ગાંધીધામનું ગૌરવ : ડો. દિપાલીની ઈન્ડીયન આર્મીમાં મોભાદાર કેપ્ટનપદે નિમણુક : નારીશકિતનો શ્રેષ્ઠ દાખલો
ગાંધીધામ : શહેરમાં નિવાસ કરતા અને મૂળ લોલાડા ગામના વતની શ્રી ગુણવંતભાઈ ધનજીભાઈ કાનાબાર તથા શ્રીમતી કાનાબારના સુકન્યા સ્વરૂપે જન્મેલ ડૉ. દીપાલી કાનાબારે તાજેતરમાં ભારતીય સશસ્ત્ર દળમાં કેપ્ટન તરીકે ગૌરવપૂર્ણ નિમણૂક મેળવી છે.ડૉ. દીપાલીએ તેમની કઠોર મહેનત, સંકલ્પશક્તિ અને દેશસેવા પ્રત્યેની પ્રગાઢ ભાવના દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમની આ ઉપલબ્ધિથી કાનાબાર પરિવાર, લોલાડા ગામ, ગાંધીધામ શહેર તેમજ સમગ્ર કચ્છ જિલ્લામાં ગૌરવનો માહોલ વ્યાપ્ત થયો છે. ઈન્ડિયન આર્મીમાં કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળતા દીપાલીબેન યુવાનો માટે પ્રેરણાસ્રોત બની છે. નારીશક્તિ અને દેશસેવાની અનોખી પ્રતિક તરીકે તેમણે સાબિત કર્યું છે કે મહેનત, પ્રતિબદ્ધતા અને ધીરજ દ્વારા કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. પરિવારજનો, સગા-સ્નેહીઓ તથા ગામજનો દ્વારા દીપાલીબેનને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવાઈ છે.

Comments