Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં કુખ્યાત નટીયા-ગફુર ટોળકીનું તેલચોરી નું ટેન્ડર ખુલ્યું : ઠેકો કોણે કર્યો મંજુર? કેટલાનું સેટીંગ?

06 September

પશ્ચિમ કચ્છ એસપીશ્રી વિકાસ સુંડા ધ્યાને ન લે..!



તેલચોરી-સોયા-તલ-ઈસબગુલ સહિતની તસ્કરીમાં તાજેતરમાં જ ચકચારી રહેલ ગેંગ ફરી ગોઠવણથી આવી મેદાનમાં

ખાખીનાકયા ભ્રષ્ટ તત્વોની બલિહારી? મુંદરા તથા પ્રાગપર વિસ્તારમાં તેલચોરીની છુટ અપાઈ હોવાની ચર્ચા : 
એસપીશ્રી તપાસ કરાવશે તો કઈક ભ્રષ્ટ ખાખીધારીઓ ઉપરાંત તેલચોરી ટોળકીનો થશે મોટો પર્દાફાશ


તેલચોરીનો ઠેકો ગફુરના નામે મંજુર કરાવ્યો હોવાની છે ચર્ચા : ગફુરની સાથે વીકી, ધ્રુવ, પંકજ, જીગર, હરભમ અને શની સહિતનાઓની આખેઆખી ટોળકી છે સામેલ : આ બધાય 
ગફુરના નામે મુંદરા તથા પ્રાગપર પટ્ટામાં તેલચોરીના ખુલ્લોઆમ હવે આદરશે કારસ્તાન


ગાંધીધામ : કચ્છમાં બે મહાબંદરો કાર્યરત છે. મુંદરા અને કંડલા. અહી દેશ-વિદેશથી અનેકવિધ ચીજવસ્તુઓની આયાત-નિકાસ થવા પામત રહેતી હોય છે. તેની સાથે જ અહી આવતી કિમંતી વસ્તુઓ પર ઉઘાડી લુંટ ચલાવનારી ટોકળીઓ અને ગેંગો પણ સક્રીય બનેલી છે. તેમાં તેલચોરી, સોયા, તલ, ચોખા, ઘંઉ સહિતની આયોજનબદ્ધ ચોરીઓ કરવામાં આવતી જ રહેતી હોવાની છુટી છવાઈ સમ ખાવા પુરતી ફરીયાદો નોધાવવા પામતી રહેતી હોય છે. દરમ્યાન જ અંતરંગ વર્તુળોમાથી સામે આવતી ચર્ચા મુજબ મુંદરા પટ્ટામાં પણ કુખ્યાત તેલચોર ટોળકીને તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે તેલચોરીની મંજુરી આપી દેવામા આવી હોવાનુ ચર્ચાય છે. તેલચોરીમાં સદાય કુખ્યાત અને ચકચારી રહેતા નટીયા અને તેના છોરાની ગેંગ દ્વારા વહીવટ-સેકસન-હપ્તાથી આ મંજુરી લેવામા આવી હોવાનુ મનાય છે. ગફુરના નામે આ મંજુરી લેવાઈ છે. પરંતુ હકીકતમાં આ ગેંગમા અન્ય ઘણા નામો સામેલ છે. કહેવાય છે કે ગફુર-નટીયાની તેલચોરીની આ ગેગમા વીકી,શની, હરભમ, ધ્રુવ-પંકજ, જીગર સહિતનાઓની સામેલગીરી રહેલી છે. મુંદરા તથા પ્રાગપર વિસ્તારમાં તેલચોરી કરવાની પરવાનગી આ તત્વોને આપવામા આવી હોવાનુ મનાય છે. જાણકારો કહી રહ્યા છે કે આવી કુખ્યાત તેલચોર ટોળકીને આ રીતે ખુલ્લીને તેલચોરીના પરવાનાઓ જો ખરેખર મળ્યા હોય તો એ અપાવ્યા કોણે છે? કોની મંજુરી મળવા પામી છે? કોણ વહીવટદાર તરીકેની ભુમિકામા રહેલો છે? 
કેટલામા આ સેટીગ થવા પામ્યુ છે? તે સહિતના મામલે
 પશ્ચીમ કચ્છ એસપીશ્રી વિકાસ સુુડાએ ખુદ તપાસ કરાવવી જોઈએ.
બીજીતરફ આ પ્રકરણમાં થયેલી કાર્યવાહી બાબતે મુંદરાના પીઆઈ ઠુમ્મરને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આ કેસમાં આરોપીઓ ઝડપાયા છે, અને મુદામાલ પણ રીકવર કરી લેવાયો છે. બાકીની વાતો પાયાવિહોણી છે.


......................


તલ-સોયા-ઈસબગુલ ચોરીમાં નટીયાના છોરાને 
છોડવા પેટે કાણે કર્યો લાખોનો તોડ.!


