પશ્ચિમ કચ્છમાં આઈટીની ટીમોના ધડાધડ પડાવથી વેપારીઓમાં આંતરીક ઉચ્ચાટ
ત્રણ દિવસ પહેલા પણ ભુજ સહિતના વિસ્તારોમાં ક્રોસ વેરીફીકેશન-સર્ચ માટે અલગ-અલગ ટીમો ઉતરતા ફેલાયો ગભરાટ : આજે ફરીથી ખાવડા-હાજીપીર પટ્ટામાં આવેલી કંપનીમાં ઈન્કમટેક્ષ અધિકારીઓ તપાસર્થે પહોંચ્યાની ફેલાઈ ચર્ચા : નોધનીય છે કે, થોડા સમય પહેલા જ આ કંપનીમાં અન્ય એક ટોંચની એજન્સીએ પણ તપાસ કર્યાની છે ચર્ચા
ગાંધીધામ : એકતરફ સરકાર દ્વારા કર માળખાઓને સુદ્રઢ તથા વધુ સરળ બનાવવાને માટે સતત પ્રયાસો કરવામા આવી રહ્યા છે. જીએસટી દરને ગઈકાલે જ ઐતીહાસીક રીતે સરળ બનાવાયો છે ત્યારે બીજીતરફ હજુ પણ કેટલાક વેપારીઓ અને મહાકાય વર્ગ કયાંક ને કયાંક ટેક્ષની ચોરી કરવાની દીશામાં સક્રીય જ હોય તેવી રીતે ઈન્કમટેક્ષ વિભાગને છાશવારે તપાસ-ક્રોસ વેરીફીકેશન માટે ઉતરી આવવાની ફરજ પડી રહી હોવાની ચર્ચા ક્ચછમાં પણ સામે આવવા પામી રહી છે. આ બાબતે અંતરંગ વર્તુળોમાથી બહાર આવતી મહીતી અનુસાર હજુ તો ત્રણ દીવસ પહેલા જ કચ્છના જિલ્લા વડામથક ભુજ આસપાસના વિસ્તારોમાં આઈટી વિભાગની અલગ અલગ અધિકારીઓની ટુકડી ઉતરી હોવાની વાતો વાયુવેગે ફેલાવવા પામી હતી અને તે વખતે પણ વેપારીઓમાં આંતરીક ગભરાટ ફેલાયો હતો. તે વચ્ચે જ ફરીથી આજ રોજ પશ્ચીમ કચ્છમાં છેવાડાના સરહદી વિસ્તાર એવા ખાવડા-હાજીપીર પટ્ટાની વિસ્તારમાં ઈન્કમટેક્ષ વિભાગની ટુકડીઓએ પડાવ નાખ્યો હોવાની વાત સામે આવવા પામી રહી છે. ખાવડા-હાજીપીર વિસ્તારમાં આવેલી કંપનીમાં સર્ચ અને વેરીફીકેશન તથા સર્વેની કામગીરી હાથ ધરવામાઆવી હોવાનુ મનાય છે. કહેવાય છે કે, થાડેા સમય પહેલા જ આ કંપનીમાં દેશની અન્ય એક ટોચની એજન્સીએ પણ તપાસ હાથ ધરી હતી તે બાદ હવે આઈટીની ટીમ અહી આવી પડતા આસપાસના વિસ્તારો સહિત ભુજ સુધી વેપારી આલમમાં આંતરીક ગભરાટ ફેલાયલો જોવાઈ રહ્યો છે.

Comments