
કચ્છ બોર્ડર રેન્જ અંતર્ગત આવતા બનાસકાંઠામાં જ યુવરાજનો દારૂ પકડાવવો કહેવાય આવકારદાયક પરંતુ કુખ્યાત બુટલેગર યુવરાજ હજુ સુધી કેમ છે ફરાર ? સરહદી રેન્જના સતર્ક આઈજી શ્રી યુવરાજ જેવા બુટલેગરની સામે કાયદાનો ધોક્કો ઉછાળે તે સમયની માંગ
ગાંધીધામ : કચ્છ જેવા સરહદી જિલ્લામાં કુખ્યાત અને મોટા બુટલેગરો દારૂબંધીના રીતસરના ધજાગરા જ ઉડાળતા હોય તેવી ઘટનાઓ સામે આવવવા પામી રહી છે. દરમ્યાન જ માંડવીના ત્રગડીના વોન્ટેડ બુટલેગર યુવરાજનો કચ્છ આવતો દારૂ બનાસકાંઠામાં પકડી પાડવામાં આવતા કચ્છના કયાંકને કયાંક બુટલેગરો અને ખાખીની ભ્રષ્ટ તત્વોની ભાગબટાઈ ચર્ચામાં આવી રહી છે. કચ્છ બોર્ડર રેનજના કડક અને તટટસ્થ આઈજી શ્રી આ બાબતે લાલ આંખ કરે તે સમયની માંગ બની રહી છે.
સિરોહીને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર એલસીબીની આટલી મોટી કાર્યવાહી સામે આવી છે. એલસીબી, પાલનપુર પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના જણાવ્યા અનુસાર, પોલીસ મહાનિરીક્ષક (બોર્ડર એરિયા કચ્છ-ભુજ) ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બેની સૂચના મુજબ, દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધનો કડક અમલ કરવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત પોલીસ ટીમ દ્વારા જગાણાથી સિદ્ધપુર જતા હાઇવે પર મારુતિ ધાબા હોટલ પાસે રાજસ્થાન સરહદથી આવતા જાહેર માર્ગ પર નાકાબંધી કરવામાં આવી હતી. તે દરમિયાન, ત્યાંથી પસાર થતી એક ટ્રક આર.જે.૧૯-જી.જે.૦૧૦૩ ને રોકીને તપાસ કરવામાં આવી હતી, અને તેમાં પાસ પરમિટ વિના ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બીયરની ૨૬,૪૬૦ બોટલ મળી આવી હતી. તેમની કિંમત અંદાજે રૂ. ૧,૧૭,૫૭,૦૦૫ આંકવામાં આવી હતી, જ્યારે મોબાઇલ ફોન અને ટ્રક સહિત કુલ કિંમત રૂ. ૧,૫૨,૭૩,૫૦૫ આંકવામાં આવી હતી. જરૂરી કાર્યવાહી બાદ, દારૂ અને ટ્રક જપ્ત કરવામાં આવશે. ટ્રક ડ્રાઈવર તાજ મોહમ્મદ ઇબ્રાહિમ ખાન પુત્ર હમીદ ખાન હિંગોલજા, રહે તહસીલ ફતેહગઢ, જિલ્લા જેસલમેર (રાજસ્થાન) અને ખલાસી ખાન શેરુ ખાન સુબાન ખાન નુઇજા, રહે ખેતાસર, દંતલ, તહસીલ ભાનિયા, જિલ્લા જેસલમેર (રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ત્રગડી (કચ્છ-ભુજ) ના રહેવાસી યુવરાજ સિંહ વજુભાઈ જાડેજાએ ટ્રક માલિક મિસરી ખાન કમરુદ્દીન ખાન, જે સમરસ, બાડમેર (રાજસ્થાન) ના રહેવાસી છે, તેનો સંપર્ક કર્યો હતો અને આ દારૂ મંગાવ્યો હતો. હાલમાં, કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી
રહી છે.

Comments