કચ્છ જિલ્લામાં ગ્રા.પં.ના વહીવટદારમાં ઉચ્ચ વહીવટ તંત્ર કેટલું ગંભીર ? સવામણનો સવાલ ચર્ચાની એરણે
ભુજ તાલુકાના અમુક ગામોનું ચકાસણી કારણ શું ? રાજકારણ ?
તા.પં.ના કમાઉ દિકરા અમુક તલાટીને માહિતી મળી કે શુ ? ભ્રષ્ટ અને કામચોર તલાટી- ચકાસણીમાં હાજર રહ્યા બોલો : ચકાસણીની બાબત ગુપ્ત રાખવામાં આવે તો જ હેતુ સરી શકે માત્ર નોટીસ નહિ શિક્ષાત્મક ધાક બેસે તેવી કાર્યવાહી
થવી જોઈએ
ભુજ : જિ.પં. દ્વારા ટીમ બનાવીને ભુજ તાલુકા ફરજ બજાવતા તલાટી - સહમંત્રી હાજર છે કે નહી સેજામાં તેની ચકાસણી થઈ હતી અને ૧૩ કર્મચારી ગેરહાજર હતા તેની સામે નોટીસ આપી ખુલાશા મંગાવાયા છે.
આ ચકાસણીનું નાટક જિ.પં. સહિત તા.પં.માં હાસ્યસ્પદ બન્યો છે. ભુજ તાલુકામાં અમુક તલાટી સામે નોટીસ ફટકારાઈ છે ત્યારે સવામણનો સવાલ એ થાય છે કે તા.પં. ભ્રષ્ટાચારી અને કામચોર તલાટી- મંત્રીને હાજર રહેવાની બાતમી કોને આપી. આ તલાટી સમયસર ચકાસણીના દિવસે હાજર હતા ? મોટાભાગના તલાટીઓ, મંત્રી મંગળ -શુક્રવારે સેજામાં હાજર હોય છે. બાકીના દિવસોમાં ગેરહાજર કા વતનમાં હાજર હોય છે. ભુતકાળના ઘણા કિસ્સામાં તલાટી- મીટીંગમાં ડી.ડી.ઓ.ને પણ જવાબ આપી દીધા છે કે મંગળ- ગુરૂવારે અમો સેજામાં હાજર હોઈએ છીએ તો સવાલ એ છે કે બાકીના દિવસો સેજામાં હાજર નથી રહેવાનું ? તો વહીવટી તંત્ર દ્વારા જો તપાસની દાનત હોય અને નિષ્ઠા હોય તો મંગળ-શુક્રવાર સિવાય અન્ય દિવસોએ છેવાડાના તાલુકામાં ઓચીંતી તપાસ કરવી જોઈએ અને આ ચકાસણી સમગ્ર કચ્છ જિલ્લામાં થવી જોઈએ અને તપાસણીની બાબત ગુપ્ત રાખવી જોઈએ તો જ તપાસણીની ટીમનો ધક્કો વસુલ થાય કારણ કે તા.પં. કક્ષાએથી મોટાભાગે આવી ચકાસણીની બાબત લીંક થઈ જતી હોય છે. જેથી આ બાબતે વહીવટી તંત્ર સંનિષ્ઠ પ્રયાસો આદરે તો મોટાભાગના તલાટી-મંત્રીની ગેરહાજર કા વતનમાં હાજર જોવા મળે ભાત્ર નોટીસ ફટકારવાથી કે પગાર કાપવાથી હેતુ નથી.
સરતો શિક્ષાત્મક પગલા આકરા ભરવા જોઈએ કચ્છ જિલ્લામાં મોટાભાગની ગ્રા.પં. તલાટીઓ ગ્રામસભા પણ ચોપડે જ બોલાવે છે. તાજેતરમાં ભુજ તાલુકાના એક ગામમાં સરપંચે -તલાટીનું ગ્રામસભા બાબતે ધ્યાન દોરવા છતાં તલાટી કીધું આ માત્ર ચોપડે જ હોય ગ્રામસભા ભરવાની ના હોય લ્યો બોલો - તલાટી જ સરપંચને આવું ઉંધા પાઠ ભણાવે છે.
