બન્ની પટ્ટામાં ગેરકાયદેસર વાડા ઓમાં વાવેતરની સામે તંત્ર હરકતમાં : દબાણકારોમાં ફફ..ડા..ટ.
વનતંત્ર-મામલતદાર-પોલીસ કેમ ન સાંધે સંકલન.!
બન્નીના વિવિધ વિસ્તારોમાં વનવિભાગની જમીનો પર બિનઅધિકૃત રીતે જમીન વાળી અને તેમાં ગુવાર-એરંડાની મોટા પ્રમાણમાં વાવણી થયાના અહેવાલો બાદ જિલ્લા વનતંત્રએ આદરી કવાયત : સ્થાનિક સ્થળ તપાસ માટે ટીમો ઉતારી : મહેસુલ વિભાગ સાથે પણ સંકલન સાધી બુલડોજર ફેરવવાની તૈયારી
બન્નીના ગેરકાયદેર વાડા પ્રકરણમાં કડક અને તટસ્થ તપાસ થાય તો અમુક સરકારી બાબુઓના પગ તળે પણ આવે રેલો : આવા વાવેતરોમાં કયાંક ને કયાંક અમુક સરકારી બાબુઓ સીધા કે પરોક્ષ રીતે સંડોવણીઓ ધરાવતા હોવાની છે ચર્ચા
વાત ધ્યાને આવી છે, તપાસ કરાવી રહ્યા છે, યોગ્ય કાર્યવાહી કરવામા આવશે :
શ્રી નેવિલ ચૌધરી(નાયબ વન સરંક્ષણશ્રી, બન્ની ગ્રાસ લેન્ડ) : ઉચ્ચ અધિકારીશ્રી તરફથી આદેશ મળેલા છે, એ મુજબની કાર્યવાહી ચાલી રહી છે, અહેવાલ તૈયાર કરી સુપરત કરીશુ અને આગળના આદેશ મુજબ કાર્યવાહી કરાશે : શ્રી સોલંકી(રેસીડેન્સીયલ ફોરેસ્ટ ઓફીસર, બન્ની )
ગાંધીધામ : કચ્છનાપશ્ચીમી છેવાડેઆવેલ બન્ની વિસ્તારની તેની એક અલાયદી ઓળખ જ ધરાવી રહ્યો છે. અહીના ધાસીયા મેદાનો એશીયા કક્ષાએ સુપ્રસિદધ છે. આવામાં નવતંત્રની પણ અહી સક્રીયતા સહેજે સહેજ કેન્દ્રમાં આવતી જ હોય છે. આ બન્ની વિસ્તારને મહેસુલી દરજજાને લઈને હજુય અનીશ્ચીતતાઓ બનેલી છે ત્યારે અહી વનવિભાગની જમીનો પર ખેતી કે વાવેતર બિનઅધિકૃત રીતે કરવામા આવ્યો હોવાનો મુદો વધુ એક વખત સપાટી પર આવવા પામતો ગરમાવો આવી ગયો હતો.નોધનીય છે કે વનવિભાગ અને રેવેન્યુતત્રએ અંદાજીત આજથી ચાર વર્ષ પહેલા બન્નીના અમુક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે પેશકદમી કરી અને વાડાઓ બાંધી વાવેતર કરવામા આવ્યુ હતુ જેને તંત્રએ સંયુકત રીતે દુર કરાવ્યુ હતુ. આવી જમીનો પર કયાંક ને કયાંક ફરીથી આવી જ રીતે વરસાદ હાલમાં સારો થવા પામતા વનવિભાગની જમીન પર ગુવાર અને એરંડાનું વાવેતર કરવામા આવી ગયુ હોવાનું સામે આવવા પામતા હવે તંત્ર એકશનમાં હોવાનુ જાણવા મળી રહ્યુ છે. વનવિભાગે આ બાબતે સર્વે હાથ ધરાોય હોવાનુ માલુમ પડયુ છે તો વળી તંત્ર સંકલન પણ સાંધી અને આવા ગેરકાયદેર વાડાઓ જો બન્યા હોય તો તેને દુર કરવાની દીશામાં પણ એકશનમાં હોવાનુ સામે આવી રહ્યું છે.
તો વળી બન્ની વિભાગના સરંક્ષણના વનવિભાગના ડીસીએફ શ્રી નેવિલ ચૌધરીને આ બાબતે પુછતા તેઓએ કહ્યુ હતુ કે, વાત ધ્યાને આવી છે, આરએફઓની ટીમને કામે લગાડેલ છે, જરૂરી સુચનો આપ્યા છે, તેમના સ્તરેથી વિગતો આવેથી ચોકકસથી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે.
આ સંદર્ભે બન્નીના સ્થાનિકના સબંધિત વીભાગના આરએફઓશ્રી સોલંકીન સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, આ બાબતે ઉચ્ચ કક્ષાએથી મળેલા આદેશો અનુસાર સ્થળ તપાસ-સર્વેની કામગીરી ચાલુમાં છે. તપાસ પૂર્ણ થયા બાદ ઉચ્ચ સ્તરે અહેવાલ સુપરત કરી દઈશુ અને જે સુચન મળશે તે અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવુ શ્રી સોલંકીએ ઉમેર્યુ હતુ.
......................
કચ્છઉદયના અહેવાલે તંત્રને જગાડયું : વનવિભાગ દોડતું થયું
બન્નીમાં વનવિભાગની જમીનો પર ગુવાર-એરંડાના વાવેતર થતા હોવાનો આંખ ઉઘાડનારો અહેવાલ આ જ પ્લેટફોર્મ પરથી તા.૨૭-૮-૨૦૨૫ના...પેજ..૮ પર ઉજાગર થવા પામ્યો હતો. જે બાદ તુરંત જ વનવિભાગ હરકતમાં આવેલુ દર્શાયા છે.

Comments