બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વરા સાધુ - સાધ્વીજી આરોગ્ય તપાસણી શિબિર યોજાઈ
બિદડા : રસિકભાઈ નાનજીભાઈ શાહ ‘ગીતા સ્મૃતિ’ માતુશ્રી હીરાકુવર નાનજી ચાંપશી શાહ પરિવાર, ખ્યાતિનમ ફાઉન્ડેશન, હ. ખુશ - વિઆનના સહકારથી બિદડા સર્વોદય ટ્રસ્ટના આયોજન હેઠળ સાધુ - સાધ્વીજી ફુલબોડી ચેકઅપ વૈયાવચ્છ શિબિર કેમ્પ યોજવામાં આવ્યો હતો.કચ્છના અલગ અલગ ૫૧ ગામડાઓનાં ૧૮૫ સાધુ સંતોની લોહી તથા પેશાબની તપાસણી કરવામા આવી હતી, જેમાં જુદા જુદા ગામોમાં જયાં ચોમાસુ હોય ત્યાં સવારનાં વહેલા જઈ ૪ દિવસીય શિબિરમાં ટ્રસ્ટી શરદભાઈ રાંભીઆના માર્ગદશન હેઠળ ગિરિશભાઈ છેડા, પૂરવભાઈ વોરા, મનિષભાઈ સાવલા તેમજ મુંબઈથી પધારેલ ભાઈ-બહેનો તથા કોલેજના ૮ વિદ્યાર્થીઓ દ્વારા લોહી - પેશાબના સેમ્પલ એકત્રિત કરીને બિદડાસર્વોદય ટ્રસ્ટની લેબોરેટરી વિભાગની ટીમે નિરીક્ષણ કરી રિપોર્ટ તૈયાર કર્યા હતા. ઉપરોકત રિપોર્ટની ચકાસણી કરી ફેર તપાસ માટે ડોકટરોની ટીમ આવશે અને રિપોર્ટટ જોઈ જરૂરતમંદ સાધુ-સાધ્વીજીઓને દવા તથા સારવાર માટેનું યોગ્ય માર્ગદશન આપશે.
આ ઉપરાંત બામ બાડા મધ્યે મહાજન અને મુબંઇના ૯ સંઘો પધાર્યા હતા, જેમાં પરોપકારી અને સાધુ - સાધ્વીજીની સેવા માટે હંમેશા તત્પર રહેતા અને આ શિબિરના મુખ્ય દાતા રસિકભાઈ નાનજીભાઈ શાહ તથા નવકારમંત્રના આરાધક નરેન્દ્રભાઈ નંદુનું સન્માન બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ સાલ અને મોમેન્ટો અર્પિત કરીને કર્યું હતું. આ પ્રસંગે બાડા ગામના મહાજનના પદઅધિકારીઓએ બિદડા સર્વોદય ટ્રસ્ટની સેવાની સરાહના કરી હતી અને વિજયભાઈ છેડાનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે વિજયભાઇ છેડાએ દાતાઓનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, મારાજ સાહેબ ઉપરાંત ત્યાં ઉપસ્થિત રહેલા સમાજના આગેવાનો તેમજ ભાઇ-બહેનોને પણ બિદડા સર્વોદય ટ્રસ્ટમાં પોતાનું શરીર ચેકઅપ કરાવી અને રતનવીર નેચરકયોર મધ્યે લાભ લેવાનું અને સ્વસ્થ રહેવા તરફ ધ્યાન દોર્યું હતું. આ ઉપરાંત મ.સા.પૂ. તીર્થગુણાશ્રીજી, ભાવિતગુણાશ્રીજી, પૂ. વર્ધમાનગુણાશ્રીજી મારાજ સાહેબે સમાજના કલ્યાણ હેતુ પ્રાર્થના કરી સૌને આર્શીવચન આપ્યા હતા. વધુમાં વિજયભાઈએ જણાવ્યું કે, ટ્રસ્ટના પરિસરમાં કુલ ૮ ઉપાશ્રય છે, જેમાં વર્ષ દરમિયાન ૫૦૦થી વધુ સાધુ સાધવીજીઓ લાભ લઈ રહ્યા છે, જેમાં આ વર્ષે અચલગચ્છાધીપતી પ.પૂ. કલાપ્રભસાગર સૂરીશ્વરજી અને છ કોટીના પ.પૂ.ભાવચંદ્ર મારાજ સાહેબે રતનવીર નેચરકયોરમાં સારા સ્વાસ્થ્ય માટે સારવારનો લાભ લીધેલ છે.
બ્લડ સેમ્પલ અને રિપોર્ટ માટેની કામગીરી ગિરિશભાઈ છેડા (લેબ ઈન્ચાર્જ), રવિન્દ્રભાઈ ભાલાણી (લેબના એચઓડી), હીનાબેન ભાલાણી અને એમની ટીમે કામગીરી હાથ ધરી હતી. સ્વયંસેવક તરીકે મુલચંદભાઇ સાવલા, શાંતિલાલ ફુરિયા, શાંતિલાલ છેડા, મનિષ સાવલા, હિનાબેન વોરા, પોપટભાઇ ગાલા, નલીન જોષી અને એસએનડીટી વુમન્સ યુનિવર્સિટીના પ્રોફેસર સુપ્રિયા બોરડે અને અમના સ્ટુડન્ટોએ વોલિન્ટર્સ તરીકે સેવાઓ આપી હતી. આ સમગ્ર શિબિરને સફળ બનાવવા ભરતભાઈ સંગાર, મેહુલભાઈ ગોર, ઉમરશીભાઈ ચંદે અને ગુલામમુસ્તફા સૈયદે વ્યવસ્થા સંભાળી હતી.
-------------

Comments