પંકજનું નામ જ કાઢી નાખ્યુ અન્ય એક ચોરાઉ માલ ખરીદનાર તરીકે દર્શાવાયો તેને સવારે રજુ કરી અને સાંજે જામીન પર મુકત કરી દેવાની કરી દેવાઈ વ્યવસ્થાઓ : ૧૦ લાખની માંગણી સામે ૭ લાખમાં વહીવટ થયાની ફેલાય છે ગંધ : 
પીઆઈશ્રી તો કડક અને તટસ્થ અધિકારી છે, તો પછી આવુ સેટીંગ કરી કોણ ગયુ?



મુદામાલ જે રીકવર કરાયો છે તે કેવી ગોઠવણોથી કરાયો? નટીયો જ ચોરાઉ માલ ખરીદનારા હતો, ભાંડાફોળ થઈ જતા ખુદ જેને ચોરાઉ માલ વેંચયો હતો તેનાથી જ બીલથી પરત લઈ અને પોલીસમાં નટીયાએ જ માલ જમા કરાવ્યો હોવાની છે ચર્ચા : આ કેસમાં ચોરાઉ માલ ખરીદનાર નટીયાનો છોરો જ હતો..!


ગાંધીધામ : મુંદરામાં તાજેતરમાં જ અલગ અલગ વસ્તુઓની ચોરીઓ થયાની ફરીયાદ નોધાઈ હતી. આ કેસમાં થયેલી કાર્યવાહીની સામે. સવાલો ઉઠવા પામી રહ્યા છે. કહેવાય છેકે, સમગ્ર પ્રકરણમાં જે આરોપીઓ હતા તેમને ગોઠવણીથી રજુ કરી દેવામા અવ્યા છે તથા કુખ્યાત આરોપીનુ નામ કયાંય રખાયુ જ નહી અને સદંતર કાઢી જ નાખવામા અવયુ છે. આ કેસમાં પાછળા નટીયો અને તેના છોરાઓનો જ ભુંડો હાથ રહેલો હતો. પરંતુ સમગ્ર કેસમાં નટીયાના છોરા પંકજનુ નામ કમી કરાયુ અને અન્ય એકને માલ ખરીદનાર તરીકે દર્શાવાયો હતો તેને સરળતાથી જામીન મળી જાય તે રીતે ગોઠવણથી રજુ કરવા પેટ તોડ કરવામાં આવી હોવાની ચર્ચા છે. ૧૦ લાખની માંગણી સામે આખોય મામલો ૭ લાખમાં પતાવટ કરી લેવાઈ હોવાનુ ચર્ચાય છે. હકીકતમાં આ બાબતે તપાસ થવી જોઈએ કે આ રકમમાં કોની કોની ભાગબટાઈ છે?
જાણકારો કહી રહ્યા છે કે, ભોરારાવાળો જે કેસ હતો, તમા સાયા,તલ-ઈસબગુલ સહીતની ચીજવસ્તુઓ ચોરી થઈ હોવાની ફરીયાદ થઈ હતી, તે મુાદમાલ રીકવર કેવી રીતે કરાયો? નટીયા અથવા તો તેના છોરાના જો કડક રીમાન્ડ લેવામા આવશે તો સેટીગ આપોઆપ ખુલી જશે. ચોરીનો આ માલ ખરીદનાર નટીયો જ હતો, એટલે મુદામાલ રીકવરીની વાત આવી તો નટીયાએ જ જેને ચોરીનો માલ વેચ્યો હતોતેની પાસથી બીલથી પરત ખરીદી અને જમા કરાવયો હોવાનુ ચર્ચાય છે. જો પોલીસ આ કડીની તપાસમાં આપોઆપ જ માલ જેને વેંચાણો હોય તે વેપારી સુધી પહોચી જાય તો એ વેપારી તો કહેશે ને કે મને તો માલ બીલથી આવેલો છે? તો પછી નટીયો-અને આખી ટોળકી મુદામાલ રીકવરીની વાત આવે તો લાવે કયાંથી અને કેવી રીતે? 


......................



તેલચોરો-અધિકારીઓ વચ્ચે વહીવટની ડીલ કરાવનાર ભ્રષ્ટ ખાખીધારી વિજય કોણ?

ગાંધીધામ : મુંદરામાં તેલચોરીનારીતસરના ટેન્ડર જ ખુલવા પામ્યા હોવાની ચર્ચા થવા પામી રહી છે. ગફુર અને નટીયા આણી તેલચોર ટોળકીને ગોઠવણથી મુંદરા તથા પ્રાગપર વિસ્તામાં તેલચોરી કરવાની છુટ અપાઈ હોવાનુ જણાય છે તેમાં વહીવટદારતરીકેની ભુમિકા ખાખીના ભ્રષ્ટ વિજયે કરી હોવાનુ ચર્ચાય છે. હકીકતમાં આ વિજયના ઉચ્ચ અધિકારીઓએ કડક પુછાણા લેવા ઘટે. આ રીતે તેલચોરો અને ખાખીધારીઓ વચ્ચે વહીવટની ડીલ કરાવનારા આ વિજય છે કોણ?

 

Comments

COMMENT / REPLY FROM