Trending News
સ્થાનિક સમાચાર

બીકેટી દ્વારા ચુબડક જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિવિધ કામોનું લોકાર્પણ

06 September


ભુજ : બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ. તરફથી સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ચુબડક જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં કુલ ૨૩,૭૪,૦૩૩ના કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ચુબડક  ગામ ખાતે પીર સૈયદ અબ્દુલકાદરશા દરગાહ પાસે સમાજવાડી માટેનો શેડ રૂ. ૬,૧૮,૭૪૮ જેટલા અનુદાનથી બનાવવામાં આવ્યો હતો. તેનું લોકાર્પણ કરવામાં આવ્યુુંં હતું. આ લોકાર્પણનો કાર્યક્રમ અંજાર મતવિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ બીજલભાઈ છાંગાના હસ્તે રીબીન કાપી યોજાયો હતો. 
સૌપ્રથમ જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ હીરાભાઈ જાટીયાએ આ પ્રકારના કામો બીકેટી દ્વારા થઈ રહ્યા છે એની પ્રસંશા કરી જણાવ્યુું હતું કે, સરકાર તરફથી જે કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં નથી આવતી એવા કામો બીકેટી કરે છે એ માટે આનંદ વ્યક્ત કર્યો હતો. સીએસઆરના શ્રી ઝાલાએ બીકેટી કંપની દ્વારા ચુબડક, સૈયદપર, વાવડી અને પખેરા વિસ્તારમાં આ વર્ષમાં કરવામાં આવેલી સીએસઆરની કામગીરી વિશે માહિતી પૂરી પડી હતી, જેમાં  સૈયદપરનું ગામ તળાવ અને વાવડી ગામનાં વડવારા તળાવ અને હનુમાન મંદિર તળાવને ઊંડા કરવામાં આવ્યાં હતાં. આમ આ ત્રણ તળાવને ઊંડા કરવાનું કામ કુલ રૂ ૧૫,૪૨,૩૧૮નાં ખર્ચે કરવામાં આવ્યું હતું. જ્યારે ચુબડક ખાતે બોરવેલ રિચાર્જનું કામ પણ કરવામાં આવ્યું હતું તેમજ ચુબડક પંચાયત વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને માટે રૂ ૧,૯૧,૯૯૦ની મીની ઈમરજન્સી લાઈટનું પણ વિતરણ કરવામાં આવેલ છે. 
ધારાસભ્ય શ્રી છાંગાએ વક્તવ્ય આપ્યું હતું. ખાસ કરીને સીએસઆર હેઠળના બીકેટી કંપનીના કામોની સરાહના કરી હતી. આ વિસ્તારને પણ કંપની દ્વારા એટલો જ સહયોગ સાંપડે છે એ માટે પણ  આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ તળાવ અને બોરવેલની કામગીરી માટે પણ આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓ આ વિસ્તારના લોકોને પણ એકજૂટ બનીને જે આ કામ કરવવા કટિબદ્ધ બન્યા એ બદલ અભિનંદન પાઠવ્યા હતા. 
આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય હરીભાઈ હીરાભાઈ જાટીયા, નૂરમામદભાઈ (વાડા સરપંચ), થરાવડા સરપંચ, ચુબડક જૂથ ગ્રામ પંચાયત સરપંચ અમીનાબેન સલેમામદ, ઉપસરપંચ સિધીકભાઈ અને સદસ્યો, વાત્રાવાળા મુજાવર મામદશા બાપુ, અબ્દુલકાદરશા પીરના મુજાવર હનીફશા બાપુ, ગામના અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.  બીકેટી કંપની તરફથી એજીએમ ડી.બી. ઝાલા અને પ્રત્યંચ અંજારીયા હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઈસ્માઈલ અબ્દુલા પરા તેમજ સુલતાન સલેમામદ મિઢા દ્વારા કરવામાં આવ્યું હતું.  
-------

Comments

COMMENT / REPLY FROM