Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ જીઆઈડીસીમાં ચોરાઉ સોયા પ્રકરણ પર પડદો?

04 September

એસપીશ્રી સાગર બાગમાર ખુદ લે કડક પુછાણા..!


ચોરાઉ-આધારપુરાવા વિનાનો સોયાનો જથ્થો જીઆઈડીસીના ગોડાઉનમાં સિફટ થતી વેળાએ જ પોલીસે સ્થળ પર પહોચીને પકડયો હતો, ફરીયાદ થઈ, પરંતુ પછી આગળની કાર્યવાહી કેમ ઢીલીઢફ?

જેના ગોડાઉનમાં માલ સિફટ થતો હતો, ઠલવાતો હતો, તે માલીકના કેમ કડક રીમાન્ડ નહી? એક માત્ર ફોલ્ડરીયાને જ પકડયો, તેના પુછાણામાંથી જે કંઈ સામે આવ્યુ હોય તે બધાય સુધી તપાસ ઝડપથી આગળ વધારવી જોઈએ

ખાટલે મોટી ખોટ : ગોડાઉન માલીક રાજેશ નામના શખ્સને પકડીને તેના કડક પુછાણા લેવાય, કોલ ડીટેલન્સ ચકાસવામા આવે તો કયો ટાઈગર નામનો શખ્સ આ સોયા ચોરી કરાવતો ફરતો હતો, તે આખાય નેટવર્કનો પર્દાફાશ થાય : ટાઈગર સુધી તપાસ પહોચે તો કયા કયા ખાખીધારીઓ 
આવા ચોરાઉ ધંધાઓમાં ભાગબટાઈ ધરાવી રહ્યા છે તેમના પણ ચહેરા થાય બેનકાબ.! માત્ર ૪૧/વન ડી કરી અને આવા આયોજનબદ્ધ ચોરીના કારસ્તાનીઓને બીલો રજુ કરવાની તક-સમય આપી 
દેવામાં આવતો હોવાની છે ચર્ચા : બોગસ બીલો બજારમાં કયા નથી મળતા?



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં દેશનું જ નહી એશીયાનુ સૌથી મોટુ મહાબંદર કંડલા કાર્યરત છે. અહી દેશ-વિદેશથી અનેકવિધ કિમંતી ચીજવસ્તુઓની આયાત-નિકાસ કરવામા આવી રહી છે. આ આયાત નિકાસ થાય તે સમયે તેમાથી વિવિધ અમુલ્ય વસ્તુઓની આયોજનબદ્ધ તસ્કરી-ચોરી કરનારી પણ  ટોળકીઓ સક્રીય બનેલી છે. છાશવારે ફરીયાદો થાય છે, પરંતુ આ આખીય ગંગ સુધી એક યા બીજા કારણોસર તપાસ લંબાઈ હોય તેવુ જવલ્લે જજોવા મળતુ હોય છે. 
દરમ્યાન જ હાલમાં પણ ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં વહેલી પરોઢના આયોજનબદ્ધ રીતે સોયાનો મસમોટો જથ્થો અ ાધાર પુરાવાનો ગોડાનમાં સિફટ થતી વેળાએ જ પકડાઈજવા પામ્યો હતો. પોલીસે જાગૃતી દાખવી તરત જ ઘટનાસ્થળે પહોચી અને અહીથી આ જથ્થો આધાર પુરાવા વિનાનો પકડી અને એક શખ્સને પણ ઝડપયોહતો. જેણે પોતાની પુછતાછમાં કબુલાત આપી હતી કે, તેના શેઠ રાજેશ ઝરૂના કહેવાથી તેણે આ માલ અહી ઉતાર્યો છે. દરમ્યાન જ હવે અહી જાણકારો સવાલ કરી રહ્યા છે કે, બે બોલેરા વાહન અને એક છકડામા જે સોયાનો મસમોટો જથ્થો ગોડાઉનમાં ઠલવાઈ રહ્યો હતો, તે જથ્થો આવ્યો કયાથી હશે? કેવી રીતે લવાયો હશે? આધાર-પુરાવા વિનાનો જ્થો આ ગોડાઉનમાં શા માટે લઈ અવાયો હતો? એથી પણ વધુ કોના કહેવાથી આ જથ્થો અહીયા આવ્યો છે? આ પહેલા આવી રીતે સોયાનો કેટલો જથ્થો અહી સંગ્રહ કરવામા આવી ચૂકયો છે? આ ચોરાઉ સોયાનો જથ્થો ખરીદનારાઓ કોણ હત? આ ઉપરાંત જે મુળ ટોળકી સોયાની રીતસરની આયોજનબદ્ધ ચોરી-તસ્કરી જ કરી રહી છે તેઓની ઉપર કયા ભ્રષ્ટ ખાખીધારીઓના ૪ હાથ રહેલા છે? આ તમામ મુળીયાઓ તપાસમાં ઉલેચાય તો ઘણુ બધુ બહાર આવી શકે તેમ છે. પરંતુ તે માટે ખુદ પૂર્વ્‌ કચ્છના એસપીશ્રી સાગર બાગમારે આ પ્રકરણમાં જવાબાદરોના કડક પુછાણાઓ લેવાડાવા પડશે. કારણ કે, અહી તો માત્ર ૪૧/ વન ડી કરી એકાદ ફોલ્ડરીયાને પકડી અને કામગીરી થઈ ગયાનો સંતોષ મનાઈ લેવાયાનો વર્તારો જોવાઈ રહ્યો છે. ગોડાઉન માલીકને ઉપાડાય, તેના કોલ ડીટેલન્સી ચકાસણીઓ કરાવાયા, તેમાં જે કડીઓ ખુલે તેમને ઉપાડાય તો આ રીતે બિનધાસ્ત સોયા ચોરી કરનારી મસમોટી ગેગના નેટવર્કનો પર્દાફાશ થવા પામી જાય તેમ છે. પરંતુ જાણે કે, આ કેસની તપાસ તદન ઠંડા બક્ષામાં જ જતી રહી હોય તેમ જાણકારોમાં ચર્ચાઓ ઉઠવા પામી રહી છે. ચોરાઉ સોયાનો જથ્થો હોવા ઉપરાંત પણ અહી કેમ માત્ર ૪૧ વન ડી જ 
થવા પામી છે? શા માટે બીનજામીન પાત્ર ગુનાઓ આવા કેસોમા દાખલ કરવામા નથી આવતા? ૩૭૯ કલમનો ઉપયોગ શા માટે નથી થતો? બે વર્ષથી વધુની સજાની જોગવાઈ તથા જામીન પણ આ કલમ તળે સાબીત થતા ગુનામા મળતા નથી? જે રીતે ચોરી કરાઈ છે તે આોજનબદ્ધ ષડયંત્ર જ તો દેખાય છે? આ કલમનો ઉપયોગ તેવા કિસ્સાઓમાં જ થતો હોય છે. જયા સુધી આવી કડક કલમોનો ઉપયોગ નહી થાય ત્યા સુધી વેપારીઓને આડેધડ લુંટાતા અટકાવવા કંડલા કોમ્પલેક્ષમાં કપરૂ કામ જ બની રહેશે?

Comments

COMMENT / REPLY FROM