Trending News
સ્થાનિક સમાચાર

વાડાપદ્ધરની વાડીમાંથી તાંબાનો  વાયર ચોરનારા પાંચ પકડાયા

05 September


ભુજ : અબડાસા તાલુકાના વાડાપદ્ધર ગામે આવેલી વાડીમાંથી તાંબાનો વાયર ચોરાયો હતો. ફરિયાદી વિરભદ્રસિંહ મદનસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા ઈસમે ફરિયાદીના કબજાની જયદીપસિંહ મહાવીરસિંહ જાડેજાની જમીનમાં લગાવેલા ૩૦ મીટર તાંબાના વાયર કિંમત રૂા.૯ હજારની ચોરી કરી હતી. જેથી જખૌ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવમાં એલસીબીએ ગામમાં બાવળોની ઝાડી પાસેથી પાંચ ઈસમોને ઝડપી લીધા હતા. જેમાં સલેમાન સિધિક મોગલ, અકબર ઉર્ફે ઈકબાલ અભુ સોરા, મહમદ રિયાઝ મામદ મોગલ, ઉરસ મુબારક અભુ બાબરિયા, ઈકબાલ નુરમામદ ભજીરનો સમાવેશ થાય છે. ઈકબાલ ચોરીનો વાયર લેવા માટે આવ્યો હોવાની કબૂલાત અપાઈ હતી. પાચેયને જખૌ પોલીસના હવાલે કરાયા હતા.

Comments

COMMENT / REPLY FROM