ટુંકમાં કચ્છ જિલ્લામાં મોટાભાગના તલાટીઓ હાજર રહેતા નથી. અને દર ગુરૂવારની મીટીંગમાં પણ હાજર રહેતા નથી. તેવું ખુદ સરપંચો કહે છે. અમુક સરપંચોએ કચ્છઉદયને નામજોગ જણાવાયું કે અમારા તલાટી ગામમાં તો ઠીક પણ દર ગુરૂવારે કામ માટે તા.પં.મા જઈએ તો ત્યાં પણ હાજર રહેતા નથી. મીટીંગમાં આ બાબતે તા.વિ.અ. પાસે રજુઆત કરીએ તો કહે છે તમો એમને ફોન કરી જુઓ આવશે કે નહી ? અને ખુદ ડી.ડી.ઓ. તાજેતરમાં કચ્છ જિલ્લાની અલગ - અલગ વિસ્તારની મુલાકાત લીધી હતી પણ આ મુલાકાતની પહેલાથી જાણ કરવામાં આવતી હોય છે, અચાનક ગામડાઓની મુલાકાત લેવાય તો સાચો ચિંત્ર આવા વરિષ્ઠ અધિકારીને નજરે પડશે. ગામના અગ્રણીઓ જણાવી રહ્યા છે કે, આકસ્મિક ગામડાની ક્રોસ ચેકીંગ કરવી જોઈએ. તો ખબર પડે ગ્રા.પં. તો ઠીક તા.પં. માં પણ કાગડા ઉડી રહ્યા છે તેવું ચિત્ર સામે આવે છે.
........................
ગ્રામ પંચાયત સરકારી જમીનમાં
આકારણી ચડાવી મોટો ભ્રષ્ટાચાર કરે છે
ભુજ : ગ્રામ પંચાયતમાં તલાટીઓ - સરપંચો, ભુજ, અંજાર, ગાંધીધામ, મુંદરા તાલુકામાં જયાં જમીનના ભાવ આસમાને છે ત્યાં જમીન દબાણોના મોટી રકમ લઈને આકારણીમાં ચડાવી અને વેરા વસુલાત કરવામાં આવે છે. તેમાં ગ્રા.પં.ના સુત્રધારો દ્વારા ભ્રષ્ટાચાર આાચરવામાં આવે છે. આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા એ.સી.બી. ના કેસમાં તબદિલ થયો હતો તે જગજાહેર છે. આવા તો અનેક ગામોમાં થાય છે. આ બાબતે જિ.વિ.અ. તટસ્થ અને આકરા પાણીએ થાય તેવી માંગ ઉઠી છે. આ કિસ્સામાં તટસ્થ તપાસ થાય તો કરોડોના કૌભાંડ બહાર આવે તેમ છે. ભુજ તાલુકાના ચોવીસીમાં ફરજ બજાવવા અમુક તલાટીઓ આંતરીક સાંઠગાંઠ રચીને નજીક નજીકના ગામોમાં બદલી થઈ હોય છતાં ફરજ બજાવી રહ્યા છે. થોડા સમય પહેલા તલાટીઓની બદલીમાં અમુક વિસ્તારનો ધબધબો છવાયો રહેતો હોય છે.
........................
ગ્રા.પં.ની નાણાકીય ઉંચાપત કરનાર સામે ધાક બેસાડતી
કાર્યવાહી કયારે ? તંત્ર કોની લાજનો ઘુંઘટો તાણે છે ?
