Trending News
સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દિકરીઓએ જુડોમાં અન્ડર-૧૪, ૧૭ અને ૧૯માં ઝળકાવી પ્રતિભા

06 September


ભુજ :  સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દિકરીઓએ રમત ગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં અંડર ૧૪, ૧૭ અને ૧૯ એમ ત્રણેય વિભાગની સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાં ૧૬ સુવર્ણ, ૩ રજત અને ૩ કાંસ્ય આમ કુલ  ૨૨ ચંદ્રકો મેળવી ગૌરવભરી જીત પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ કચ્છનું પ્રતિનિધિત્વ કરશે.
દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ, મંદિરના ટ્રસ્ટી મંડળ, સંસ્થાના પ્રમુખ રામજીભાઈ વેકરીયા, મંત્રી પ્રવિણભાઈ પિંડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પિંડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરીવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ  પાઠવવામાં આવી હતી.
----

Comments

COMMENT / REPLY FROM