ભુજ : કચ્છ જિલ્લામાં ઘણી બધી ગ્રા.પં.માં તલાટી- મંત્રીએ કરોડોની ઉચાપત કરી હોવાના કિસ્સા સામે આવ્યા છે. તેવા કિસ્સામાં સરપંચની કોઈ જવાબદારી હોતી નથી છતાં પણ સરપંચ સામે શિક્ષાત્મક પગલા ભરાય છે ? તે કેટલું યોગ્ય ? તલાટી સામે કોઈ કાર્યવાહી થતી નથી ઉંચાપતના કિસ્સામાં ધ્યાને આવેલ હોવા છતાં લાજનો ઘુંઘટો તાણે છે કે ? શું ? અરે ઓડિટમાં સાબિત થયેલ ઉચાપત કરનાર તલાટી સામે કોઈ પગલા લેવાતા નથી. ઉંચાપતની કરોડની વસુલાત બાકીહોવા છતાં સબ સલામતની બેલ વગાડાય છે.
આવા તલાટી સામે વસુલાત કયારે થશે ? આ તલાટી સામે તાકિદે પગલા ભરી તંત્ર કડક કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે. લોકલ ફંડ ઓડિટ તરફથી આવતા ઓડિટ અહેવાલ તા.પં. - જિ.પં. કચેરીએ મોકલવામાં આવે છે. પણ આ ઓડિટનું અહેવાલ વાંચવાની તસ્દી લેવાતી નથી, અને ફાઈલ અભેરાઈ ચડાવી દેવામાં આવે છે, અને ઉચાપત કરનાર તલાટી જિલ્લામાં બદલી જાય છે, અથવા નિવૃત્ત થઈ જાય છે. નખત્રાણા અને અબડાસા તાલુકામાં ગામમાં તલાટી દ્વારા લાખોની ઉચાપતના કેસ થયા છતાં તપાસ ચાલુ છે ના રટણ કરાય છે. ભુજ સહિત બધા તાલુકામાં આઠથી દસ ઉચાપતના કિસ્સા સામે આવ્યા છે છતાં કોઈ ધાક બેસાડતી કાર્યવાહી ના થતા ભ્રષ્ટ તલાટીઓને મોકળું મેદાન મળી રહ્યું છે. તટસ્થ તલાટીઓ આ બાબતે અવાર- નવાર તંત્રનું ધ્યાન દોરવા છતાં કોઈ કાર્યવાહી નથી થઈ. જાણકારો તો એવો આક્ષેપ કરી રહ્યા છે કે, ભ્રષ્ટ તલાટી છાટી ઢોકીને કહે છે કે, અમારો સબધ ઉપર સુધી છે.
.....................
તલાટી-વિસ્તરણ અધિકારીની બદલીનો ગંજીપો અપાશે ?
ભુજ : નવનિયુક્ત જિ.વિ.અ. દ્વારા આરોગ્ય પંચાયત સહિત તમામ કેડેરોમાં બદલીઓ થઈ છે અને મનરેગા જેવી મલાઈદાર ટેબલો પર વર્ષોથી ચીપકી બેઠેલા કર્મચારી બદલાયા છે ત્યારે હવે માત્ર પ૦ જેટલા તલાટી-મંત્રી બઢતીના ઓર્ડરોની ફાઈલ તૈયાર થઈ રહી છે ત્યારે વર્ષોથી અમુક ભુજ તાલુકાના મલાઈદાર પટ્ટામાં ફરજ બજાવતા તલાટી- રાજકારણની ઓથ લઈ એ જ સેજામાં આરૂઢ થવા ધમપછાડા કરી રહ્યા છે. આવા ભ્રષ્ટ કર્મચારીઓ કયા તાળાને કંઈ ચાવી લાગુ પડે તેના નિષ્ણાંત છે. ત્યારે સનિષ્ઠ અને કડક અધિકારી ડી.ડી.ઓ. આવા અડીંગો જમાવી ચુકેલા કર્મચારીની બદલી કરશે કે નહી તેના પર મીટ મંડાઈ છે.

Comments